Aadhaar Update Free: જો તમે તમારા આધાર કાર્ડમાં નામ, સરનામું, નંબર વગેરેને ઓનલાઈન અપડેટ કરવા માંગો છો અને તે પણ Free માં!!! તો આજે તમારી પાસે છેલ્લી તક છે. આધાર અપડેટ કરવા માટે 50 રૂપિયાનો ચાર્જ લેવામાં આવે છે પરંતુ આજે 14 જૂન સુધી યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) ની સત્તાવાર વેબસાઈટ પરથી વસ્તી વિષયક વિગતોને ઓનલાઈન અપડેટ કરવાની સુવિધા નિઃશુલ્ક આપી છે. આ ફ્રી સેવા માત્ર ડેમોગ્રાફિક ડેટા એટલે કે નામ, સરનામું, જન્મ તારીખ, લિંગ, મોબાઈલ નંબર, ઈમેલના અપડેટ માટે ઉપલબ્ધ છે.જો કોઈ વ્યક્તિ તેના ફોટોગ્રાફ, આઈરિસ અથવા અન્ય બાયોમેટ્રિક વિગતો અપડેટ કરવા માંગે છે તો તેણે હજી પણ આધાર નોંધણી કેન્દ્ર(Aadhar Enrollment Center)ની મુલાકાત લેવી પડશે અને અપડેટ માટે જરૂરી ફી પણ ચૂકવવી પડશે.
UIDAI એ નાગરિકો માટે દર 10 વર્ષે તેમની આધાર વિગતો અપડેટ કરવાનું ફરજિયાત બનાવ્યું છે. વધુમાં સરકારે હવે બાળકોની આધાર વિગતો અપડેટ કરવા માટેની માર્ગદર્શિકા લાગુ કરી છે. આદેશ મુજબ જ્યારે બાળક 15 વર્ષની ઉંમરે પહોંચે ત્યારે તમામ બાયોમેટ્રિક્સ અપડેટ માટે સબમિટ કરવા જોઈએ. વિગતો અપડેટ રાખવાથી એ સુનિશ્ચિત થશે કે સરકાર આધાર સંબંધિત સેવાઓમાં સુધારો કરશે અને આધાર પ્રમાણીકરણ સફળતા દરમાં વધારો કરશે. બાયોમેટ્રિક વિગતો અપડેટ કરવા માટે આધાર નોંધણી કેન્દ્રની મુલાકાત લઈ શકાય છે.
આ પણ વાચો: US Debt Ceiling: અમેરિકામાં હાલ પૂરતો મંદીનો ખતરો ટળ્યો, સંકટમાં ભારતના પણ 224 અબજ ડોલર અટવાયા છે