ALERT: શું જૂની ચલણી નોટ અને સિક્કા તમને લખપતિ બનાવી શકે છે? જાણો મામલે શું કહે છે RBI

|

Aug 05, 2021 | 8:25 AM

રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યું છે કે જૂની નોટો અથવા સિક્કાની ખરીદી વેચાણની બનાવટી ઓફરનો શિકાર ન થવું જોઈએ. હકીકતમાં કેટલાક તકવાદીઓ જુદી જુદી નોટો અને સિક્કાઓની ખરીદી અને વેચાણથી સંબંધિત ઓનલાઇન અને ઓફલાઇન માધ્યમથી છેતરપિંડી દ્વારા સામાન્ય લોકો પાસેથી RBI ના નામે ફી અથવા કમિશનની માંગ કરી રહ્યા છે.

સમાચાર સાંભળો
ALERT: શું જૂની ચલણી નોટ અને સિક્કા તમને લખપતિ બનાવી શકે છે? જાણો મામલે શું કહે છે RBI
INDIAN OLD CURRENCY

Follow us on

હાલના સમયમાં સોશિયલ મીડિયા પર જૂની નોટો અને સિક્કાઓની ખરીદી અને વેચાણ અંગે ઘણા પ્રકારની પોસ્ટ જોવા મળી રહી છે. આ પોસ્ટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે જો તમારી પાસે વિશેષ સિક્કા અથવા નોટ છે તો તમે લાખો રૂપિયા મેળવી શકો છો. RBIએ આવા સમાચારો અંગે એક પ્રકાશન બહાર પાડ્યું છે, લોકોને આ લોભામણી પોસ્ટથી સાવચેત રહેવાની ચેતવણી આપી છે

રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યું છે કે જૂની નોટો અથવા સિક્કાની ખરીદી વેચાણની બનાવટી ઓફરનો શિકાર ન થવું જોઈએ. હકીકતમાં કેટલાક તકવાદીઓ જુદી જુદી નોટો અને સિક્કાઓની ખરીદી અને વેચાણથી સંબંધિત ઓનલાઇન અને ઓફલાઇન માધ્યમથી છેતરપિંડી દ્વારા સામાન્ય લોકો પાસેથી RBI ના નામે ફી અથવા કમિશનની માંગ કરી રહ્યા છે. આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે આવી જાળમાં ફસાવું ન જોઈએ.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

 

RBI એ શું કહ્યું?
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ સ્પષ્ટ કર્યું છે કે તે જૂની નોટો કે સિક્કા વેચવા જેવા કોઈ સોદામાં સામેલ નથી અને કોઈ પણ પ્રકારનું કમિશન કે પૈસા લેતી નથી. કેન્દ્રીય બેંકે એક ટ્વીટ દ્વારા જણાવ્યું છે કે RBIના કોઈ સભ્ય, કર્મચારી કે કંપની કે સંસ્થાને આવા વ્યવહારો માટે સત્તા આપવામાં આવી નથી. ભારતીય રિઝર્વ બેંક સામાન્ય લોકોને સલાહ આપે છે કે આવી નકલી અને છેતરપિંડીની ઓફરની જાળમાં ન ફસાવું નહિ. આ પહેલા પણ સમયાંતરે, આરબીઆઈ ગ્રાહકોને આવી છેતરપિંડીથી બચવા માટે એલર્ટ જારી કરતી રહી છે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે તેણે આવા વ્યવહારોમાં તેના વતી ફી અથવા કમિશન વસૂલવા માટે કોઈ સંસ્થા, ફાર્મ, વ્યક્તિ વગેરેને અધિકૃત નથી કર્યા. કેન્દ્રીય બેંકે સલાહ આપી છે કે આવી છેતરપિંડીની ઓફર દ્વારા નાણાંની ઉચાપત કરવા માટે ભારતીય રિઝર્વ બેંકના નામનો ઉપયોગ કરતા તત્વોનો ભોગ બનવું નહિ.

આ પણ વાંચો : 7th Pay Commission:સરકારી કર્મચારીઓના 18 મહિનાના મોંઘવારી ભથ્થાના એરીયરની સ્થિતિ હજુ સ્પષ્ટ નહિ ? જાણો શું છે સરકારનું વલણ

આ પણ વાંચો :  Petrol-Diesel Price Today : જાણો શું છે પેટ્રોલ ડીઝલની તમારા શહેરમાં કિંમત, કરો એક નજર લેટેસ્ટ રેટ ઉપર

Next Article