સામાન્ય માણસને ફરી એક મોટો ઝટકો! નવેમ્બર મહિનામાં છૂટક ફૂગાવાના દરમાં થયો વધારો

|

Dec 13, 2021 | 8:17 PM

ભારતીય રિઝર્વ બેંક (RBI) તેની દ્વિ-માસિક નાણાકીય નીતિ નક્કી કરતી વખતે મુખ્યત્વે CPI આધારિત ફુગાવાને જુએ છે. RBIને સરકારે તેને 4 ટકા પર રાખવા કહ્યું છે. જેની સાથે બંને તરફ 2 ટકાનો ટોલરન્સ બેન્ડ આપવામાં આવ્યો છે.

સામાન્ય માણસને ફરી એક મોટો ઝટકો! નવેમ્બર મહિનામાં છૂટક ફૂગાવાના દરમાં થયો વધારો

Follow us on

Inflation Data in November: દેશમાં મોંઘવારી વધતી રહી છે. નવેમ્બરમાં છૂટક ફુગાવાનો દર (CPI) વધીને 4.91 ટકા થઈ ગયો છે. આ પહેલા ઓક્ટોબરમાં છૂટક મોંઘવારી 4.35 ટકા પર રહી હતી. નવેમ્બરમાં ખાદ્ય ચીજવસ્તુઓનો છૂટક ફુગાવો વધીને 1.87 ટકા થયો છે. શાકભાજીના છૂટક ફુગાવાની વાત કરીએ તો તે -13.62 ટકા પર છે.

 

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

બીજી તરફ દાળની છૂટક મોંઘવારી 3.18 ટકા પર રહી છે. કપડા અને ફૂટવેરમાં છૂટક ફુગાવો 7.94 ટકા રહ્યો હતો. ત્યારે તેલ અને ઉર્જાની રિટેલ મોંઘવારી નવેમ્બરમાં 13.35 ટકા પર પહોંચી ગઈ છે. બીજી તરફ ઘરની રિટેલ મોંઘવારી 3.66 ટકા પર રહી છે.

 

RBIને ફુગાવો ઊંચો રહેવાની અપેક્ષા

ભારતીય રિઝર્વ બેંક (RBI) તેની દ્વિ-માસિક નાણાકીય નીતિ નક્કી કરતી વખતે મુખ્યત્વે CPI આધારિત ફુગાવાને જુએ છે. RBIને સરકારે તેને 4 ટકા પર રાખવા કહ્યું છે. જેની સાથે બંને તરફ 2 ટકાનો ટોલરન્સ બેન્ડ આપવામાં આવ્યો છે.

 

RBIને અપેક્ષા છે કે આ વર્ષે બાકી સમયમાં મોંઘવારી વધારે રહેવાની અપેક્ષા છે, કારણ કે બેઝ ઈફેક્ટ વિપરીત હોવાનું કહેવાય છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર ચાલુ નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં મોંઘવારી તેના સર્વોચ્ચ સ્તરે પહોંચી જશે અને તે પછી તેમાં ઘટાડો જોવા મળશે.

 

સરકારી ડેટામાં જોવા મળ્યું કે મોંઘવારીમાં વધારા પાછળનું મુખ્ય કારણ ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો છે. ઓક્ટોબર 2021માં છૂટક ફુગાવાનો દર 4.48 ટકા પર રહ્યો હતો. ત્યારે નવેમ્બર 2020માં છૂટક ફુગાવો 6.93 ટકા પર રહ્યો હતો. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (NSO) દ્વારા બહાર પાડેલા ડેટા મુજબ ગયા મહિને ખાદ્ય મોંઘવારી દર 0.85 ટકા હતો, જે હવે 1.87 ટકા પર પહોંચી ગયો છે.

 

CPI આધારિત મોંઘવારી શું છે?

તમને જણાવી દઈએ કે જ્યારે આપણે ફુગાવાના દરની વાત કરીએ છીએ તો અહીં આપણે કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) પર આધારિત ફુગાવાની વાત કરી રહ્યા છીએ. સીપીઆઈ સામાન અને સેવાઓની છૂટક કિંમતોમાં ફેરફારને ટ્રેક કરે છે. જેને પરિવાર પોતાના દરરોજના વપરાશ માટે ખરીદે છે.

 

 

ફુગાવાને માપવા માટે અમે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન CPIમાં ટકાવારીના વધારાનો અંદાજ લગાવીએ છીએ. અર્થતંત્રમાં કિંમતો સ્થિર રાખવા માટે આરબીઆઈ આ આંકડા પર નજર રાખે છે. CPI ચોક્કસ કોમોડિટી માટે છૂટક કિંમતો માપે છે. આ ગ્રામીણ, શહેરી અને સમગ્ર ભારતમાં જોવા મળે છે. સમયાંતરે ભાવ સૂચકાંકમાં ફેરફારને CPI આધારિત ફુગાવો અથવા છૂટક ફુગાવો કહેવામાં આવે છે.

 

આ પણ વાંચો: PM Modi in Varanasi : દશાશ્વમેધ સહિત 84 ઘાટ દીવાઓથી પ્રગટ્યા, PM મોદીએ ક્રુઝ પર ‘ગંગા આરતી’ નિહાળી

Published On - 8:17 pm, Mon, 13 December 21

Next Article