Airport Privatization : માર્ચ સુધીમાં દેશના 13 એરપોર્ટનું ખાનગીકરણ કરવાનું કેન્દ્રનું લક્ષ્ય, જાણો શું છે સરકારની યોજના

|

Oct 26, 2021 | 10:39 AM

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) એ 6 મોટા એરપોર્ટ - ભુવનેશ્વર, વારાણસી, અમૃતસર, ત્રિચી, ઈન્દોર, રાયપુર અને સાત નાના એરપોર્ટ - ઝારસુગુડા, ગયા, કુશીનગર, કાંગડા, તિરુપતિ, જબલપુર અને જલગાંવનું ખાનગીકરણ માટે મંજૂર કરવામાં આવેલ છે.

Airport Privatization : માર્ચ સુધીમાં દેશના 13 એરપોર્ટનું ખાનગીકરણ કરવાનું કેન્દ્રનું લક્ષ્ય, જાણો શું છે સરકારની યોજના
Air India

Follow us on

કેન્દ્ર સરકાર ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં સરકારી માલિકીની એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) દ્વારા સંચાલિત 13 એરપોર્ટના ખાનગીકરણની પ્રક્રિયા પૂર્ણ કરવાની યોજના બનાવી રહી છે. AAIના પ્રમુખ સંજીવ કુમારે જણાવ્યું હતું કે, “અમે PPP (પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ) મોડલ પર બિડ કરવા માટે ઉડ્ડયન મંત્રાલયને 13 એરપોર્ટની યાદી મોકલી છે. આ નાણાકીય વર્ષના અંત સુધીમાં આ એરપોર્ટ્સ માટે બિડિંગ પૂર્ણ કરવાની યોજના છે.

બિડિંગ માટે જે મોડલ અપનાવવામાં આવશે તે પેસેન્જર દીઠ રેવન્યુ મોડલ હશે. આ મોડેલનો તાજેતરમાં ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે સફળ રહ્યો છે. જેવર એરપોર્ટ (ગ્રેટર નોઈડામાં) પણ આ જ મોડલ પર બોલી લગાવવામાં આવી હતી.

આ એરપોર્ટનું ખાનગીકરણ થશે
સૂત્રોના જણાવ્યા અનુસાર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) એ 6 મોટા એરપોર્ટ – ભુવનેશ્વર, વારાણસી, અમૃતસર, ત્રિચી, ઈન્દોર, રાયપુર અને સાત નાના એરપોર્ટ – ઝારસુગુડા, ગયા, કુશીનગર, કાંગડા, તિરુપતિ, જબલપુર અને જલગાંવનું ખાનગીકરણ માટે મંજૂર કરવામાં આવેલ છે. મોટા રોકાણકારોને આકર્ષવા માટે આ નાના એરપોર્ટને મોટા એરપોર્ટ સાથે જોડવામાં આવશે. દેશમાં પહેલીવાર એવું બન્યું છે કે એરપોર્ટના ખાનગીકરણમાં નાના એરપોર્ટને મોટા એરપોર્ટ સાથે જોડવાનું મોડલ તૈયાર કરવામાં આવી રહ્યું છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ એરપોર્ટના જોડાણની યોજના
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)ની યોજના અનુસાર ઝારસુગુડા એરપોર્ટને ભુવનેશ્વર સાથે જોડવામાં આવશે. કુશીનગર અને ગયા એરપોર્ટને વારાણસી સાથે, કાંગડાને અમૃતસર સાથે, જબલપુરને ઈન્દોર સાથે, જલગાંવને રાયપુર સાથે અને ત્રિચીને તિરુપતિ એરપોર્ટ સાથે જોડવામાં આવશે.

અદાણી ગ્રુપ દ્વારા સૌથી વધુ બોલી લગાવવામાં આવી હતી
ખાનગીકરણના છેલ્લા રાઉન્ડમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી જૂથે તમામ 6 એરપોર્ટ – અમદાવાદ, જયપુર, લખનૌ, તિરુવનંતપુરમ, મેંગલોર અને ગુવાહાટીને હસ્તગત કરવા માટે મોટી બોલી લગાવી હતી. કેટલાક એરપોર્ટ માટે બિડ લગભગ બમણી હતી. કેન્દ્ર સરકારને આશા છે કે તે 13 એરપોર્ટની હરાજીમાંથી મોટી રકમ એકઠી કરી શકે છે.

Air India – Tata ડીલ ઉપર લાગી અંતિમ મહોર
સોમવારે સરકારી માલિકીની ઉડ્ડયન કંપની એર ઈન્ડિયા(Air India)ના વેચાણ માટે ટાટા સન્સ(Tata Sons) સાથે શેર પરચેઝ એગ્રીમેન્ટ(share purchase agreement) પર હસ્તાક્ષર થયા છે. ટાટા સન્સને એર ઈન્ડિયામાં પરત ફરતા કુલ 68 વર્ષ લાગ્યા છે. વર્ષ 1953 માં ભારત સરકારે ટાટા સન્સ પાસેથી એર ઈન્ડિયામાં માલિકી ખરીદી હતી. ૬૮ વર્ષ બાદ બંને પક્ષ વચ્ચે ડીલનું પુનરાવર્તન થયું છે તેમ કહી શકાય

 

આ પણ વાંચો :  Air India – Tata ડીલ ઉપર લાગી અંતિમ મહોર, 18000 કરોડ રૂપિયાના કરારના શેર પરચેઝ એગ્રીમેન્ટ પર થયા હસ્તાક્ષર

આ પણ વાંચો : IPO : ચાલુ સપ્તાહે બે કંપનીઓ લાવી રહી છે રોકાણ માટેની તક, જાણો IPO અને કંપનીની યોજનાઓ વિશે વિગતવાર

Next Article