સોનામાં ભારે ભરખમ ડિસ્કાઉન્ટ, ગ્રાહકોને અક્ષય તૃતીયા ફળશે

સોનાના ભાવમાં વધારો થવા છતાં ઘણી જ્વેલરીની દુકાનો અક્ષય તૃતીયાના અવસર પર તેમના ગ્રાહકોને આકર્ષવા માટે મેકિંગ ચાર્જ અને સોનાના ભાવ પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે.

સોનામાં ભારે ભરખમ ડિસ્કાઉન્ટ, ગ્રાહકોને અક્ષય તૃતીયા ફળશે
| Updated on: Apr 28, 2025 | 5:04 PM

સોનાના ભાવમાં વધારો થવા છતાં ઘણી જ્વેલરીની દુકાનો અક્ષય તૃતીયાના અવસર પર તેમના ગ્રાહકોને આકર્ષવા માટે મેકિંગ ચાર્જ અને સોનાના ભાવ પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. જેમાં સૌથી મોટું નામ તનિષ્ક, સેન્કો ગોલ્ડ, એમપી જ્વેલર્સ અને પીસી ચંદ્ર જ્વેલર્સ જેવી બ્રાન્ડ્સે ખરીદી માટે ઘણી ઑફર્સની જાહેરાત કરી છે.  આ સિવાય જે તે શહેરના સ્થાનિક જ્વેલર્સને ત્યાં પણ સોનાની ખરીદી પર ઘણી ઑફર્સની જાહેરાત કરવામાં આવી છે.

20% સુધીની બંપર છૂટ

તનિષ્ક સોનાના મેકિંગ ચાર્જ પર 20 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે, જ્યારે સેન્કો ગોલ્ડે સોનાના ભાવ પર 350 રૂપિયાનું ડિસ્કાઉન્ટ અને એમાંય મેકિંગ ચાર્જ પર 30 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. હીરાના ઝવેરાત માટે કંપનીએ મેકિંગ ચાર્જ પર 100 ટકા ડિસ્કાઉન્ટ અને કિંમત પર 15 ટકા સુધી ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. એમપી જ્વેલર્સે સોનાના ભાવ પર પ્રતિ ગ્રામ 300 રૂપિયાનું ડિસ્કાઉન્ટ અને મેકિંગ ચાર્જમાં 10 ટકાનો ઘટાડો થશે તેવી ઓફર આપી છે.

મેકિંગ ચાર્જ પર 15% ડિસ્કાઉન્ટ

પીસી ચંદ્ર જ્વેલર્સે સોનાના ભાવ પર પ્રતિ ગ્રામ 200 રૂપિયા, મેકિંગ ચાર્જ પર 15 ટકા અને હીરાની ખરીદી પર 10 ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ લગભગ 9,000 રૂપિયા છે, જે ગયા વર્ષ કરતા 30 ટકાથી વધુ છે.

વધતા ભાવને કારણે વોલ્યુમમાં ઘટાડો થયો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોનાના ભાવમાં વધારો થવાને કારણે વોલ્યુમમાં ઘટાડો થયો છે પરંતુ અક્ષય તૃતીયાના શુભ દિવસે ખરીદીનો માહોલ સારો રહેશે તેવી અપેક્ષા છે. આ વર્ષે, અક્ષય તૃતીયાની સિઝન ઝવેરીઓ માટે શાનદાર રહેશે, જે લગ્ન સિઝનની ખરીદીને ટેકો આપશે. ICRA એનાલિટિક્સના રિપોર્ટ મુજબ, ફેબ્રુઆરી 2025માં ગોલ્ડ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ETFs)માં રોકાણ વાર્ષિક ધોરણે 98.54 ટકા વધીને રૂ. 1,979.84 કરોડ થયું છે, જે એક વર્ષ પહેલાના ફેબ્રુઆરી મહિનામાં રૂ. 997.21 કરોડ હતું.

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો