Aadhaar PAN Card Linking : આજકાલ લોકોને આધાર કાર્ડ (Aadhaar Card) અને પાન કાર્ડ(PAN Card) ની ડગલે ને પગલે જરૂર પડે છે. આ બે મહત્વપૂર્ણ દસ્તાવેજો દરેક જગ્યાએ જરૂરી છે. આધાર કાર્ડનો ઉપયોગ મોટાભાગે આઈડી પ્રૂફ તરીકે થાય છે. આવી સ્થિતિમાં સરકારે જન્મેલા બાળકો માટે આધાર કાર્ડ બનાવવાની સુવિધા શરૂ કરી છે. બીજી તરફ પાન કાર્ડનો ઉપયોગ ફક્ત નાણાકીય વ્યવહારો માટે જ થાય છે.
આજકાલ જ્યારે તમે બેંક એકાઉન્ટ ખોલવા જાઓ છો ત્યારે સૌથી પહેલા તમારા પાન કાર્ડની માંગણી કરવામાં આવે છે. સાથે જ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે પાન કાર્ડ જરૂરી છે. આ સ્થિતિમાં તમારા તમામ નાણાકીય કાર્યો પાન કાર્ડ વિના અટકી જશે.
સરકારે આ બે મહત્વપૂર્ણ દસ્તાવેજોને એકબીજા સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. 31 માર્ચ 2022 પહેલા બંને દસ્તાવેજોને લિંક કરવા જરૂરી છે નહીં તો તમારે રૂપિયા 10,000 સુધીનો દંડ ભરવો પડી શકે છે. તમારો પરમેનન્ટ એકાઉન્ટ નંબર નિષ્ક્રિય પણ થઇ શકે છે. તે કિસ્સામાં 31 માર્ચ પહેલા આ બંનેને લિંક કરવાની ખાતરી કરો. જો કે છેલ્લા કેટલાક દિવસોથી પાન અને આધાર કાર્ડને લિંક કરવામાં મુશ્કેલીઓ અંગે ઘણી ફરિયાદો મળી રહી છે. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે બંને દસ્તાવેજોમાં નામ, DOB, OTP, મોબાઈલ નંબર વગેરે જેવી વિગતો એકબીજા સાથે મેળ ખાતી નથી.
તમને જણાવી દઈએ કે જો તમને PAN અને Aadhaar Linking કરવામાં મુશ્કેલી આવી રહી છે તો ચિંતા કરવાની જરૂર નથી. આ સમસ્યાનો ઉકેલ એ છે કે પાન કાર્ડમાં ખોટી માહિતી હોવાના કિસ્સામાં તમે આવકવેરા વિભાગની વેબસાઇટ પર જઈને તેને ઠીક કરી શકો છો. બીજી તરફ જો આધાર કાર્ડમાં ખોટી માહિતી છે તો તમે UIDAIની વેબસાઇટ પર જઈને તેને ઠીક કરી શકો છો.
આ પણ વાંચો : ઓમાનમાં ફસાયેલી નડિયાદની યુવતી કેન્દ્ર સરકારના પ્રયાસોથી પરત ફરી, પરિવારમાં આનંદની લાગણી
Published On - 8:27 pm, Fri, 18 February 22