આઈટીની કંપનીઓમાં છટણીનો દોર અટકવાનું નામ નથી લઈ રહ્યો. ગૂગલ અને માઈક્રોસોફ્ટ બાદ હવે ટેક કંપની SAPએ ગુરૂવાર કહ્યું કે કંપનીની 3,000 નોકરીઓ અથવા તેના વૈશ્વિક કર્મચારીઓના 2.5 ટકા ઘટાડવાની યોજના છે. કંપનીએ એ પણ કહ્યું કે તે Qualtricsમાં પોતાના બાકી ભાગના વેચાણ પર પણ વિચાર કરશે. જર્મનીની સોફ્ટવેર કંપનીએ કહ્યું કે તે ખર્ચમાં ઘટાડો કરવાની છે અને પોતાના ક્લાઉડ બિઝનેસ પર ફોક્સ કરશે.
SAP લેટેસ્ટ ટેકનોલોજી કંપની છે, જે અલ્ફાબેટની ગૂગલ, માઈક્રસોફ્ટ અને એમેઝોનના હજારો લોકોની છટણી કર્યા બાદ નોકરીઓમાં ઘટાડો કરવા જઈ રહી છે. કંપની મુશ્કેલ આર્થિક સ્થિતિઓ માટે પોતાને તૈયાર કરી રહી છે.
રોયટર્સના એક રિપોર્ટ મુજબ કંપનીના મુખ્ય નાણાકીય અધિકારી Luka Mucicએ કહ્યું કે અમે 2023 માટે મધ્યમ ખર્ચ બચત અસરની અપેક્ષા કરી રહ્યા છે અને જે 2024માં વધારે દેખાશે. 2024 સુધી લગભગ 300 મિલિયન યૂરોથી 350 મિલિયન યૂરોની બચત કરવામાં આવશે.
જર્મનીમાં કંપનીનું હેડક્વાર્ટર છે. જ્યાં કંપની 200થી વધારે નોકરીઓમાં ઘટાડો કરશે. આ છટણી પહેલા ચોથા ક્વાર્ટરમાં SAPના ક્લાઉડ બિઝનેસમાં 30 ટકા આવકમાં વધારો થયો હતો. તેમાં સોફ્ટવેર માટે મજબૂત ડિમાન્ડે મદદ કરી હતી. SAPએ Qualtricsમાં પોતાની ભાગીદારીને વેચવાની પ્રક્રિયા પણ શરૂ કરી હતી. તેને 2018માં કંપનીને 8 અરબ ડોલરમાં ખરીદી હતી અને 2021માં લગભગ 21 અરબ ડોલરની વેલ્યુએશન પર કંપનીને જાહેર કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Hindenburg ના રીપોર્ટના કારણે અદાણી ગ્રુપના શેરોમાં આવ્યું તોફાન, જાણો સમગ્ર મામલો
હાલના સમયમાં સર્વે સોફ્ટવેર વેચનારી કંપની Qualtricsની માર્કેટ વેલ્યુ 7 અરબ ડોલર છે અને SAPની લગભગ 71 ભાગીદારી છે. Mucicએ કહ્યું કે આ વેચાણથી એક સાથે મોટો વધારો થશે. તેમને કહ્યું કે તેનાથી SAPના નફામાં વધારો થશે પણ હાલના સમયમમાં આ આઉટલુકમાં દેખાઈ રહી નથી.
SAPનું અનુમાન છે કે આ વર્ષમાટે તેનો કોર ઓપરેટિંગ પ્રોફિટ 8.8થી 8.9 બિલિયન યૂરોનો રહેશે. તેને 2023 માટે ક્લાઉડ રેવેન્યૂના અનુમાનને વધારીને 15.3થી 15.7 બિલિયન યૂરો કરી દીધો છે. ગયા વર્ષે 12.56 બિલિયન યૂરો રહ્યો હતો. પરંપરાગત રીતે જ્યારે આર્થિક પરિસ્થિતિ મુશ્કેલ બને છે, ત્યારે ખર્ચ ઘટાડવા માટે સ્ટાફ ઘટાડવામાં આવે છે, એટલે કે છટણી શરૂ થાય છે.