Apple ભારતમાં 3 લાખ કરોડ iPhone બનાવશે, વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત બ્રાન્ડ ઉપર Make in India નો માર્ક જોવા મળશે

Make in India : iPhone મેન્યુફેક્ચરિંગ કંપની Apple ભારતમાં ઉત્પાદન અનેક ગણું વધારશે. આ માટે તેણે તૈયારીઓ શરૂ કરી દીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે Apple આગામી પાંચ વર્ષમાં ભારતમાં Iphoneનું ઉત્પાદન પાંચ ગણું વધારશે. આ માટે તે લગભગ 40 અબજ યુએસ ડોલર એટલે કે 3.32 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરશે.

Apple ભારતમાં  3 લાખ કરોડ iPhone બનાવશે, વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત બ્રાન્ડ ઉપર Make in India નો માર્ક જોવા મળશે
| Edited By: | Updated on: Sep 25, 2023 | 8:57 AM

Make in India : iPhone મેન્યુફેક્ચરિંગ કંપની Apple ભારતમાં ઉત્પાદન અનેક ગણું વધારશે. આ માટે તેણે તૈયારીઓ શરૂ કરી દીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે Apple આગામી પાંચ વર્ષમાં ભારતમાં Iphoneનું ઉત્પાદન પાંચ ગણું વધારશે. આ માટે તે લગભગ 40 અબજ યુએસ ડોલર એટલે કે 3.32 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરશે.

આ સાથે જ એપલના આ નિર્ણયથી દેશમાંથી બેરોજગારી દૂર થશે. યુવાનો માટે નોકરીઓ પણ ઉભી થશે. ઉત્પાદનક્ષેત્રમાં રોજગારીની વિપુલ તક ઉભી થવાનું અનુમાન છે.

એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે કંપનીએ ગયા નાણાકીય વર્ષમાં 7 બિલિયન યુએસ ડોલરથી વધુ મૂલ્યના iPhonesનું ઉત્પાદન કર્યું હતું. અધિકારીના જણાવ્યા અનુસાર, એપલ હાલમાં ભારતમાં આઇફોનનું ઉત્પાદન આગામી 5 વર્ષમાં 40 અબજ યુએસ ડોલર સુધી વધારવાની યોજના પર કામ કરી રહ્યું છે. બીજી તરફ  ગત નાણાકીય વર્ષમાં Appleએ iPhones બનાવવા માટે ભારતમાં 7 બિલિયન ડોલરથી વધુનું રોકાણ કર્યું હતું.

આ પણ વાંચો : Micron સ્થાપવા જઈ રહી છે ગુજરાતમાં દેશની સૌથી અદ્યતન સેમિકન્ડક્ટર ફેક્ટરી, Tata ડેવલોપ કરશે પ્રોજેક્ટ

આઈપેડ કે લેપટોપ નહીં બનાવાય

Apple ભારતમાં iPhone બનાવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એરપોડ્સનું ઉત્પાદન પણ આવતા વર્ષથી શરૂ થશે. તે આ માટે તૈયારી કરી રહ્યો છે. જોકે, કંપનીના અધિકારીઓનું કહેવું છે કે Appleની હાલમાં ભારતમાં iPads કે લેપટોપ બનાવવાની કોઈ યોજના નથી. અધિકારીએ કહ્યું કે આ સિવાય તેની પાસે IT હાર્ડવેર PLIમાં ભાગ લેવાની કોઈ તૈયારી નથી. જો કે, તે પછીના તબક્કામાં જોડાઈ શકે છે.

આ પણ વાંચો : Sabka Sapna Money Money : Index Funds શું છે અને તેમાં કેવી રીતે રોકાણ કરવું ? જાણો તેમાં કોણ કરી શકે છે રોકાણ

વેચાણમાં લગભગ 4 ટકાનો ઘટાડો નોંધાયો હતો

એક અધિકારીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે 25 સપ્ટેમ્બરે પૂરા થયેલા નાણાકીય વર્ષમાં, Appleએ વૈશ્વિક સ્તરે US $ 191 બિલિયનના મૂલ્યના iPhones અને વેરેબલ્સનું વેચાણ કર્યું હતું. આ સિવાય તેણે હોમ અને એસેસરીઝ સેગમેન્ટનું વેચાણ કરીને $38.36 બિલિયનની કમાણી કરી હતી. જોકે એપલના ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 9 મહિનામાં iPhoneના વેચાણમાં લગભગ 4 ટકાનો ઘટાડો નોંધાયો છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો