કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને હોળીની ભેટ આપી શકે છે. PM નરેન્દ્ર મોદી(PM Narendra Modi) ની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક (Cabinet Meeting Today) યોજાવાની છે. આ બેઠકમાં સરકાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા(Dearness Allowance)માં વધારાની જાહેરાત કરી શકે છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ પણ DA અને DR એરિયર્સ અને હાઉસિંગ રેન્ટલ એલાઉન્સ (HRA)માં વધારાની રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે DA એ જાહેર ક્ષેત્રના કર્મચારીઓ અને પેન્શનરો માટે કૉસ પફ લિવિંગ એમાઉન્ટ જાન્યુઆરી અને જુલાઈમાં વર્ષમાં બે વખત વધારવામાં આવે છે.
હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને 31 ટકા ડીએ આપવામાં આવે છે. હોળી પહેલા ડીએમાં 3 ટકાના વધારા બાદ કુલ ડીએ વધીને 34 ટકા થઈ જશે. DAમાં વધારા અંગે સરકારની જાહેરાત સાતમા પગાર પંચની ભલામણ પર આધારિત હશે.
જો સરકાર આજે આ અંગે નિર્ણય લે છે તો તેનાથી 48 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શનરોને ફાયદો થશે. જો કેન્દ્ર સરકાર કર્મચારીઓના ડીએમાં 3%નો વધારો કરે છે તો આ વધારો 1 જાન્યુઆરી, 2022 થી લાગુ થશે.
ડીએ કર્મચારીઓના પગારના આધારે આપવામાં આવે છે. શહેરી, અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં કામ કરતા સરકારી કર્મચારીઓ માટે ડીએ અલગ છે. મોંઘવારી ભથ્થું (DA) બેઝિક પગાર પર ગણવામાં આવે છે. ડીએની ગણતરી માટે એક સૂત્ર છે જે ગ્રાહક ભાવ સૂચકાંક દ્વારા નક્કી કરવામાં આવે છે.
મોંઘવારી ભથ્થામાં વધારો અને પેન્ડિંગ DA પર નિર્ણય લેવામાં વિલંબ યુપી સહિત પાંચ રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીને કારણે થયો છે. કર્મચારીઓ 18 મહિનાના અટકેલા ડીએને બહાલ કરવાની માંગ કરી રહ્યા છે. આ અંગે નિર્ણય 16 માર્ચે લેવાનો છે અને તે પહેલા કેબિનેટ સચિવ સાથે વાતચીત થશે. જો સરકાર મોંઘવારી ભથ્થું વધારશે તો લગભગ 48 લાખ કર્મચારીઓ અને 68 લાખ પેન્શનધારકોને ફાયદો થશે.
હાલમાં સરકારી કર્મચારીઓને 31 ટકા ડીએ મળે છે. 3 ટકાના વધારાથી સરકારી કર્મચારીઓના પગારમાં મહત્તમ રૂ. 20,000 અને લઘુત્તમ રૂ. 6,480નો વધારો થશે. AICPI (All India Consumer Price Index for Industrial Workers) ના ડેટા અનુસાર ડીએ ડિસેમ્બર 2021 સુધીમાં 34.04% સુધી પહોંચી ગયું છે. જો કોઈ કર્મચારીનો મૂળ પગાર રૂ. 18,000 દર મહિને છે તો નવું DA (34%) રૂ. 6,120 દર મહિને મળશે જે હાલમાં ડીએ રૂ. 31% પર 5,580 છે.
Published On - 8:21 am, Wed, 16 March 22