7th Pay Commission : કેન્દ્ર સરકારે દિવાળી (Diwali 2021) પહેલા સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપવાની તૈયારી કરી લીધી છે. આ સંદર્ભમાં મોદી સરકારે(PM Modi Government) ગયા તાજેતરની કેબિનેટની બેઠકમાં મોંઘવારી ભથ્થા(Dearness Allowance)માં 3 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો હતો. સરકારી કર્મચારીઓને ઓક્ટોબર 2021ના પગારમાં આ વધારાના 3% DA સાથે હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) અને શિક્ષણ ભથ્થું મળશે. બીજા શબ્દોમાં કહીએ તો કેન્દ્રીય કર્મચારીઓને ઓક્ટોબર 2021 માટે પગાર વધારો મળશે.
DA 31 % મળશે
DAની સાથે સરકારે પેન્શનરો માટે મોંઘવારી રાહત (DR)માં પણ 3 ટકાનો વધારો કર્યો છે. DA અને DRમાં આ વધારો 1 જુલાઈ 2021થી લાગુ થશે. હવે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત 28 ટકાથી વધીને 31 ટકા થઈ ગઈ છે. તેનાથી કેન્દ્ર સરકારના 47.14 લાખ કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શનરોને સીધો ફાયદો થશે.
DAમાં કેટલો વધારો થશે?
જો તમારો બેઝિક પગાર 18,000 રૂપિયા છે તો તમને હવે 28 ટકાના દરે 5,030 રૂપિયાના દરે DA મળી રહ્યો છે. હવે તેમાં 3 ટકાનો વધારો થયો છે. હવે 31 ટકા પર તમને 5,580 રૂપિયાનું DA મળશે. બીજા શબ્દોમાં કહીએ તો જો કર્મચારીઓનો બેઝિક પગાર રૂ. 1800 હોય તો DAમાં 540 રૂપિયાની વધારો મળશે. તમારો બેઝિક પગાર જેટલો ઊંચો છે તેટલું વધુ DA મળશે
જાણો શું છે DA?
મોંઘવારી ભથ્થું કર્મચારીના બેસિક પગારનો એક નિશ્ચિત હિસ્સો છે. દેશમાં મેઘવારીની અસર ઘટાડવા માટે સરકાર તેના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપે છે. તે સમય-સમય પર વધારવામાં આવે છે. પેન્શનર્સને મોંઘવારી રાહત (DR)ના રૂપ પર આ લાભ મળે છે. કેન્દ્રીય કર્મચારીઓને ફરી એક સારા સમાચાર મળી રહ્યા છે. કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું (DA) અને પેન્શનરો માટે મોંઘવારી રાહત (DR) વધીને 31 ટકા થઈ શકે છે. એટલે કે કર્મચારીઓનો DA ત્રણ ટકા વધી શકે છે.
એજ્યુકેશન એલાઉન્સ પણ મળશે
7મા પગાર પંચ મુજબ કેન્દ્રીય કર્મચારીઓને રૂ 2250 નું એજ્યુકેશન એલાઉન્સ (Education Allowance) મળે છે. કોવિડ-19 લોકડાઉનને કારણે કર્મચારીઓ ગયા વર્ષે તેનો દાવો કરી શક્યા ન હતા. કેન્દ્ર સરકારે ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ (CEA) દાવાને સ્વ-પ્રમાણિત કર્યું છે. કેન્દ્રીય કર્મચારીઓને રૂ 2250 નું ભથ્થું મળે છે. 2 બાળકોના શિક્ષણ માટે બાળક દીઠ 2,250 મળે છે. જો કર્મચારીઓએ માર્ચ 2020 થી માર્ચ 2021 સુધીના શૈક્ષણિક સત્રનો ક્લેઇમ કર્યો નથી તો તેઓ હવે તે કરી શકે છે.
HRA માં લાભ મળશે
કેન્દ્ર સરકારે આદેશ જારી કરતા કહ્યું છે કે સરકારી કર્મચારીઓના બેઝિક પગારના આધારે ઘર ભાડા ભથ્થા(HRA) અને DA માં વધારો કરવામાં આવે.નિયમો અનુસાર HRA માં વધારો કરવામાં આવ્યો છે કારણ કે DA 25 ટકાથી વધુ થઈ ગયો છે. આ કારણે કેન્દ્ર સરકારે પણ HRA વધારીને 27 ટકા કરવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો : શું PPF સહિતની નાની બચત યોજનાઓ પર વ્યાજ દર ઘટી જશે? જાણો શું કહ્યું RBI એ
Published On - 9:06 am, Tue, 26 October 21