બેંક બાદ હવે સરકારી વીમા કંપનીઓના કર્મચારીઓ હડતાલ પર ઉતરશે, જાણો શું છે કારણ ?

|

Mar 17, 2021 | 8:08 AM

બેંક કર્મચારીઓની બે દિવસની હડતાલ બાદ હવે જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓ (General Insurance Companies) અને ભારતીય જીવન વીમા નિગમ (LIC) ના કર્મચારીઓ આજે 17 માર્ચ અને ગુરુવારે 18 માર્ચ હડતાલ પર ઉતરશે.

બેંક બાદ હવે સરકારી વીમા કંપનીઓના કર્મચારીઓ હડતાલ પર ઉતરશે, જાણો શું છે કારણ ?
File Photo

Follow us on

બેંક કર્મચારીઓની બે દિવસની હડતાલ બાદ હવે જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓ (General Insurance Companies) અને ભારતીય જીવન વીમા નિગમ (LIC) ના કર્મચારીઓ આજે 17 માર્ચ અને ગુરુવારે 18 માર્ચ હડતાલ પર ઉતરશે. આ વીમા કંપનીઓના યુનિયન લીડર્સે જણાવ્યું હતું કે, નોન – લાઈફ અને લાઈફ ઈન્સ્યુરન્સ સેક્ટરના યુનિયન એક જનરલ ઈન્સ્યુરન્સના ખાનગીકરણ, વીમા ક્ષેત્રમાં વિદેશી સીધા રોકાણ (FDI) મર્યાદામાં 74 ટકા સુધીનો વધારો કરવાના અને IPO દ્વારા LIC ના શેરના ડિસઇન્વેસ્ટમેન્ટના વિરોધમાં હડતાલ કરશે.

જનરલ ઇન્શ્યોરન્સ ઓલ ઈન્ડિયા એમ્પ્લોઇઝ એસોસિએશન (GIEAIA) ના જનરલ સેક્રેટરી કે ગોવિંદને કહ્યું હતું કે, જનરલ ઈન્સ્યુરન્સ ક્ષેત્રના તમામ યુનિયનોએ વીમા ક્ષેત્રની FDI મર્યાદા વધારીને 74 ટકા કરી દેવાના, એક કંપનીનું ખાનગીકરણ કરવા અને ચાર કંપનીઓને મર્જ ઉપરાંત પગારમાં સુધારા અંગે વહેલા નિર્ણયની માંગ સાથે બુધવારે હડતાલનો નિર્ણય કર્યો છે.

કેમ કરાઈ હડતાલ?
ઓલ ઈન્ડિયા ઇન્સ્યુરન્સ એમ્પ્લોઇઝ એસોસિએશન (AIIEA) ના જનરલ સેક્રેટરી શ્રીકાંત મિશ્રાએ જણાવ્યું હતું કે, LICની યુનિયન FDI ની મર્યાદાને IPO દ્વારા LIC માં હિસ્સો ઘટાડવા અને પગારમાં સુધારો કરવાની માંગ સાથે 49 ટકાથી વધારીને 74 ટકા કરાઈ છે. ગુરુવારની હડતાલ અંગે મિશ્રાએ કહ્યું કે, એલઆઈસી મેનેજમેન્ટે ચાર રાઉન્ડની વાટાઘાટો બાદ પગારમાં 16 ટકાનો વધારો કરવાનો પ્રસ્તાવ મુક્યો છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

ઓલ ઇન્ડિયા એમ્પ્લોઇઝ એસોસિએશન (AIIEA) ની સ્થાયી સમિતિ (જનરલ ઇન્શ્યોરન્સ) ના સેક્રેટરી સંજય ઝાએ કહ્યું કે, અમે નવી પેન્શન સિસ્ટમ નાબૂદ કરવાની અને જૂની પેન્શન સિસ્ટમ ફરીથી અપનાવવાની માંગણી કરી છે. અમે પણ પગાર ધોરણના સુધારણા અંગે ઝડપી નિર્ણય લેવાની માંગણી કરીએ છીએ.

વીમા કંપનીઓની ઓફિસો 17 માર્ચે બંધ રહેશે
નેશનલ ઇન્સ્યુરન્સ (National insurance),ઓરિએન્ટલ ઇન્સ્યુરન્સ (Oriental insurance), યુનાઇટેડ ઇન્સ્યુરન્સ (United insurance) અને ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યુરન્સ (New India Insurance) સહિતના વીમા ઉદ્યોગની તમામ કચેરીઓ 17 માર્ચે બંધ રહેશે. આ ચાર કંપનીઓની 7,500 થી વધુ શાખાઓ છે અને કર્મચારીઓની કુલ સંખ્યા 60,000 થી વધુ છે.

દરમિયાન નેશનલ ઈન્સ્યુરન્સ કંપની (National Insurance Company)ના વીમા કર્મચારીઓ અને અધિકારીઓએ સંયુક્તપણે બુધવારે હડતાલમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો હતો.

Next Article