હવાઇ મુસાફરી થશે મોંઘી : જાણો હાઇ ફ્રિક્વન્સી ફ્લાઇટ રૂટ પરના ભાડામાં કેટલો વધારો ઝીંકાયો

|

Oct 22, 2021 | 12:10 PM

એરલાઇન કંપનીઓ પર ખર્ચનું દબાણ વધ્યું છે. ઉદ્યોગના એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે, "ઉડ્ડયન ટર્બાઇન ફ્યુઅલ (ATF) ની કિંમતો વાર્ષિક ધોરણે લગભગ બમણી થઈ છે, જેને કારણે ફ્લાઈટના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે."

હવાઇ મુસાફરી થશે મોંઘી : જાણો હાઇ ફ્રિક્વન્સી ફ્લાઇટ રૂટ પરના ભાડામાં કેટલો વધારો ઝીંકાયો
Flight (File Photo)

Follow us on

દિવાળીના તહેવાર પહેલા જ હાઇ-ફ્રીક્વન્સી ફ્લાઇટ રૂટ (High Frequency Flight ) પરના ભાડામાં વધારો ઝીંકવામાં આવ્યો છે.ઉંચી માંગને કારણે વાર્ષિક ધોરણે 30-45 ટકાનો વધારો થયો છે. ટ્રાવેલ પોર્ટલ ixigo ના ડેટા અનુસાર, મુંબઈ-દિલ્હી અને મુંબઈ-કોલકાતા સહિત ટોચના 10 બુક કરાયેલા રૂટ પર સરેરાશ વન-વે ઈકોનોમી ક્લાસ ભાડા વાર્ષિક ધોરણે 30 ટકા,જ્યારે બેંગ્લોર-કોલકાતા રૂટ પર આ વધારો 40 ટકા અને દિલ્હી-કોલકાતા રૂટ પર 45 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

આ શહેરના રૂટ પર ઓછું ભાડું

જો કે, દિલ્હી-પટના અને બેંગલોર-પટના રૂટ પર વાર્ષિક ધોરણે ભાડું 25 ટકા ઓછું કરવામાં આવ્યુ છે. તમને જણાવી દઈએ કે, અહીંયા હવાઈ મુસાફરીની સરખામણીમાં ટ્રેનોની મુસાફરી (Train) વધી રહી છે, કારણ કે ટ્રેનોના ભાડામાં ઘટાડો થયો છે.

Air Coolers : ઉનાળામાં ઠંડી હવા આપશે આ 5 સસ્તા કુલર, કિંમત 5000 રૂપિયાથી ઓછી
કાવ્યાની ટીમના 23 વર્ષના ખેલાડીએ IPLમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી
શેરડીના રસમાં કયા વિટામિન ભરપૂર હોય છે?
મુકેશ અંબાણીની Jio યુઝર્સને ભેટ, 365 દિવસના પ્લાનમાં મળશે 912.5 GB ડેટા ફ્રી !
Navratri: નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો, તમારા જીવનમાં ગરીબી છવાઈ જશે!
તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?

એડવાન્સ બુકિંગમાં પણ નોંધપાત્ર વધારો થયો

એક મીડિયા રિપોર્ટ અનુસાર ભારતમાં રસીકરણને (Vaccination) કારણે કોરોના રોગચાળા બાદ મુસાફરી વધી રહી છે. જેના કારણે એડવાન્સ ખરીદીની પેટર્નમાં પણ ફેરફાર થયો છે. ઓક્ટોબર મહિનામાં એડવાન્સ બુકિંગમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, કોરોના રોગચાળાના સમયે મોટાભાગના લોકો મુસાફરી પહેલા જ ટિકિટ બુક કરાવી રહ્યા હતા.

દૈનિક ટ્રાફિકમાં 75 ટકા સુધીનો વધારો

ગયા વર્ષે આ જ સમયે એરલાઇન્સને 70 ટકા ક્ષમતા પર સંચાલન કરવાની મંજૂરી આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, નવેમ્બરમાં 2020માં રોગચાળા પહેલા દૈનિક ટ્રાફિક 50 ટકા પણ નહોતો. પરંતુ હવે દૈનિક ટ્રાફિક વધીને 70-75 ટકા થયો છે. સરકાર દ્વારા વધેલી માંગ અને તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને ભાડામાં વધારો કરવામાં આવ્યો છે.

ફ્લાઈટના ભાડામાં આ કારણે થયો વધારો

એરલાઇન કંપનીઓ પર પણ ખર્ચનું દબાણ વધ્યું છે. ઉદ્યોગના એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે, “ઉડ્ડયન ટર્બાઇન ફ્યુઅલ (ATF) ની કિંમતો વાર્ષિક ધોરણે લગભગ બમણી થઈ છે.” જેને કારણે ફ્લાઈટના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

 

 

આ પણ વાંચો: Sovereign Gold Bond: દિવાળી પહેલા સરકાર સસ્તી કિંમતે સોનું વેચશે, જાણો ક્યાંથી અને કઈ રીતે મળશે સસ્તું સોનું

આ પણ વાંચો: દિવાળી પહેલા Gautam Adani લાવી શકે છે IPO, આ બે કંપનીઓ પણ ચાલુ મહિનામાં કમાણીની તક લાવે તેવા અનુમાન

Published On - 12:08 pm, Fri, 22 October 21