ઓનલાઈન ગ્રાહકો માટે ચિંતાનો વિષય, ONDC ચીજવસ્તુઓને મોંઘી બનાવશે કે સસ્તી?

|

May 13, 2023 | 5:02 PM

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ONDC ટૂંક સમયમાં તેના ગ્રાહકોને આંચકો આપી શકે છે. ONDC તેના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ ઉત્પાદનોની કિંમતોમાં વધારો કરી શકે છે. પ્લેટફોર્મ તેના પર મળતી સબસિડી રોકી શકે છે. ONDCએ જણાવ્યું કે તે યુઝર પાસેથી ડિલિવરી ચાર્જ પણ વસૂલશે.

ઓનલાઈન ગ્રાહકો માટે ચિંતાનો વિષય, ONDC ચીજવસ્તુઓને મોંઘી બનાવશે કે સસ્તી?

Follow us on

જો તમે પણ ભોજન કે સામાન ઓનલાઈન ઓર્ડર   (Online Order)કરો છો તો આ સમાચાર તમને ચોંકાવી શકે છે. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે હવે તમારે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવા માટે ભારે ચાર્જ ચૂકવવો પડી શકે છે. હાલમાં જ અમે તમને સરકારના Open Network for Digital Commerce પ્લેટફોર્મ વિશે જણાવ્યું હતું. જે મુજબ ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવા માટે તમારે ઓછો ચાર્જ ચૂકવવો પડતો હતો. પરંતુ હવે આ મુશ્કેલ બની શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સોશિયલ મીડિયાથી મળેલી લોકપ્રિયતા અને ગ્રાહકોની વધતી સંખ્યાને કારણે સરકારના ONDC પ્લેટફોર્મે હવે ગ્રાહકો પાસેથી ચાર્જ વસૂલવાની રણનીતિ બનાવી રહ્યું છે.

ઓનલાઈન ઓફર્સ ઓછી થઈ શકે છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ONDC ટૂંક સમયમાં તેના ગ્રાહકોને આંચકો આપી શકે છે. ONDC તેના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ ઉત્પાદનોની કિંમતોમાં વધારો કરી શકે છે. પ્લેટફોર્મ તેના પર મળતી સબસિડી રોકી શકે છે. ONDCએ જણાવ્યું કે તે યુઝર પાસેથી ડિલિવરી ચાર્જ પણ વસૂલશે. હાલમાં ONDC દરેક વિક્રેતા પાસેથી દરરોજ રૂ. 3,750 ચાર્જ કરે છે. જેને વધારીને તે 2 લાખ 25 કરવાની તૈયારી કરી રહ્યો છે. અગાઉ, ONDC લોજિસ્ટિક્સ માટે દરેક ઓર્ડર પર રૂ. 75નું ડિસ્કાઉન્ટ પણ ઓફર કરતી હતી.

આ પણ વાંચો :  Adani-Hindenburg Case : અદાણી-હિંડનબર્ગ વિવાદ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે, હિંડનબર્ગે અદાણી ગ્રૂપ પર છેતરપિંડી, સ્ટોક મેનિપ્યુલેશનનો આરોપ મૂક્યો હતો

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

ONDC કેવી રીતે લોકપ્રિય બન્યું?

ONDC એટલે કે એક નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારથી તેણે Swiggy-Zomato જેવી ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ્સ સાથે સ્પર્ધા કરવાનું શરૂ કર્યું. જ્યાં Swiggy-Zomato કમિશનના નામે યુઝર પાસેથી 30-40 ટકા સુધી વસૂલે છે. તે જ સમયે, ONDC ગ્રાહકો પાસેથી લગભગ 3 અથવા 4 ટકા ચાર્જ લેતું હતું. આ સિવાય તેણે તેના પ્લેટફોર્મ પર ડિલિવરી પણ ફ્રી કરી છે. સોશિયલ મીડિયા અને લોકો દ્વારા તેની લોકપ્રિયતા વધી અને તેણે Swiggy-Zomatoના ગ્રાહકોને આકર્ષવાનું શરૂ કર્યું છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article