7th pay commission latest news: મોન્સૂન સત્રપૂર્ણ થઇ ચૂક્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં સરકારી મહિલા કર્મચારીઓની ટ્રાન્સફર પોસ્ટિંગનો મુદ્દો ગૃહમાં ગરમાયો હતો. સરકારને આ બાબતે તેની નીતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે રાજ્યસભામાં તેના પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. સરકારને ત્રણ મુખ્ય પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. પહેલો સવાલ એ હતો કે શું સરકાર મહિલા કર્મચારીઓ માટે નવી ટ્રાન્સફર પોલિસી પર કામ કરી રહી છે? આ સિવાય મહિલા સરકારી કર્મચારીઓની કુલ સંખ્યા કેટલી છે? તેમજ કેટલી મહિલાઓ ઘર અને પરિવારથી દૂર કામ કરી રહી છે?
આ પ્રશ્નોના જવાબ Ministry of Personnel, Minister of Public Grievances and Pensions ના મંત્રી જિતેન્દ્ર સિંહે આપ્યા હતા. તેમણે કહ્યું કે હાલમાં મહિલાઓની ટ્રાન્સફર પોસ્ટિંગ અંગે કોઈ અલગ નીતિ નથી. દરેક મંત્રાલય અને દરેક વિભાગની પોતાની માર્ગદર્શિકા છે જે મુજબ ત્યાં કામ કરતા કર્મચારીઓની બદલી અને પોસ્ટિંગ કરવામાં આવે છે. વિભાગ દ્વારા તેની જરૂરિયાત મુજબ આ નિર્ણય લેવામાં આવે છે.
જીતેન્દ્ર સિંહે એમ પણ કહ્યું હતું કે અત્યારે જે મહિલાઓ ઘર અને પરિવારથી દૂર કામ કરી રહી છે અથવા સિંગલ મહિલા છે તેમના ટ્રાન્સફર અને પોસ્ટિંગ અંગે કોઈ ખાસ નિયમો નથી. હાલમાં DoPT મહિલાઓ સહિત તમામ કેન્દ્રીય કર્મચારીઓ માટે ટ્રાન્સફર / પોસ્ટિંગ નિયમ જાળવે છે. તમામ વિભાગોની પોતાની માર્ગદર્શિકા છે જેનું સંપૂર્ણ પાલન થાય છે.
જિતેન્દ્ર સિંહે કહ્યું કે જ્યારે કોઈ પણ કેન્દ્રીય કર્મચારીની બદલી થાય છે ત્યારે મૂળભૂત રીતે લઘુત્તમ કાર્યકાળનું અવલોકન કરવામાં આવે છે. આ સિવાય કર્મચારીની પોસ્ટિંગ માત્ર સિવિલ સર્વિસ બોર્ડ દ્વારા બનાવેલા નિયમો હેઠળ નક્કી કરવામાં આવે છે. દરેક વિભાગની પોતાની પોલિસી હોય છે જે ત્યાં કામ કરતા કર્મચારીઓની સમસ્યાઓ હળવી બનાવે છે.
તાજેતરમાં સરકારે 52 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 60 લાખ પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં 11 ટકા વધારો કરવાની જાહેરાત કરી હતી. તેમનો DA જાન્યુઆરી 2020 થી ફ્રીઝ કરવામાં આવ્યો હતો. 1 જુલાઈથી નવો DA લાગુ કરવામાં આવ્યો હતો. આ કર્મચારીઓ અને પેન્શનરોને હવે 28 ટકા DA નો લાભ મળશે. અગાઉ તે 17 ટકા હતો. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે ગૃહમાં કહ્યું હતું કે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં વધારો થવાને કારણે સરકારી તિજોરી પર લગભગ 34,500 કરોડનો બોજ વધ્યો છે.
આ પણ વાંચો : કર્મચારીઓ માટે સારા સમાચાર ! નિવૃત્તિની ઉંમર અને પેન્શનની રકમ વધવાના મળી રહ્યા છે સંકેત, જાણો શું છે સરકારની યોજના
Published On - 7:28 am, Thu, 19 August 21