
કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્વપૂર્ણ અને ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી રાહ જોવાતી 8મા પગાર પંચ અંગે ચર્ચાઓ હવે બળવતર બની છે. કર્મચારી સંગઠનો અને પેન્શનર્સ એસોસિએશનની સતત માંગણીઓ વચ્ચે, આગામી કમિશન હેઠળ પગાર વધારા માટે એક નવી ફોર્મ્યુલા પ્રકાશમાં આવી છે. જે સરકારી કર્મચારીઓ, ઘરે લઈ જતા પગારને ( ટેક હોમ સેલરી) એક નવા સ્તરે વધારી શકે છે.
મીડિયા અહેવાલ મુજબ, 8મા પગાર પંચમાં કર્મચારીઓના મૂળ પગારમાં 65% સુધીનો મોટો વધારો જોવા મળી શકે છે. વધુમાં, મોંઘવારી ભથ્થું (DA) અને ઘર ભાડા ભથ્થા (HRA) અને મુસાફરી ભથ્થા (TA) ના એક્ત્રીકરણ પછી, ખાસ કરીને એન્ટ્રી-લેવલ કર્મચારીઓ (લેવલ-1) માટે પગારમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે.
કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોનું પ્રતિનિધિત્વ કરતી ઘણી સંસ્થાઓએ 8મા પગાર પંચને HRA, પરિવહન ભથ્થું, કુટુંબ એકમના ધોરણો અને મોંઘવારી ભથ્થા (DA) માં સુધારો કરવા આગ્રહ કરી રહ્યાં છે. તેમની દલીલ છે કે વર્તમાન પગાર માળખું હવે જીવન ખર્ચને સચોટ રીતે પ્રતિબિંબિત કરતું નથી, ખાસ કરીને મોટા શહેરોમાં જ્યાં રહેઠાણ અને દૈનિક ખર્ચમાં તીવ્ર વધારો થયો છે.
મોટાભાગના કર્મચારી સંગઠનોએ 8મા પગાર પંચ હેઠળ નોંધપાત્ર રીતે ઊંચા ઘર ભાડા ભથ્થા (HRA) ની માંગ કરી છે. જ્યારે AINPSEF એ X, Y અને Z શ્રેણીના શહેરો માટે અનુક્રમે 36%, 24% અને 12% ના HRA દરનો પ્રસ્તાવ મૂક્યો છે, ત્યારે અન્ય સંગઠનોએ મોંઘવારી ભથ્થા (DA) માં ભવિષ્યના વધારા સાથે જોડાયેલા ઉચ્ચ સ્લેબ 40%, 35% અને 30% ની ભલામણ કરી છે.
આ અંદાજિત વધારો અનેક પરિબળો પર આધારિત છે: 2.10 ફિટમેન્ટ ફેક્ટર, 36% HRA, ₹9,000 નું ટ્રાન્સપોર્ટ ભથ્થું અને સુધારેલા મૂળ પગાર પર 2% DA. આ ફેરફારો અંદાજિત કુલ પગાર ₹37,080 થી વધારીને ₹61,344 કરશે, જે લગભગ 65% નો વધારો દર્શાવે છે.
Published On - 2:50 pm, Mon, 6 July 26