એરલાઈને એર ઈન્ડિયામાં પેશાબ કરવાના આરોપસર શંકર મીશ્રા ચાર મહિના માટે પ્રતિબંધ મૂક્યો છે. વાત એમ છે કે, 26 નવેમ્બરના રોજ, એર ઈન્ડિયાની ફ્લાઈટમાં, આરોપી શંકર મિશ્રાએ નશાની હાલતમાં એક વૃદ્ધ મહિલા સહ-પ્રવાસી પર કથિત રીતે પેશાબ કર્યો હતો. આ ઘટના લગભગ એક મહિના પછી મીડિયામાં આવી જ્યારે પીડિત મહિલાએ આ ઘટના અંગે એર ઈન્ડિયાને લેખિતમાં ફરિયાદ કરી. શંકર મિશ્રા હાલમાં જેલમાં છે અને અનેક અરજીઓ બાદ પણ કોર્ટે તેમને જામીન આપ્યા નથી.
આ પહેલા એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે તેણે આરોપી પર 30 દિવસ માટે પ્રતિબંધ લગાવી દીધો છે. પરંતુ હાલમાં જ એરલાઇન કંપનીએ ગુરુવારે એક આંતરિક રિપોર્ટ રજૂ કર્યો છે જેમાં આ માહિતી આપવામાં આવી છે. જેમાં આ કેસ સાથે જોડાયેલી ઘણી ચોંકાવનારી માહિતી પણ સામે આવી છે.
જણાવી દઈએ કે આરોપી શંકર મિશ્રા વતી પિતા અને વકીલે અનેક નિવેદનો આપ્યા છે અને આ કેસને બરતરફ કરવાનું કહ્યું છે. જોકે, કોર્ટે હજુ સુધી આરોપીને જામીન પર મુક્ત કર્યા નથી. તાજેતરમાં, કોર્ટમાં અપીલ દરમિયાન, શંકર મિશ્રાના વકીલે કહ્યું કે તેમના અસીલે પેશાબ કર્યો નથી. તેના બદલે તે મહિલાએ પોતે જ પેશાબ કર્યો છે કારણ કે તે પ્રોસ્ટેટ સંબંધિત કોઈ બિમારીથી પીડિત છે.
Air India passenger urinating incident of Nov 26, 2022 | Shankar Mishra banned for four months by Air India: Air India official to ANI#TV9News
— Tv9 Gujarati (@tv9gujarati) January 19, 2023
આ દરમિયાન શંકર મિશ્રાના વકીલે પણ કહ્યું કે મહિલા કથક ડાન્સર છે અને કથક ડાન્સર મહિલાઓમાં આ પ્રકારની સમસ્યા સામાન્ય છે. આ વિવાદાસ્પદ દલીલ બાદ શંકર મિશ્રાને જામીન ન મળતાં સમગ્ર દેશમાં તેનો વિરોધ થયો હતો. પુરસ્કાર વિજેતા કથક નૃત્યાંગના અનેક મહિલાઓએ પોતે કેમેરા સામે આવીને કહ્યું કે આ નિવેદનમાં કોઈ સત્ય નથી.
ક્રૂ મેમ્બર તરફથી જ્યારે ફરિયાદ મળી કે શંકર મિશ્રાએ નશાની હાલતમાં એક મહિલા સહ-પ્રવાસી પર પેશાબ કર્યો હતો. ત્યારે ક્રૂએ જઈને જોયું તો શંકર મિશ્રા સૂઈ રહ્યો હતો. જ્યારે શંકર મિશ્રાને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ પોતે પણ આઘાતમાં સરી પડ્યા હતા.