Anant Ambani Birthday : સેલરીની બાબતમાં બહેન ઈશા સાથે અનંત અંબાણીનું કોમ્પીટીશન, જાણો કોની કમાણી વધુ

|

Apr 10, 2024 | 9:17 AM

અનંત અંબાણીના મોટા ભાઈ ઈશા અને આકાશ જોડિયા ભાઈ-બહેન છે. આ બંને અનંત કરતાં માત્ર 3 વર્ષ મોટા છે અને હાલ 32 વર્ષના છે. ત્રણેય ભાઈ-બહેનોનું ટ્યુનિંગ ઉત્તમ છે, જે દુનિયાએ તાજેતરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાની ઉજવણીમાં જોયું.

Anant Ambani Birthday : સેલરીની બાબતમાં બહેન ઈશા સાથે અનંત અંબાણીનું કોમ્પીટીશન, જાણો કોની કમાણી વધુ
Anant Ambani Birthday age salary net worth

Follow us on

દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ આકાશ અંબાણી આજે 29 વર્ષના થયા છે. ટૂંક સમયમાં તે રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે, પરંતુ શું તમે જાણો છો કે અનંત અંબાણી પોતાની મોટી બહેન ઈશા અંબાણીને એક બાબતમાં સ્પર્ધા કરે છે. ચાલો અમે તમને જણાવીએ

અનંત અંબાણીના મોટા ભાઈ આકાશ અને ઈશા જોડિયા ભાઈ-બહેન છે. આ બંને અનંત કરતાં માત્ર 3 વર્ષ મોટા છે અને હાલ 32 વર્ષના છે. ત્રણેય ભાઈ-બહેનોનું ટ્યુનિંગ ઉત્તમ છે, જે દુનિયાએ તાજેતરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાની ઉજવણીમાં જોયું.

રિલાયન્સના બોર્ડમાં સામેલ છે ત્રણેય ભાઈ-બહેનો

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ ખૂબ જ નાની ઉંમરે તેમના બાળકોને વ્યવસાયિક બાબતોમાં વિકાસ કરવાનો શરૂ કર્યો છે. લગભગ 8 વર્ષ પહેલા જ્યારે ‘રિલાયન્સ જિયો’ લોન્ચ કરવામાં આવ્યો હતો, ત્યારે આકાશ અને ઈશાએ તેમાં મોટી જવાબદારી નિભાવી હતી. અનંત અંબાણી હાલમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના નવા એનર્જી બિઝનેસને વધુ મોટું બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તાજેતરમાં તેણે વિશ્વને તેના બ્રેઈન ચાઈલ્ડ પ્રોજેક્ટ ‘વનતારા’નો પરિચય કરાવ્યો, જેના પર તે કિશોરાવસ્થાથી કામ કરી રહ્યો હતો.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

અનંત કંપનીનો નવો એનર્જી બિઝનેસ ચલાવે છે

ત્રણેય ભાઈ-બહેનોને હવે રિલાયન્સ ગ્રુપના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે ઈશા કંપનીના રિટેલ બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, ત્યારે આકાશ Jio પ્લેટફોર્મ્સ માટે જવાબદાર છે અને અનંત કંપનીનો નવો એનર્જી બિઝનેસ ચલાવે છે, પરંતુ શું તમે જાણો છો કે અનંત અને ઈશા પગારના મામલે એકબીજા સાથે સ્પર્ધા કરે છે, જ્યારે આકાશની સેલેરી બંને ભાઈ-બહેનો કરતા વધુ છે.

ઈશા-આકાશ અને અનંતનો પગાર

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈશા અંબાણીની પાસે રિલાયન્સ રિટેલ, રિલાયન્સ જિયો, રિલાયન્સ ફાઉન્ડેશન અને ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલની ઘણી એક્ઝિક્યુટિવ જવાબદારીઓ છે અને આ માટે તેને લગભગ 4.2 કરોડ રૂપિયાનો વાર્ષિક પગાર મળે છે. રિલાયન્સ ગ્રૂપના બાકીના શેર અને તેના પર મળતા ડિવિડન્ડની ભૂમિકા અલગ છે.

અનંતની સેલરી અને નેટવર્થ જાણો

નાનો ભાઈ અનંત પણ પગારની બાબતમાં બરાબરી કરે છે. તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એનર્જી બિઝનેસ, રિન્યૂએબલ અને ગ્રીન એનર્જી બિઝનેસ અને તેની ગ્લોબલ ઓપરેશન્સનું નેતૃત્વ કરે છે. આ સિવાય તેમની પાસે Jio Platforms Limited અને Reliance Retail Ventures Limitedની ઘણી જવાબદારીઓ પણ છે. તેનો વાર્ષિક પગાર પણ 4.2 કરોડ રૂપિયાની આસપાસ છે. અનંત અંબાણીની પર્સનલ નેટવર્થ 40 બિલિયન ડૉલર (લગભગ 3,32,482 કરોડ રૂપિયા) છે.

આકાશની સેલરી છે સૌથી વધુ

જ્યારે અનંતના મોટા ભાઈ આકાશ અંબાણી ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો ઈન્ફોકોમના ચેરમેન છે. આ સિવાય તેઓ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ અને જિયો પ્લેટફોર્મ લિમિટેડના ડિરેક્ટર પણ છે. તેનો પગાર તેના ભાઈ અને બહેન કરતાં વાર્ષિક રૂપિયા 5.4 કરોડ વધારે છે.

Next Article