7th Pay Commission Latest News: 52 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 60 લાખ પેન્શનરો છેલ્લા દોઢ વર્ષથી રાહ જોતા હતા તે ખુશખબર આખરે તેમના માટે આવી ચુકી છે. નાણાં મંત્રાલયે કેન્દ્ર સરકારના કર્મચારીઓને 1 જુલાઇથી વધારા સાથે 28 ટકા મોંઘવારી ભથ્થું (Dearness Allowance) આપવાના કેન્દ્રીય મંત્રીમંડળના નિર્ણયને લાગુ કરવાનો આદેશ જારી કર્યો છે. દશેરા પહેલા સરકારી કર્મચારીઓને આ લાભ તેમના ખાતામાં જોવા મળી શકે છે.
કેન્દ્રીય મંત્રીમંડળે 1 જુલાઇથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું (Dearness Allowance) અને મોંઘવારી રાહત (Dearness relief) માં દરમાં 11 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો હતો. અત્યારસુધી તે 17 ટકા હતો જે વધીને 28 ટકા થયો છે. નાણાં મંત્રાલય અંતર્ગતના વ્યય વિભાગના ઓફિસ મેમોરેન્ડમમાં કહેવામાં આવ્યું છે કે 1 જુલાઇથી કર્મચારીઓને મોંઘવારી ભથ્થાનો દર 17 ટકાથી વધારીને 28 ટકા કરવામાં આવશે. જે ઓક્ટોબરમાં ખાતાંમાં જમા થશે.
જાણો ગણતરી
7th Pay Commission ના મેટ્રિક્સ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓના લેવલ -1 ની પગારની શ્રેણી રૂ18000 થી લઈ 56900 સુધી છે. આનો અર્થ કે મિનિમમ સેલરી 18000 રૂપિયા છે. સપ્ટેમ્બરમાં કેન્દ્રીય કર્મચારીના પગારમાં કેટલો વધારો જોવા મળી શકે તેની ગણતરી જાણવી જરૂરી છે .
બેઝિક સેલરી પર ગણતરી
1. કર્મચારીનો બેઝિક સેલરી રૂ 18,000
2. અત્યાર સુધીનું મોંઘવારી ભથ્થું (17%) રૂ 3060 / મહિનો
3. મોંઘવારી ભથ્થું કેટલું વધ્યું (11%) 5040-3060 રૂ 1980 / મહિનો
4. નવું મોંઘવારી ભથ્થું (28%) રૂ 5040 / મહિનો
5. વાર્ષિક પગારમાં વધારો રૂ 30168
જોકે, ફાઇનલ સેલરી કેટલી થશે તેની ગણતરી HRA સહિતના અન્ય ભથ્થાં ઉમેર્યા પછી જ આવશે. મોંઘવારી ભથ્થું વધ્યા પછી તમારો પગાર કેટલો વધશે તેના ખ્યાલ માટે આ સરળ ગણતરી છે. આ પછી જ્યારે જૂન 2021 માટે મોંઘવારી ભથ્થું 3% વધારાનો નિર્ણય લેવાય તો પછી આ આખી ગણતરી 31 ટકા થશે.
જાણો શું છે DA
મોંઘવારી ભથ્થું કર્મચારીના બેસિક પગારનો એક નિશ્ચિત હિસ્સો છે. દેશમાં મેઘવારીની અસર ઘટાડવા માટે સરકાર તેના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપે છે. તે સમય-સમય પર વધારવામાં આવે છે. પેન્શનર્સને મોંઘવારી રાહત (DR)ના રૂપ પર આ લાભ મળે છે.
કેન્દ્રીય કર્મચારીઓને ફરી એક સારા સમાચાર મળી શકે છે. કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું (DA) અને પેન્શનરો માટે મોંઘવારી રાહત (DR) વધીને 31 ટકા થઈ શકે છે. એટલે કે કર્મચારીઓનો DA ત્રણ ટકા વધી શકે છે. જુલાઈ 2021 માટે મોંઘવારી ભથ્થું (DA) હજી નક્કી કરવામાં નથી આવ્યું, પરંતુ જાન્યુઆરીથી મે 2021 માટે AICPI આંકડાથી ખબર પડી છે તો તે 3 ટકા સુધી વધી શકે છે.