
નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2026-27 રજૂ કર્યું અને હેલ્થ કેર સેક્ટરને મજબૂત હેલ્થ સિસ્ટમ અને સારવાર સુધી વ્યાપર પહોંચ બનાવવા માટેના સરકારના નવા પ્રયાસોનું સ્વાગત કર્યુ. એપોલો હોસ્પિટલ્સના ચેરમેન ડૉ. પ્રતાપ સી રેડ્ડીએ બજેટને સ્વસ્થ નાગરિકોના નિર્માણ તરફ એક આશ્વાસન આપતું પગલું ગણાવ્યું, જેમાં વિકસિત ભારતના વિઝનને અનુરૂપ જાહેર આરોગ્ય ક્ષમતા, મેડિકલ શિક્ષણ, ઈનોવેશન અને વાજબી દરે થતા સારવાર પર ભાર મુકવામાં આવ્યો છે તેની પ્રશંસા કરી.
“કેન્દ્રીય બજેટ 2026-27 એક આશ્વાસન આપતો સંદેશ આપે છે કે ભારતનો વિકાસ સ્વસ્થ નાગરિકો અને મજબૂત આરોગ્ય પ્રણાલીઓ પર આધારિત રહેશે. જાહેર આરોગ્ય ક્ષમતાનો વિસ્તાર, નિવારણને મજબૂત બનાવવા અને ટિયર-2 અને ટિયર-3 ભારતમાં સુલભતા સુધારવા પર સતત ધ્યાન કેન્દ્રિત કરવું એ વિકસિત ભારતના વિઝન સાથે સુસંગત છે.
આપણે બાયોફાર્મા શક્તિ દ્વારા ભારતના જીવન વિજ્ઞાન અને ઈનોવેશ ઇકોસિસ્ટમને વધુ ગાઢ બનાવવા પર ભાર મૂકવાનું સ્વાગત કરીએ છીએ, જેમાં નવી અને અપગ્રેડેડ શિક્ષણ અને સંશોધન સંસ્થાઓ અને 1000 માન્યતા પ્રાપ્ત ક્લિનિકલ ટ્રાયલ સાઇટ્સનું રાષ્ટ્રવ્યાપી નેટવર્ક શામેલ છે. આ પગલાં એડવાન્સ્ડ થેરાપીના વિકાસને વેગ આપશે અને આરોગ્યસંભાળ અને જીવન વિજ્ઞાન માટે વિશ્વસનીય વૈશ્વિક સ્થળ તરીકે ભારતની સ્થિતિને મજબૂત બનાવશે.
લોકો પર ધ્યાન કેન્દ્રિત કરવું ખાસ કરીને ઉત્સાહજનક છે. આગામી વર્ષમાં 10,000 તબીબી બેઠકો ઉમેરવાથી, 1.5 લાખ કેરગિવર્સને તાલીમ આપવા અને સંલગ્ન આરોગ્ય શાખાઓને વધારવા સાથે, વડાપ્રધાનના હીલ ઈન ઈન્ડિયા અને હિલ બાય ઈન્ડિયાના વિઝનને મજબૂત બનાવી શકાય છે. તબીબી પ્રવાસન માટે પાંચ હબ બનાવવા માટે રાજ્યોને ટેકો આપવાથી સમગ્ર પ્રદેશોમાં ગુણવત્તાના ધોરણો ઉંચા આવશે.
અમે NIMHANS-2 ની સ્થાપના રાંચી અને તેજપુરમાં ટોચની માનસિક આરોગ્ય સંસ્થાઓને અપગ્રેડ કરવી, અને સમર્પિત કેન્દ્રો દ્વારા જિલ્લા હોસ્પિટલોમાં કટોકટી અને ટ્રોમા કેર ક્ષમતામાં 50% વધારો કરવા માટેના પ્રસ્તાવના માધ્યમથી મેન્ટલ હેલ્થ અને ટ્રોમા કેર પ્રત્યે ફરીથી વ્યક્ત કરાયેલી પ્રતિબદ્ધતાની સરાહના કરીએ છીએ.
36 જીવનરક્ષક દવાઓનું ડ્યુટી-ફ્રી ઍક્સેસ સહિત વાજબી ભાવની યોગ્ય સારવારમાં સુધારો કરવાની આ પહેલ દર્દીઓ માટે નાણાકીય બોજ હળવો કરી શકે છે.
એપોલો હોસ્પિટલ્સમાં, અમે આ પ્રાથમિક્તાઓને દરેક ભારતીયના માટે માપી શકાય તેવા સ્વાસ્થ્ય પરિણામોમાં બદલવામાં સરકાર અને તમામ સ્ટેકહોલ્ડર્સની સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છીએ