દુનિયાના સૌથી અમીર માણસને આનંદ મહિન્દ્રાએ દેખાળી દીધું બળદ ગાડું, જાણો પછી શું થયું?

|

Apr 25, 2022 | 4:25 PM

Anand Mahindra: આનંદ મહિન્દ્રા (Anand Mahindra)એ દુનિયાના સૌથી અમિર વ્યક્તિ એલોન મસ્કને બળદ ગાડું બતાવી દીધું છે, ટ્વિટ પર લોકોએ તેમની પ્રતિક્રિયા આપી છે, જાણો સમગ્ર અહેવાલ

દુનિયાના સૌથી અમીર માણસને આનંદ મહિન્દ્રાએ દેખાળી દીધું બળદ ગાડું, જાણો પછી શું થયું?
Anand Mahindra, Elon Musk

Follow us on

ફોર્બ્સની સૌથી ધનિક વ્યક્તિઓની યાદી (forbes richest man list) અનુસાર એલોન મસ્ક (Elon Musk) વિશ્વના સૌથી અમીર વ્યક્તિ છે. દરરોજ તે પોતાના નવા વિચારોને લઈને ચર્ચામાં રહે છે. પરંતુ તમે એ પણ જાણતા હશો કે આનંદ મહેન્દ્રા પણ ટ્વિટર પર ખૂબ જ એક્ટિવ છે અને જુદા-જુદા જુગાડના ફોટો અને વીડિયો શેયર કરતા રહે છે. પરંતુ હવે તેણે ટેસ્લા કંપનીના માલિક ઈલોન મસ્કને ટેગ કરતો ફોટો શેયર કર્યો છે. આ ફોટો અદ્ભુત છે.

મસ્કે પણ આવી કાર જોઈ ન હોત.

આનંદ મહિન્દ્રાએ તેમના ટ્વીટર પર બળદ ગાડાની એક પેઈન્ટિંગ (આનંદ મહિન્દ્રા ટ્વિટ) શેયર કરી છે. આમાં તેણે એલોન મસ્કને ટેગ કર્યા છે. તેણે આ ફોટોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘BACK to the Future’ એટલે ‘ફરી ભવિષ્યમાં’. આ પેઈન્ટિંગની નીચે એક કેપ્શન પણ લખવામાં આવ્યું છે. તેમાં લખ્યું છે કે, ‘આ ઓરિજિનલ ટેસ્લા વાહન છે, કોઈ ગૂગલ મેપની જરૂર નથી, પેટ્રોલ ખરીદવાની જરૂર નથી, કોઈ પ્રદૂષણ નથી, સંપૂર્ણપણે સ્વ-ડ્રાઈવિંગ કાર, ફક્ત ઘરે જવા અથવા ઑફિસ આવવા માટે સેટિંગ સેટ કરો, આરામ કરો અને તમારી મંઝીલ સુધી પહોંચો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ રહ્યું તેમનું ટ્વિટ

લોકોને ગમ્યું

જણાવી દઈએ કે સમાચાર લખાય છે ત્યાં સુધી આ ટ્વીટને 15 હજારથી વધુ રીટ્વીટ અને 1 લાખ 38 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. કેટલાક લોકો બળદગાડાને ભારતની પરંપરા કહે છે. તમને જણાવી દઈએ કે પહેલા એવું હતું કે લોકો બળદ ગાડા પર બેસીતા કે સૂતા હોય અને તે જાતે જ ઘરે પહોંચી જતું હતું. લોકોએ તેને ઓટોમેટિક કાર સાથે જોડ્યું. બાય ધ વે, તમારી બળદગાડી સાથે કઈ કઈ યાદો જોડાયેલી છે? તો કમેન્ટ કરી જણાવો….

આ પણ વાંચો :પહેલા ચીન અને હવે પાકિસ્તાનની ડિગ્રીઓની માન્યતા રદ, જાણો શું છે તેનું કારણ

આ પણ વાંચો :હનુમાન ચાલીસા વિવાદમાં હવે AAPની એન્ટ્રી ! સોશિયલ મીડિયાના માધ્યમથી હનુમાન ચાલીસાના કર્યા પાઠ

Next Article