7th Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, નવા વર્ષમાં પગાર વધારાનાં મળી રહ્યાં છે સંકેત, જાણો ક્યારે થઈ શકે છે જાહેરાત

|

Nov 18, 2021 | 8:18 AM

હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) ની શ્રેણી X, Y અને Z વર્ગના શહેરો અનુસાર છે. એટલે કે X કેટેગરીમાં આવતા કર્મચારીઓને હવે દર મહિને 5400 રૂપિયાથી વધુ HRA મળશે.

7th Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, નવા વર્ષમાં પગાર વધારાનાં મળી રહ્યાં છે સંકેત, જાણો ક્યારે થઈ શકે છે જાહેરાત
MapmyIndia IPO

Follow us on

નરેન્દ્ર મોદી(Narendra Modi) સરકાર નવા વર્ષમાં કેન્દ્રીય કર્મચારીઓને વધુ એક સારા સમાચાર આપી શકે છે. મોદી સરકાર હવે કેન્દ્રીય કર્મચારીઓના વધુ એક ભથ્થા હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA)માં વધારો કરી શકે છે. સરકાર એચઆરએ વધારવા માટે ટૂંક સમયમાં જાહેરાત પણ કરી શકે છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ વધારો આવતા વર્ષે જાન્યુઆરી 2022થી લાગુ થઈ શકે છે. દિવાળી પહેલા કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું (DA) વધારીને 31 ટકા કરવામાં આવ્યું હતું.

કર્મચારીઓએ મોદી સરકારને પ્રસ્તાવ મોકલ્યો
સરકાર HRA વધારવા માટે વિચાર કરી રહી છે. નાણા મંત્રાલયે આ સંબંધમાં 11.56 લાખથી વધુ કર્મચારીઓની હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) લાગુ કરવાની માંગ પર વિચારણા શરૂ કરી દીધી છે. આ પ્રસ્તાવને મંજૂરી માટે રેલવે બોર્ડને મોકલવામાં આવ્યો છે. દરખાસ્ત મંજૂર થયા પછી કર્મચારીઓને જાન્યુઆરી 2021 થી HRA મળશે. HRA મળતાની સાથે જ આ કર્મચારીઓના પગારમાં સારો વધારો થશે. ઇન્ડિયન રેલ્વે ટેકનિકલ સુપરવાઇઝર એસોસિએશન (IRTSA) અને નેશનલ ફેડરેશન ઓફ રેલ્વેમેન (NFIR) એ 1 જાન્યુઆરી, 2021 થી HRA લાગુ કરવાની માંગ કરી છે.

શહેર મુજબ HRA મળે છે
હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) ની શ્રેણી X, Y અને Z વર્ગના શહેરો અનુસાર છે. એટલે કે X કેટેગરીમાં આવતા કર્મચારીઓને હવે દર મહિને 5400 રૂપિયાથી વધુ HRA મળશે. આ પછી Y વર્ગના વ્યક્તિને દર મહિને 3600 રૂપિયા અને પછી Z વર્ગના વ્યક્તિને દર મહિને 1800 રૂપિયાનો HRA મળશે. 50 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો X શ્રેણીમાં આવે છે. આ શહેરોમાં કેન્દ્રીય કર્મચારીઓને 27% HRA મળશે. Y શ્રેણીના શહેરોમાં તે 18 ટકા અને Z શ્રેણીમાં 9 ટકા રહેશે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

અગાઉ કેટલું HRA મળતું હતું
જ્યારે 7 મો પગાર પંચ અમલમાં આવ્યો ત્યારે HRA 30 ટકા, 20 ટકા અને 10 ટકાથી ઘટાડીને 24, 18 અને 9 ટકા કરવામાં આવી હતી. તે માટે ત્રણ X, Y અને Z કેટેગરી પણ બનાવી હતી. આ સમય દરમિયાન DA શૂન્ય થઈ ગયું હતું . તે સમયે જ DoPT ની સૂચનામાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જ્યારે DA 25%નું સ્તર પાર કરે છે ત્યારે HRA આપમેળે વધશે.

 

આ પણ વાંચો : IRCTC માં સિંગાપુર સરકારે હિસ્સો ઘટાડયો, કંપનીના રિટેલ હોલ્ડિંગમાં 21% સુધી વધારો થયો

 

આ પણ વાંચો : Petrol Diesel Price Today: આજે ન બદલાયા પેટ્રોલ – ડીઝલના ભાવ, જાણો તમારા શહેરમાં 1 લીટર ઇંધણની કિંમત શું છે?

Next Article