Adani Group Stocks : ગૌતમ અદાણીની કંપનીઓના શેરમાં સતત બીજા દિવસે જબરદસ્ત ઉછાળો, અદાણી એન્ટરપ્રાઇઝમાં 15%ની તેજી

|

May 23, 2023 | 10:14 AM

Adani Group Stocks : આજે મંગળવારે સતત બીજા દિવસે શેરબજારમાં સકારાત્મક શરૂઆત થઈ હતી. મજબૂત વૈશ્વિક સંકેતોના કારણે શેરબજારમાં સતત ત્રીજા દિવસે તેજી જોવા મળી રહી છે. BSE સેન્સેક્સ 130 પોઈન્ટની મજબૂતાઈ સાથે 62,093 પર ટ્રેડ કરી રહ્યો છે. એ જ રીતે નિફ્ટી પણ 65 પોઈન્ટના ઉછાળા બાદ 18,379 પર ટ્રેડ થઈ રહ્યો છે.

Adani  Group  Stocks : ગૌતમ અદાણીની કંપનીઓના શેરમાં સતત બીજા દિવસે જબરદસ્ત ઉછાળો, અદાણી એન્ટરપ્રાઇઝમાં 15%ની તેજી

Follow us on

Adani Group Stocks : આજે મંગળવારે સતત બીજા દિવસે શેરબજારમાં સકારાત્મક શરૂઆત થઈ હતી. મજબૂત વૈશ્વિક સંકેતોના કારણે શેરબજારમાં સતત ત્રીજા દિવસે તેજી જોવા મળી રહી છે. BSE સેન્સેક્સ 130 પોઈન્ટની મજબૂતાઈ સાથે 62,093 પર ટ્રેડ કરી રહ્યો છે. એ જ રીતે નિફ્ટી પણ 65 પોઈન્ટના ઉછાળા બાદ 18,379 પર ટ્રેડ થઈ રહ્યો છે. માર્કેટની મજબૂતાઈમાં મેટલ શેરો મોખરે છે.બીએસઈ સેન્સેક્સમાં સમાવિષ્ટ 30માંથી 24 શેરોમાં ખરીદી જોવા મળી રહી છે. અદાણીના શેર્સમાં આજે પણ તેજી જોવા મળી છે. ગૌતમ અદાણીની તમામ કંપનીઓના શેરમાં જોરદાર ખરીદી જોવા મળી રહી છે. તેના તમામ સ્ટોક લીલા નિશાન ઉપર કારોબાર કરી રહ્યા છે.

અદાણીના શેર્સમાં જબરદસ્ત ખરીદી થઈ હતી (May 23, 2023 9:23AM)

Company Name CMP /
Change Rs/%
Volume Value
(Rs. Lakhs)
Adani Enterprises 2,558.10 3,189,670 74,177.37
232.55
10.00%
Adani Wilmar 488.8 1,565,350 6,956.42
44.4
9.99%
Adani Power 260.4 735,603 1,824.30
12.4
5.00%
Adani Transmission 866.6 11,669 96.31
41.25
5.00%
Adani Green Energy 989.5 141,178 1,330.46
47.1
5.00%
Adani Total Gas 757.4 28,831 207.97
36.05
5.00%
Adani Ports &Special 762.3 2,606,030 19,014.90
32.65
4.47%

સોમવારે પણ તેજી રહી હતી

અદાણી ગ્રુપના ફ્લેગશિપ સ્ટોકમાં મજબૂત ઉછાળો જોવા મળ્યો છે. સૌથી મોટો ઉછાળો ફ્લેગશિપ સ્ટોક અદાણી એન્ટરપ્રાઇઝિસમાં આવ્યો હતો અને તેના શેર લગભગ 19 ટકાના વધારા સાથે બંધ થયા હતા.

નિષ્ણાંતનો અભિપ્રાય

દેવેન ચોક્સી MD, KRChoksey Holdings Pvt. Ltdનું કહેવું છે કે અદાણી ગ્રૂપ પર સેબીની તપાસના પરિણામ પછી તે મજબૂત આંકડો પાર કરવાઅંગે વધુ વિશ્વાસ રાખી શકે છે. મૂળભૂત રીતે અમે વર્તમાન વેલ્યુએશન વિશે ખાતરી રાખીએ છીએ અને માનીએ છીએ કે વર્તમાન વેલ્યુએશન પર વર્તમાન સ્તરોથી 15% થી 20% સુધી વધી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

દેશની સૌથી મોટી વીમા કંપની LIC માટે પણ શેરબજારનો મૂડ ઘણો સારો રહ્યો છે. અદાણી ગ્રૂપના શેરમાં ઉછાળાને કારણે LICને કરોડોનો ફાયદો થયો છે. વાસ્તવમાં એક મીડિયા રિપોર્ટ જણાવે છે કે સુપ્રીમ કોર્ટની પેનલે તેના રિપોર્ટમાં અદાણી ગ્રૂપને એવો સંકેત આપ્યો છે કે શેર્સમાં છેતરપિંડીનો આરોપ ન શોધવામાં સેબીની નિષ્ફળતા હોવાનું તારણ કાઢવું ​​શક્ય નથી. જેના કારણે અદાણી ગ્રુપના શેરમાં જબરદસ્ત વધારો થયો છે.

આ પણ વાંચો : Ray Stevenson Death: ‘RRR’ અભિનેતા રે સ્ટીવનસનનું 58 વર્ષની વયે અવસાન, માર્વેલ અને થોર જેવી ફિલ્મોમાં પણ કર્યું છે કામ

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:36 am, Tue, 23 May 23

Next Article