દરેક શેર પર મળશે ₹30 ડિવિડન્ડ: IT કંપનીએ જાહેર કરી રેકોર્ડ ડેટ અને ખાતામાં પૈસા જમા થવાની તારીખ

IT કંપની ઓલડિગી ટેકે નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો સાથે 300% ડિવિડન્ડની જાહેરાત કરી છે. જાણો ક્યારે ખાતામાં જમા થશે રકમ.

દરેક શેર પર મળશે ₹30 ડિવિડન્ડ: IT કંપનીએ જાહેર કરી રેકોર્ડ ડેટ અને ખાતામાં પૈસા જમા થવાની તારીખ
| Updated on: Jul 25, 2026 | 10:40 PM

ટેક અને ડિજિટલ સેક્ટરની અગ્રણી કંપનીના રોકાણકારોને દરેક શેર પર 300% ડિવિડન્ડનો લાભ મળવાનો છે. જી હા, આ IT કંપનીના રોકાણકારોને શેરદીઠ ₹30 મળશે, જેની રેકોર્ડ ડેટ અને પેમેન્ટ ડેટની પણ જાહેરાત કરવામાં આવી છે. અહીં આપણે વાત કરી રહ્યા છીએ ઓલડિગી ટેક લિમિટેડ (Alldigi Tech Ltd) વિશે, જે અગાઉ ‘ઓલસેક ટેકનોલોજીસ લિમિટેડ’ તરીકે ઓળખાતી હતી. કંપનીએ જૂનમાં પૂરા થયેલા નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળા (Q1 FY27) ના પરિણામો જાહેર કરી દીધા છે. કંપનીએ પોતાના શેરધારકોને મોટી ભેટ આપતાં શેરદીઠ ₹30 ડિવિડન્ડની જાહેરાત કરી છે.

Alldigi Tech Dividend 2027

કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગ દ્વારા માહિતી આપી છે કે 300 ટકા ડિવિડન્ડ પર વિચાર કરવામાં આવ્યો છે, જે શેરદીઠ ₹30નું મોટું ડિવિડન્ડ બની રહ્યું છે. મજબૂત નાણાકીય પ્રદર્શન વચ્ચે આ મોટા ડિવિડન્ડની જાહેરાતની અસર સોમવારે બજારમાં જોવા મળી શકે છે. કંપનીએ જણાવ્યું હતું કે, “બોર્ડે નાણાકીય વર્ષ 2026-27 માટે ₹10ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેર પર ₹30નું વચગાળાનું (Interim) ડિવિડન્ડ જાહેર કર્યું છે.”

Alldigi Tech Dividend 2027, Record Date

કંપની દ્વારા જાહેર કરાયેલા ડિવિડન્ડ માટે શેરધારકોની પાત્રતા નક્કી કરવા માટે 31 જુલાઈ, 2026 ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે. જે રોકાણકારોના નામ આ નિર્ધારિત તારીખ સુધી કંપનીના શેરધારક રજિસ્ટર અથવા ડિપોઝિટરીના રેકોર્ડમાં નોંધાયેલા હશે, તેઓ આ ડિવિડન્ડ મેળવવા માટે હકદાર રહેશે.

Alldigi Tech Dividend 2027, Payment Date

આ સાથે જ કંપનીએ ડિવિડન્ડની ચુકવણીની તારીખ (Payment Date) પણ જાહેર કરી દીધી છે. રેકોર્ડ ડેટ પર નોંધાયેલા શેરધારકોના બેંક ખાતામાં આ ડિવિડન્ડની રકમ 20 ઓગસ્ટ 2026 અથવા તે પહેલાં ક્રેડિટ કરી દેવામાં આવશે.

Alldigi Tech Q1 Results FY 2027

ઓલડિગી ટેકે નાણાકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગ દ્વારા જણાવ્યું કે સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળામાં કંપનીની એકીકૃત આવક (Consolidated Revenue) ₹150.3 કરોડ રહી છે, જે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળા (Q1 FY26) ના ₹143.9 કરોડની સરખામણીએ 4.4 ટકાનો વાર્ષિક વધારો દર્શાવે છે. જોકે, અગાઉના ત્રિમાસિક ગાળા (Q4 FY26) ના ₹154.7 કરોડની સરખામણીએ તેમાં 2.8 ટકાનો નજીવો ઘટાડો થયો છે.

કંપનીનું EBITDA વાર્ષિક ધોરણે 13.1 ટકાના જોરદાર ઉછાળા સાથે ₹41.4 કરોડ પર પહોંચી ગયું છે, જે ગયા વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ₹36.6 કરોડ હતું. કંપનીએ જણાવ્યું કે કાર્યક્ષમતા અને AI-આધારિત કાર્યકુશળતાની સાથે બહેતર રેવેન્યુ મિક્સને કારણે EBITDA માર્જિન વાર્ષિક ધોરણે 210 બેસિસ પોઈન્ટ વધીને 27.5 ટકા થઈ ગયું છે, જે Q1 FY26માં 25.4 ટકા હતું.

કંપનીનો નફો વાર્ષિક ધોરણે 21.7 ટકા ઉછળીને ₹18.1 કરોડ થઈ ગયો છે, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં ₹14.9 કરોડ હતો.

20, 30, 40 અને 50 હજાર રૂપિયા બેઝિક સેલરી પર 35 વર્ષની નોકરી, રિટાયરમેન્ટ પર કેટલું બનશે PF કોર્પસ ?

Follow Us