IPO: આવી રહી છે રોકાણ કરવાની વધુ એક તક, એન્ટોની વેસ્ટ હેન્ડલિંગ સેલ લિમિટેડ 300 કરોડ માટે ઓફર લાવશે

|

Dec 19, 2020 | 5:48 PM

શેરબજારમાં આવતા અઠવાડિયે વધુ એક IPOમાં રોકાણ કરવાની તક મળી રહી છે.  એન્ટોની વેસ્ટ હેન્ડલિંગ સેલ લિમિટેડ (AWHC) 300 કરોડ રૂપિયા એકત્રિત કરવાના ઉદ્દેશ્યથી ઈનિશિયલ પબ્લિક ઓફર (IPO)લઈને આવી રહ્યું છે, જે IPO 21 ડિસેમ્બર એટલે કે સોમવારે ખુલશે.

IPO: આવી રહી છે રોકાણ કરવાની વધુ એક તક, એન્ટોની વેસ્ટ હેન્ડલિંગ સેલ લિમિટેડ 300 કરોડ માટે ઓફર લાવશે

Follow us on

શેરબજારમાં આવતા અઠવાડિયે વધુ એક IPOમાં રોકાણ કરવાની તક મળી રહી છે.  એન્ટોની વેસ્ટ હેન્ડલિંગ સેલ લિમિટેડ (AWHC) 300 કરોડ રૂપિયા એકત્રિત કરવાના ઉદ્દેશ્યથી ઈનિશિયલ પબ્લિક ઓફર (IPO)લઈને આવી રહ્યું છે, જે IPO 21 ડિસેમ્બર એટલે કે સોમવારે ખુલશે.

 

આ IPO માટે પ્રાઈસ બેન્ડ શેર દીઠ 313થી 315 રૂપિયા નક્કી કરાયો છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ IPOમાં 85 કરોડ નવા શેર જારી કરવામાં આવશે. 68 લાખ 24 હજાર 993 શેર હાલના શેરધારકો દ્વારા વેચવામાં આવશે. એન્ટની વેસ્ટ હેડલિંગ સેલ વેસ્ટ મેનેજમેન્ટ કરે છે.એન્ટની વેસ્ટ હેડલિંગ સેલ લિમિટેડ વેસ્ટ મેનેઝમેન્ટથી જોડાયેલી કંપની છે. તે દેશમાં ઠોસ કચરા મેનેજમેન્ટ સર્વિસિસના ક્ષેત્રમાં ટોચના ફાઈવ કંપનીઓમાં સામેલ છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

આ વર્ષે IPOએ સારી કમાણી આપી છે. નોંધપાત્ર વાત એ છે કે રોકાણકારોએ આ વર્ષે IPOથી સારી કમાણી કરી છે. બર્ગર કિંગનો તાજેતરનો આઈપીઓ આ વર્ષે સૌથી વધુ વળતર આપનારી ઓફર મનાય છે.  આ વર્ષે IPOએ લિસ્ટેડ થયા પછી પણ બજારમાં જબરદસ્ત વળતર આપ્યું છે. નિષ્ણાતો કહે છે કે દુનિયાભરના રોકાણકારો જે રીતે ભારતીય બજારોમાં રોકાણ કરે છે, તે આગામી દિવસોમાં બજારમાં સારી સ્થિતિ લાવશે.

 

આ પણ વાંચો: જામનગરમાં બનશે વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય, સેન્ટ્રલ ઝુ ઓથોરિટીની બેઠકમાં લેવાયો નિર્ણય

 

કંપનીના મોરેશિયસની ટોનબ્રીજ, લીડ્સ, કેમ્બ્રિજ  અને ગિલ્ડફોર્ડ લિમિટેડ શેર વેચાણની ઓફર કરે છે.  IPO 23 ડિસેમ્બરના રોજ બંધ થશે. સ્ટોક માટે નક્કી કરાયેલ કિંમતની શ્રેણીના ઉચ્ચ સ્તરની દ્રષ્ટિએ કંપની આશરે 300 કરોડ એકત્ર કરી શકે છે. IPOથી મળેલી આવકનો અંશત: ઉપયોગ પિમ્પરી ચિંચવાડમાં કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાના પ્રોજેક્ટમાં કરાશે.

Next Article