7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને ફરી એક વખત સારા સમાચાર મળવાના છે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને સપ્ટેમ્બરથી 28% મોંઘવારી ભથ્થું મળવાનું શરૂ થયું છે. પરંતુ હવે આ દરમિયાન વધુ એક સારા સમાચાર આવી રહ્યા છે ટૂંક સમયમાં જ સરકાર જૂન મોંઘવારી ભથ્થું આપી શકે છે. જો આવું થાય તો કુલ મોંઘવારી ભથ્થું 28% ને બદલે 31% થશે. એટલે કે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં બમ્પર વધારો થવા જઈ રહ્યો છે.
જાણો શું છે DA
મોંઘવારી ભથ્થું કર્મચારીના બેસિક પગારનો એક નિશ્ચિત હિસ્સો છે. દેશમાં મેઘવારીની અસર ઘટાડવા માટે સરકાર તેના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપે છે. તે સમય-સમય પર વધારવામાં આવે છે. પેન્શનર્સને મોંઘવારી રાહત (DR)ના રૂપ પર આ લાભ મળે છે.
કેન્દ્રીય કર્મચારીઓને ફરી એક સારા સમાચાર મળી શકે છે. કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું (DA) અને પેન્શનરો માટે મોંઘવારી રાહત (DR) વધીને 31 ટકા થઈ શકે છે. એટલે કે કર્મચારીઓનો DA ત્રણ ટકા વધી શકે છે. જુલાઈ 2021 માટે મોંઘવારી ભથ્થું (DA) હજી નક્કી કરવામાં નથી આવ્યું, પરંતુ જાન્યુઆરીથી મે 2021 માટે AICPI આંકડાથી ખબર પડી છે તો તે 3 ટકા સુધી વધી શકે છે.
3% DA હજુ વધવાનો બાકી છે
જૂન 2021 માટે મોંઘવારી ભથ્થું હજુ નક્કી કરવામાં આવ્યું નથી. પરંતુ જાન્યુઆરીથી મે 2021 ના AICPI ડેટાના આધારે 3% મોંઘવારી ભથ્થામાં વધુ વધારો થશે. તેની જાહેરાત પણ ટૂંક સમયમાં થવાની છે. હાલમાં તે ક્યારે ચૂકવવામાં આવશે તે નક્કી નથી પરંતુ 3 ટકાના વધારા બાદ મોંઘવારી ભથ્થું 31 ટકા સુધી પહોંચી જશે.
બેઝિક સેલરી પર ગણતરી
28% મોંઘવારી ભથ્થું અનુસાર, 18,000 રૂપિયાના બેઝિક પગાર પર કુલ વાર્ષિક મોંઘવારી ભથ્થું 60,480 રૂપિયા રહેશે પરંતુ તફાવત વિશે વાત કરવામાં આવે તો, પગારમાં વાર્ષિક વધારો 23760 રૂપિયા થશે.
1. કર્મચારીનો બેઝિક સેલરી રૂ 18,000
2. નવું મોંઘવારી ભથ્થું (28%) રૂ 5040 / મહિનો
3. અત્યાર સુધીનું મોંઘવારી ભથ્થું (17%) રૂ 3060 / મહિનો
4. મોંઘવારી ભથ્થું કેટલું વધ્યું 5040-3060 રૂ 1980 / મહિનો
5. વાર્ષિક પગારમાં વધારો 1980X12 રૂ 23760
મહત્તમ બેઝિક સેલેરીની ગણતરી
જો આપણે મહત્તમ બેઝિક સેલેરીની ગણતરી કરીએ, તો 28% મોંઘવારી ભથ્થા મુજબ 56900 રૂપિયાના બેઝિક સેલેરી પર કુલ વાર્ષિક મોંઘવારી ભથ્થું 191,184 રૂપિયા હશે પરંતુ તફાવતની વાત કરીએ તો પગારમાં વાર્ષિક વધારો 75108 રૂપિયા થશે.
1. કર્મચારીનો મૂળ પગાર 56900 રૂપિયા
2. નવું મોંઘવારી ભથ્થું (28%) રૂ. 15932/મહિનો
3. અત્યાર સુધી મોંઘવારી ભથ્થું (17%) રૂ .9673/મહિનો
4. મોંઘવારી ભથ્થામાં 15932-9673 = 6259 રૂપિયા/મહિનો કેટલો વધારો થયો
5. વાર્ષિક પગાર 6259X12 = 75108 રૂપિયા વધારો
31% DA પર ગણતરી
1. કર્મચારીનો મૂળ પગાર 56900 રૂપિયા
2. નવું મોંઘવારી ભથ્થું (31%) 17639/મહિનો
3. અત્યાર સુધી મોંઘવારી ભથ્થું (17%) રૂ .9673/મહિનો
4. મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થયો 17639-9673 = રૂ. 7966 / મહિનો
5. વાર્ષિક પગાર 7966X12 = 95,592 રૂપિયા વધારો
31% મોંઘવારી ભથ્થા મુજબ 56900 રૂપિયાના બેઝિક સેલેરી પર કુલ વાર્ષિક મોંઘવારી ભથ્થું 211,668 રૂપિયા હશે પરંતુ તફાવતની વાત કરીએ તો પગારમાં વાર્ષિક વધારો રૂ 95,592 થશે.
આ પણ વાંચો : ITR Filing : હવે કોઈપણ ચાર્જ વિના ફાઈલ કરી શકાશે Income Tax Return, જાણો પ્રક્રિયા વિગતવાર
આ પણ વાંચો : SBI લાવી ખુશખબર : હવે તમારા ઘરમાં પડેલું સોનું તમને કમાણી કરી આપશે, જાણો કઈ રીતે