ALERT! ઝડપથી પતાવી લો આ કામ, નહીં તો 1 જુલાઈથી વધુ TDS ભરવો પડશે, ડેબિટ-ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ અટકી જશે

|

Jun 19, 2021 | 8:29 AM

જો તમે તમારા પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) ને તમારા આધાર(Aadhaar) સાથે લિંક(Link) કરવામાં નિષ્ફળ જાઓ છો, તો તમારે બેંકિંગ સેવાઓ, ડેબિટ(Debit) અને ક્રેડિટ કાર્ડ(Credit Card), મોબાઇલ બેન્કિંગ અને UPI દ્વારા ઓનલાઇન પેમેન્ટમાં અડચણોનો સામનો કરવો પડી શકે છે.

ALERT! ઝડપથી પતાવી લો આ કામ, નહીં તો 1 જુલાઈથી વધુ TDS ભરવો પડશે, ડેબિટ-ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ અટકી જશે
PAN - AADHAAR 1 જુલાઈ પેહલા લિંક કરવું જરૂરી

Follow us on

જો તમે તમારા પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) ને તમારા આધાર(Aadhaar) સાથે લિંક(Link) કરવામાં નિષ્ફળ જાઓ છો, તો તમારે બેંકિંગ સેવાઓ, ડેબિટ(Debit) અને ક્રેડિટ કાર્ડ(Credit Card), મોબાઇલ બેન્કિંગ અને UPI દ્વારા ઓનલાઇન પેમેન્ટમાં અડચણોનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય તમે વ્યાજ, ડિવિડન્ડ અને અન્ય આવકના સ્ત્રોત પર વધુ ટીડીએસ ભરવો પડી શકે છે અને તમારું ટ્રેડિંગ(Trading) અને ડિમેટ ખાતું (Demat Accounts) બિનકાર્યક્ષમ બની શકે છે.

આવું એટલા માટે બનશે કે આવકવેરાના નિયમોમાં તાજેતરના સુધારાના કારણે 30 જૂન, 2021 ના રોજ અથવા તે પહેલાં આધારને પાન સાથે જોડવાનું ફરજિયાત બનાવ્યું છે. ૧ જુલાઈથી જો પાન આધાર સાથે જોડાયેલ નહીં હોય તો ઇન્કમ ટેક્સ રૂલ્સ ૧૯૬૨ની કલમ 114AAA (3) મુજબ પણ બિન કાર્યક્ષમ બનશે

વધુ TDS ભરવો પડશે
નિયમ 114AAA (3) મુજબ જેનું આધાર લિંક ન કરવાને કારણે PAN બ્લોક થઈ જાય છે તેમને અધિનિયમની કલમ 206AA મુજબ TDS 20 ટકાના ઊંચા દરે ભરવો પડશે. 20 ટકાના ઉચ્ચ દરે TDS ફક્ત તે લોકોનો કાપવામાં આવશે જે હાલમાં TDS ના દાયરામાં છે. ઉદાહરણ તરીકે FD પર વ્યાજ અને ડિવિડન્ડમાંથી આવક કે જ્યાં ટીડીએસ લાગુ પડતો નથી ત્યાં કોઈ અસર થશે નહીં.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

પ્રત્યેક વ્યક્તિ કે જેને PAN ફાળવવામાં આવ્યો છે અને આધાર નંબર મેળવવા માટે પાત્ર છે તેણે આવકવેરા એક્ટ 1961ની કલમ 139AA મુજબ 30 જૂન 2021 સુધીમાં આવકવેરા વિભાગ (PAN- Aadhaar Linkage) ને અપડેટ કરવું પડશે.

આધાર અને પાન કાર્ડને લિંક થયું છે કે નહીં તેનું સ્ટેટ્સ કઈ રીતે જાણી શકાય ?
પાન સાથે આધારને લિંક કરવાની ઘણી રીતો છે. તમે આ કાર્યને 567678 અથવા 56161 પર SMS કરીને પરિપૂર્ણ કરી શકો છો. આધાર-પાનને લિંક કરવા માટે તમારા મોબાઇલ પર કેપિટલ લેટરમાં IDPN ટાઈપ કરી અને તેને 567678 અથવા 56161 નંબર પર મોકલો. તમે આધાર લિંક પર પાનની સ્થિતિ એસએમએસ દ્વારા ચકાસી શકો છો. તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબરમાંથી 12 અંકનો આધાર નંબર દાખલ કરો અને પછી જગ્યા આપીને 10 અંકનો પાન નંબર લખો. આ એસએમએસ 567678 અથવા 56161 પર મોકલો. તમને જવાબમાં સ્ટેટસ મળશે.

Next Article