એર ઈન્ડિયા બાદ બીજી કંપની ખાનગી હાથમાં, સરકારે આ કંપનીને 210 કરોડ રૂપિયામાં વેચવાની મંજૂરી આપી

|

Nov 29, 2021 | 9:52 PM

માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ અને વિજ્ઞાન અને ટેક્નોલોજી રાજ્ય પ્રધાન જિતેન્દ્ર સિંહ વ્યૂહાત્મક ડિસઈન્વેસ્ટમેન્ટની વૈકલ્પિક પદ્ધતિમાં સામેલ છે.

એર ઈન્ડિયા બાદ બીજી કંપની ખાનગી હાથમાં, સરકારે આ કંપનીને 210 કરોડ રૂપિયામાં વેચવાની મંજૂરી આપી
File Image

Follow us on

સરકારે સોમવારે સેન્ટ્રલ ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (Central Electronics Limited)ને નંદલ ફાયનાન્સ એન્ડ લીઝિંગ (Nandal Finance and Leasing)ને 210 કરોડમાં વેચવાની મંજૂરી આપી છે. એર ઈન્ડિયા પછી સરકાર દ્વારા આ બીજી વ્યૂહાત્મક હિસ્સાનું વેચાણ છે. હાલમાં સરકારે એર ઈન્ડિયાના સંચાલનની જવાબદારી ટાટાને આપી છે અને તેની પૂરી પ્રક્રિયા ઝડપી જ પૂરી થવાની છે.

 

 

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

એક સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એક વૈકલ્પિક પદ્ધતિ હેઠળ સૌથી ઉંચી બોલી લગાવનારી કંપની નંદલ ફાયનાન્સ એન્ડ લીઝિંગ પ્રાઈવેટ લિમિટેડને સેન્ટ્રલ ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડમાં સરકારની 100 ભાગીદારી વેચવાની મંજૂરી આપવામાં આવી. CEL એક સરકારી ઉપક્રમ છે, જે વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન વિભાગ અથવા DSIR હેઠળ આવે છે. નંદલ ફાયનાન્સે સૌથી વધુ 210 કરોડ રૂપિયાની બોલી લગાવી છે.

 

 

માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ અને વિજ્ઞાન અને ટેક્નોલોજી રાજ્ય પ્રધાન જિતેન્દ્ર સિંહ વ્યૂહાત્મક ડિસઈન્વેસ્ટમેન્ટની વૈકલ્પિક પદ્ધતિમાં સામેલ છે. એક ન્યૂઝ એજન્સી મુજબ CEL માટે બે કંપનીઓએ બોલી લગાવી હતી, નંદલ ફાયનાન્સે 210 કરોડ રૂપિયા અને જેપીએમ ઈન્ડસ્ટ્રીઝે 190 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી પણ નંદલ ફાયનાન્સ એન્ડ લીઝિંગનીન બોલી ઉંચી રહી, તેથી સીઈએલને તેના નામ પર મંજૂરી આપવાનો નિર્ણય થયો. નંદલ ફાયનાન્સે જે બોલી લગાવી છે, તે રિઝર્વ પ્રાઈસથી પણ વધારે છે, સરકારી નિવેદનમાં આ વાત કહેવામાં આવી છે.

 

સરકારે પહેલા આપી દીધી હતી જાણકારી

નાણા મંત્રાલયે આ વર્ષે ઓક્ટોબર મહિનામાં કહ્યું હતું કે તેમને સેન્ટ્રલ ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડમાં સરકારના 100 ટકા હિસ્સાના વેચાણ માટે નાણાકીય બિડ મળી છે. તેના વિશે DIPAM સેક્રેટરી તુહીન કાંત પાંડેએ એક ટ્વીટ દ્વારા જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે તે સમયે તેમને જણાવ્યું નહતુ કે કેટલી કંપનીઓ તરફથી બિડ મળી હતી.

 

સોમવારે સરકારે જણાવ્યું કે નંદલ ફાયનાન્સે 210 કરોડ રૂપિયાની અને જેપીએમ ઈન્ડસ્ટ્રીઝે 190 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. ત્યારબાદ નંદલ ફાયનાન્સની બોલી ઉંચી હોવાના કરાણે તેને CEL વેચવાની મંજૂરી આપવામાં આવી હતી.

જાણો CEL વિશે

સીઈએલની સ્થાપના 1974માં કરવામાં આવી હતી. નેશનલ લેબોરેટરીઝ એન્ડ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઈન્સ્ટીટ્યૂશન દ્વારા દેશમાં તૈયાર ટેક્નોલોજીનો ઉપયોગ વધારેમાં વધારે કેવી રીતે કરી શકીએ તેની જવાબદારી CELને આપવામાં આવી હતી. CEL દેશમાં સોલર ફોટોવોલ્ટિકના ક્ષેત્રમાં અગ્રણી છે. જેને 1977માં ભારતની પ્રથમ સોલર સેલ અને 1978માં પ્રથમ સોલર પેનલ વિકસિત કરવાની સાથે સાથે 1992માં ભારતનો પ્રથમ સોલર પ્લાન્ટ ચાલુ કરવાનું ગૌરવ પ્રાપ્ત છે.

 

કંપનીએ 2015માં ખાસ કરીને પેસેન્જર ટ્રેનની છત પર ઉપયોગ કરવા માટે પ્રથમ ક્રિસ્ટલ ફ્લેક્સિબલ સોલર પેનલ્સ વિકસાવી અને તેનું ઉત્પાદન કર્યું. તેની સોલાર પ્રોડક્ટ્સ આંતરરાષ્ટ્રીય ધોરણોની છે. CEL રેલવે સેક્ટરમાં સિગ્નલિંગ અને ટેલિકોમ્યુનિકેશન માટે નવા અને અદ્યતન ઉત્પાદનોની શ્રેણીના વિકાસ પર આગળ કામ કરી રહી છે.

 

આ પણ વાંચો: કૃષિ બિલ મંજૂર થયા બાદ હવે 750 ખેડૂતોના મૃત્યુ અને MSPનો મુદ્દો ઉઠાવવામાં આવશે: રાકેશ ટિકૈતનું નિવેદન

 

આ પણ વાંચો: આગામી 3 દિવસ દરમિયાન હવામાનમાં થશે ફેરફાર, ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

Next Article