Adani Groupની મુસીબત ઓછી થવાનું નામ લઈ રહી નથી, હવે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ અમદાવાદએ દંડાત્મક કાર્યવાહી કરી, જાણો સમગ્ર મામલો

|

May 23, 2023 | 7:42 AM

એવો આરોપ છે કે અદાણી પાવરે કોન્ટ્રાક્ટના રજિસ્ટરમાં સંબંધિત પક્ષના વ્યવહારો અને અન્ય હકીકતો જાહેર કરી નથી. આ કંપની એક્ટ 2013નું ઉલ્લંઘન છે. નિયમો અનુસાર કંપનીઓ માટે કોઈપણ સંબંધિત પક્ષના કરાર અથવા વ્યવહારો વિશે માહિતી આપવી ફરજિયાત માનવામાં આવે છે.

Adani Groupની મુસીબત ઓછી થવાનું નામ લઈ રહી નથી, હવે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ અમદાવાદએ  દંડાત્મક કાર્યવાહી કરી, જાણો સમગ્ર મામલો

Follow us on

અદાણી ગ્રુપ(Adani Group)ની કંપની અદાણી પાવર(Adani Power) અને તેના કેટલાક એક્ઝિક્યુટિવ્સ પર લાદવામાં આવેલા દંડ સામે અપીલ દાખલ કરવાની પ્રક્રિયામાં છે. અદાણી પાવરના પ્રવક્તાએ આ માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે 16 મેના રોજ અમદાવાદના રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ (ROC)એ અદાણી પાવરના ચેરમેન ગૌતમ અદાણી સહિત ત્રણ વરિષ્ઠ અધિકારીઓ પર દંડ ફટકાર્યો હતો. ગૌતમ અદાણી(Gautam Adani) ઉપરાંત કંપનીના એમડી રાજેશ અદાણી અને સંપૂર્ણ સમયના ડિરેક્ટર વિનીત એસ જૈનને પણ દંડ ફટકારવામાં આવ્યો છે. આ તમામને 75,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

કોર્પોરેટ અફેર્સ મંત્રાલયની વેબસાઈટ પર જાહેર કરાયેલા આદેશ અનુસાર આ અધિકારીઓએ ત્રણ મહિનાની અંદર અનુક્રમે રૂપિયા 75,000નો દંડ ભરવો પડશે પરંતુ તેમની પાસે 60 દિવસની અંદર આદેશ સામે અપીલ કરવાની તક છે.

આખો મામલો શું છે?

એવો આરોપ છે કે અદાણી પાવરે કોન્ટ્રાક્ટના રજિસ્ટરમાં સંબંધિત પક્ષના વ્યવહારો અને અન્ય હકીકતો જાહેર કરી નથી. આ કંપની એક્ટ 2013નું ઉલ્લંઘન છે. નિયમો અનુસાર કંપનીઓ માટે કોઈપણ સંબંધિત પક્ષના કરાર અથવા વ્યવહારો વિશે માહિતી આપવી ફરજિયાત માનવામાં આવે છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

કંપનીનું શું કહેવું છે?

કંપનીએ કહ્યું કે તે કંપનીના રજિસ્ટ્રારના આદેશને દૂર કરવા માટે પ્રાદેશિક નિયામક સમક્ષ અપીલ દાખલ કરવાની પ્રક્રિયામાં છે. આ સાથે કંપનીએ રેગ્યુલેટર દ્વારા લગાવવામાં આવેલા આરોપોને પણ ફગાવી દીધા હતા.

સોમવારનો દિવસ અદાણી માટે ખુબ રાહત આપનારો રહ્યો હતો. શેરબજાર ખુલતાની સાથે જ સોમવાર 22 મેના રોજ અદાણી ગ્રુપના શેર્સમાં બમ્પર તેજી જોવા મળી હતી. અદાણી ગ્રુપ ની તમામ 10 કંપનીઓના શેર તેજી સાથે ખુલ્યા હતા. શેર વધવાને કારણે ગૌતમ અદાણીની નેટવર્થમાં પણ વધારો થયો છે. શેરમાં આ તેજી હિંડનબર્ગના આરોપોની તપાસ માટે રચાયેલી સુપ્રીમ કોર્ટની કમિટીના રિપોર્ટ બાદ આવી છે જેમાં અદાણીને ક્લીનચીટ મળી હતી.

અદાણી પાવરના શેરમાં પણ તેજી જોવા મળી હતી. આ સ્ટૉકમાં અપર સર્કિટ લાગી હતી. 5%ના વધારા સાથે 247.90 પર ટ્રેડ થઈ બંધ રહ્યો છે. આ શેર અપર સર્કિટ પર અથડાયો છે.

આ પણ વાચો: Mukesh Ambani New Business : મુકેશ અંબાણી 20 હજાર કરોડના આઈસ્ક્રીમ બિઝનેસમાં ધૂમ મચાવશે

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:04 am, Tue, 23 May 23

Next Article