Aadhaar Card : શું તમારા આધાર કાર્ડ સાથે કોઈ છેતરપિંડી તો નથી થઇ રહીં ને!!! આ રીતે ખાતરી કરો

|

Apr 27, 2022 | 11:44 AM

આપણે બધા જાણીએ છીએ કે આધાર કાર્ડમાં આપણું નામ, સરનામું, પિતા અથવા પતિનું નામ અને ફોટો તેમજ ફિંગર પ્રિન્ટ હોય છે. આવી સ્થિતિમાં ઘણા લોકોને ડર છે કે કોઈ વ્યક્તિ તેમના આધાર કાર્ડનો દુરુપયોગ કરી શકે છે.

Aadhaar Card : શું તમારા આધાર કાર્ડ સાથે કોઈ છેતરપિંડી તો નથી થઇ રહીં ને!!! આ રીતે ખાતરી કરો
આધારકાર્ડનો દુરુપયોગ અટકાવી શકાશે

Follow us on

આધાર કાર્ડ(Aadhaar Card) આજના સમયનો એક ખૂબ જ મહત્વપૂર્ણ અને અગત્યનો  દસ્તાવેજ છે, જેના વિના તમારા ઘણા મહત્વપૂર્ણ કામ અધૂરા રહી શકે છે. આધાર કાર્ડનું મહત્વ એ વાત પરથી સમજી શકાય છે કે હવે તે માત્ર વડીલો માટે જ નહીં પરંતુ બાળકો માટે પણ ખૂબ જ જરૂરી છે. જો તમારા બાળક પાસે આધાર કાર્ડ નથી તો શાળામાં પ્રવેશ સમયે ઘણી સમસ્યાઓ ઊભી થાય છે. આ સિવાય તમારું બાળક આધાર વગર કોઈપણ સરકારી યોજનાનો લાભ લઈ શકતું નથી. આધારના મહત્વને જોતા તેના દુરુપયોગનું જોખમ પણ વધી જાય છે પરંતુ આધાર સાથે સૌથી સારી બાબત એ છે કે તમે સમય સમય પર માહિતી મેળવી શકો છો કે તેનો ઉપયોગ ક્યારે અને ક્યાં થયો છે.

આધારમાં ઘણી મહત્વપૂર્ણ માહિતી છે

આપણે બધા જાણીએ છીએ કે આધાર કાર્ડમાં આપણું નામ, સરનામું, પિતા અથવા પતિનું નામ અને ફોટો તેમજ ફિંગર પ્રિન્ટ હોય છે. આવી સ્થિતિમાં ઘણા લોકોને ડર છે કે કોઈ વ્યક્તિ તેમના આધાર કાર્ડનો દુરુપયોગ કરી શકે છે. જો તમને પણ આધાર કાર્ડની સુરક્ષા અને દુરુપયોગને લઈને ચિંતા હોય તો તમે આધારની વેબસાઈટ પર જઈને છેલ્લા 6 મહિનામાં તેના ઉપયોગ વિશે માહિતી મેળવી શકો છો. UIDAI ની વેબસાઇટ પર તમારા આધારના ઉપયોગની સંપૂર્ણ વિગતો ઉપલબ્ધ છે તેનો ઉપયોગ ક્યારે અને ક્યાં થયો છે.

આધારની ઓથેન્ટિકેશન હિસ્ટ્રી કેવી રીતે તપાસવી

  • તમારા આધાર ઉપયોગની માહિતી મેળવવા માટે સૌ પ્રથમ UIDAI વેબસાઇટ https://uidai.gov.in/ પર જાઓ.
  • હવે નીચે આવીને Aadhaar Services પર ક્લિક કરો, ત્યારબાદ તમારી સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે.
  • નવા પેજ પર નીચે આવવા પર તમને ઓથેન્ટિકેશન હિસ્ટ્રીનો વિકલ્પ દેખાશે, જ્યાં તમારે ક્લિક કરવાનું રહેશે.
  • ઓથેન્ટિકેશન હિસ્ટ્રીના પેજ પર આવ્યા બાદ તમારે તમારો 12 અંકનો આધાર નંબર અને સુરક્ષા કોડ દાખલ કરવો પડશે.
  • હવે Send OTP પર ક્લિક કરો. હવે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર 6 અંકનો OTP આવશે.
  • 6 અંકનો OTP દાખલ કર્યા પછી સબમિટ પર ક્લિક કરો.
  • હવે ઇતિહાસ વિશેની માહિતી ભરીને OTP ચકાસવા માટે Verify OTP પર ક્લિક કરો.
  • Verify OTP પર ક્લિક કર્યા પછી આધાર ઓથેન્ટિકેશન હિસ્ટ્રી તમારી સ્ક્રીન પર દેખાશે. જ્યાં તમે જોઈ શકશો કે છેલ્લા 6 મહિનામાં તમારું આધાર કાર્ડ ક્યારે અને ક્યાં વપરાયું છે.
  • UIDAI વેબસાઈટ પર આધાર ઓથેન્ટિકેશન હિસ્ટ્રીની તપાસ સંપૂર્ણપણે મફત છે અને તેના માટે કોઈ પણ પ્રકારની ફી નથી.
  • આધાર કાર્ડ ઈશ્યુ કરતી એજન્સી UIDAI એ તમારા આધારને સુરક્ષિત રાખવા માટે ઘણી વિસ્તૃત વ્યવસ્થાઓ કરી છે જેથી કોઈ વ્યક્તિ તમારા આધારનો દુરુપયોગ ન કરી શકે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

આ પણ વાંચો : Rainbow Children’s Medicare IPO : જાણો કંપની અને તેની યોજનાઓ વિશે વિગતવાર

આ પણ વાંચો : LIC IPO નો પ્રાઇસ બેન્ડ રૂ. 902-949 નક્કી કરાયો, પોલિસી ધારકો માટે 10 ટકા શેર આરક્ષિત રહેશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article