અદાણીની આ કંપનીના શેર હજુ પણ 74 ટકા સસ્તા, 3800નો શેર આટલામાં મળી રહ્યો છે
અદાણી ગ્રુપ હિંડનબર્ગના રિપાર્ટ બાદ હવે મહદઅંશે મુક્ત થઈ ગયું છે. સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત મળી છે. તેમ છતાં આમાંથી કેટલાક શેરો રિકવર થયા, કેટલાકમાં ઉછાળો આવ્યો અને કેટલાક હજુ પણ નરમાઈ છે. ત્યારે અદાણીનો આ શેર છેલ્લા એક વર્ષની સરખામણીમાં 74 ટકા નીચે છે.
ગયા વર્ષે જાન્યુઆરીમાં હિંડનબર્ગના અહેવાલે અદાણી ગ્રુપની કંપનીઓના શેર આસમાનેથી તળીએ લાવી દીધા હતા. અદાણી ગ્રુપ હિંડનબર્ગના રિપાર્ટ બાદ હવે મહદઅંશે મુક્ત થઈ ગયું છે. સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત મળી છે. તેમ છતાં આમાંથી કેટલાક શેરો રિકવર થયા, કેટલાકમાં ઉછાળો આવ્યો અને કેટલાક હજુ પણ નરમાઈ છે. અત્યારે પણ અદાણી ટોટલ ગેસ (ATG) છેલ્લા એક વર્ષની સરખામણીમાં 74 ટકા ડાઉન છે.
એક વર્ષ પહેલા અદાણી ટોટલ ગેસના સ્ટોકની કિંમત રૂ. 3805.45 હતી અને હાલ તેની કિંમત રૂ. 990.50 છે. જ્યારે અદાણી પાવરના દર લગભગ બમણા થઈ ગયા છે. અદાણી એન્ટરપ્રાઇઝના શેર લગભગ 16 ટકા ઘટીને રૂ. 2925.05માં વેચાઈ રહ્યા છે. અદાણી ટ્રાન્સમિશન જે હવે અદાણી એનર્જી સોલ્યુશન્સ તરીકે ઓળખાય છે, તે છેલ્લા એક વર્ષમાં 60 ટકાથી વધુ ડાઉન થયો છે. તે હવે રૂ. 2710.65થી ઘટીને રૂ. 1065.50 પર આવી ગયો છે. અદાણી વિલ્મર પણ રૂ. 566થી ઘટીને રૂ. 356.60 પર આવી ગયો છે.
અદાણી ગ્રીન 18.18 ટકા નીચે છે. એક વર્ષ પહેલા 1954.30 રૂપિયાની કિંમતનો આ સ્ટોક 1599 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. શેર રૂ. 2184ના 52 સપ્તાહના ઉચ્ચ સ્તરેથી ઘટીને રૂ. 439.10 થયો હતો. તે તેની 52 સપ્તાહની નીચી સપાટીથી લગભગ સાડા ત્રણ ગણા ઉપર છે. અદાણી પાવર ઉડાન ભરી રહ્યો છે. અદાણી પાવર છેલ્લા એક વર્ષમાં લગભગ બમણો ઉછાળો આવ્યો છે. આ સ્ટોક રૂ. 277.40થી 90.94 ટકા વધીને હવે રૂ. 529.95 પર પહોંચી ગયો છે.
અદાણી પોર્ટ્સે 48 ટકા વળતર આપ્યું છે. છેલ્લા એક વર્ષમાં અદાણી પોર્ટ્સે 48.83 ટકા વળતર આપ્યું છે. આ સ્ટોક 19 જાન્યુઆરી, 2023ના રોજ 776.05 રૂપિયાની કિંમતથી વધીને 1155 રૂપિયા થઈ ગયો છે.
નોંધ : અમે અહીં માત્ર માહિતી આપી રહ્યા છીએ. શેરબજારમાં રોકાણ કરવું જોખમોને આધીન છે, રોકાણ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લો.
આ પણ વાંચો : આધાર કાર્ડને લઈને મોટા સમાચાર, નોંધણીથી લઈને અપડેટ સુધીના નિયમો બદલાયા