વોટર કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ અને પાસપોર્ટ કરતાં પણ વધુ મહત્વનું છે આધાર કાર્ડ, જાણો શું છે તેમાં ખાસ

|

Dec 20, 2021 | 11:58 PM

જો તમારી પાસે ડ્રાઈવિંગ લાયસન્સ ન હોય તો તમે વાહન ચલાવી શકતા નથી, જો તમારી પાસે પાસપોર્ટ ન હોય તો તમે વિદેશ જઈ શકતા નથી, પરંતુ જો તમારી પાસે આધાર કાર્ડ નથી તો તમારા ઘણા મહત્વના અને જરૂરી કામ પુરા થવા તો છોડો, શરૂ પણ નહી થઈ શકે.

વોટર કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ અને પાસપોર્ટ કરતાં પણ વધુ મહત્વનું છે આધાર કાર્ડ, જાણો શું છે તેમાં ખાસ
Aadhar card (Symbolic Image)

Follow us on

આધાર કાર્ડ (Aadhar card) વર્તમાન સમયનું સૌથી મહત્વપૂર્ણ ઓળખ કાર્ડ (ઓળખનો પુરાવો) છે. એમાં કોઈ શંકા નથી કે આધાર કાર્ડનું મહત્વ ચૂંટણી કાર્ડ (Voter ID Card), ડ્રાઈવિંગ લાયસન્સ (Driving License) અને પાસપોર્ટ (Passport) કરતા પણ વધુ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને અન્ય સેવાઓનો લાભ લેવા માટે પણ આધાર કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સિવાય જો તમે કોઈ પ્રાઈવેટ કંપનીમાં નોકરી માટે જાઓ છો તો ત્યાં પણ તમારી પાસે ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ માંગવામાં આવે છે.

 

નવા મોબાઈલ નંબર, લોન, ગેસ કનેક્શન, વીજળી કનેક્શન, પાણીનું કનેક્શન, મકાન ખરીદ-વેચાણ, બેંક ખાતું ખોલાવવા, મતદાર આઈડી, ડ્રાઈવિંગ લાઇસન્સ, પાસપોર્ટ વગેરે જેવા જરૂરી દસ્તાવેજો બનાવવા માટે પણ આધાર જરૂરી છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

 

 12 અંકના આધાર નંબરમાં રેકોર્ડ કરવામાં આવતી હોય છે તમામ માહિતી

એટલું જ નહીં, શાળા-કોલેજમાં પ્રવેશ માટે પણ આધાર જરૂરી છે. આ બધા કામો સિવાય પણ એવા ઘણા કામો છે જ્યાં આધાર જરૂરી છે. તમને જણાવી દઈએ કે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) તમામ નાગરિકો માટે આધાર કાર્ડ જાહેર કરે છે. આધાર કાર્ડ એ 12 અંકનો એક વિશેષ નંબર છે જેમાં તમારી બધી વિગતો હાજર હોય છે. આધાર કાર્ડ એ નાગરિકોની ઓળખનો પુરાવો છે, જો કે તે નાગરિકતાનો પુરાવો નથી.

 

 

આધાર કાર્ડ અન્ય ઓળખ પત્રોથી શા માટે અલગ છે?

આધાર કાર્ડ ભારતના કોઈપણ ખૂણે કોઈપણ વ્યક્તિની ઓળખ અને સરનામાના પુરાવા તરીકે માન્ય છે. આધાર કાર્ડમાંના બાકીના IDની જેમ, ફક્ત ચિત્ર, નામ અને સરનામું જ નહીં પણ તમારી ઓળખનો સૌથી નક્કર પુરાવો જેમ કે ફિંગરપ્રિન્ટ્સ અને આઈરિસ સ્કેન પણ હાજર છે.

 

આધાર કાર્ડમાં વ્યક્તિનું નામ, પિતા કે પતિનું નામ, ઉંમર, જન્મ તારીખ, લિંગ, સરનામું, મોબાઈલ નંબર, ઈમેઈલ એડ્રેસ (વૈકલ્પિક) ઉપરાંત બંને હાથની દસ ફિંગર પ્રિન્ટ, આઈરિસ સ્કેન અને ફોટોગ્રાફનો સમાવેશ થાય છે. આ વિશેષતાઓને કારણે આધાર કાર્ડ બાકીના ઓળખ પત્રોથી ઘણું અલગ છે.

 

આધાર કાર્ડ બનાવવા માટે કોઈ વય મર્યાદા નથી

આ સિવાય આધાર કાર્ડ બનાવવા માટે કોઈ વય મર્યાદા નથી. નવજાત બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિનું પણ આધાર કાર્ડ બને છે. પરંતુ વોટર આઈડી, ડ્રાઈવિંગ લાયસન્સ ફક્ત તે લોકો માટે જ બનાવવામાં આવે છે જેમની ઉંમર 18 વર્ષથી વધુ છે. કારણ કે દેશમાં મતદાનનો અધિકાર અને વાહન ચલાવવાનો અધિકાર 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને જ આપવામાં આવ્યો છે.

 

જો તમારી પાસે મતદાર કાર્ડ ન હોય તો તમે મતદાન કરી શકતા નથી, જો તમારી પાસે ડ્રાઈવિંગ લાઇસન્સ ન હોય તો તમે વાહન ચલાવી શકતા નથી, જો તમારી પાસે પાસપોર્ટ ન હોય તો તમે વિદેશ જઈ શકતા નથી પરંતુ જો તમારી પાસે આધાર કાર્ડ નથી તો તમારા ઘણા મહત્વના અને જરૂરી કામ પુરા થવા તો છોડો, શરૂ પણ થઈ શક્તા નથી.

 

આ પણ વાંચો :  ‘કરણ જોહરની પાર્ટીમાં મહારાષ્ટ્રના કયા મંત્રી ગયા’, નામ જણાવો અથવા માફી માંગો, મુંબઈના મેયરે ભાજપ નેતાને આપ્યો પડકાર

Next Article