7th pay commission : કેન્દ્ર સરકારના આ કર્મચારીઓને DA માં 14 ટકા વધારાનો લાભ મળશે, જાણો વિગતવાર

|

Feb 05, 2022 | 7:00 AM

CPSEના બોર્ડ લેવલ અને બોર્ડ લેવલથી નીચેના અધિકારીઓને તેનો ફાયદો થશે. આ લોકોના DA માં સુધારો કરવામાં આવ્યો છે.

7th pay commission : કેન્દ્ર સરકારના આ કર્મચારીઓને DA માં 14 ટકા વધારાનો લાભ મળશે, જાણો વિગતવાર
7th pay commission

Follow us on

7th Pay Commission : કેન્દ્ર સરકારે બજેટ બાદ કેન્દ્રીય કર્મચારીઓને મોટા સારા સમાચાર આપ્યા છે. મોદી સરકારે મોંઘવારી ભથ્થા (Dearness allowance – DA)માં વધારો કર્યો છે. બજેટ રજૂ થયા બાદ સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA Hike)માં 14 ટકાનો વધારો કર્યો છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર સરકારે કેન્દ્રીય કર્મચારીઓના DA માં આટલો મોટો વધારો કર્યા બાદ તેમના પગારમાં બમ્પર વધારો થવા જઈ રહ્યો છે. કર્મચારીઓના પગારમાં સીધો 14 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. DA માં આ વધારો માત્ર સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝ (CPSE) કર્મચારીઓ માટે છે. સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝના DA માં જાન્યુઆરીમાં સુધારો કરવામાં આવ્યો હતો. અગાઉ કર્મચારીઓને 170.5 ટકાના દરે DA મળતું હતું જે વધારીને 184.1 ટકા કરવામાં આવ્યું છે.

કર્મચારીઓને કયા સ્તરના લાભો મળશે?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અંડર સેક્રેટરી સેમ્યુઅલ હકે કહ્યું કે CPSEના બોર્ડ લેવલ અને બોર્ડ લેવલથી નીચેના અધિકારીઓને તેનો ફાયદો થશે. આ લોકોના DA માં સુધારો કરવામાં આવ્યો છે. હવે આ તમામ કર્મચારીઓને 184.1 ટકાના દરે DA મળશે.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

DA નું એરિયર્સ મળશે કે નહીં?

મોંઘવારી ભથ્થા (DA)ની બાકી રકમને લઈને મોદી સરકાર તરફથી એક મોટું અપડેટ આવ્યું છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે 18 મહિનાના ડીએના બાકી ચૂકવણી પર હજુ સુધી કોઈ વિચારણા કરવામાં આવી નથી. જાન્યુઆરી 2020 થી જૂન 2021 સુધી કેન્દ્રીય કર્મચારીઓ સતત રોકેલા ડીએની ચુકવણીની માંગ કરી રહ્યા હતા. સરકારી કર્મચારીઓને આશા હતી કે સરકાર DA નું એરિયર્સ આપવાનું વિચારશે પરંતુ સરકાર આ પહેલા પણ ઘણી વખત ખુલાસો કરી ચૂકી છે.

નિવૃત્ત કર્મચારીઓને આ લાભ મળશે

કેન્દ્ર સરકારે નિવૃત્ત થતા કર્મચારીઓને રાહત આપતા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે નિવૃત્ત કર્મચારીઓ માટે સંયુક્ત ટ્રાન્સફર ગ્રાન્ટ નિયમોમાં સુધારો કર્યો છે. તેનાથી કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓને ફાયદો થશે. ભારત સરકારે એવા કિસ્સાઓમાં CTG મર્યાદા નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે કે જ્યાં નિવૃત્ત કર્મચારી ફરજના છેલ્લા સ્ટેશન પર અથવા 20 કિલોમીટરથી વધુ દૂરના સ્ટેશન પર રહે છે. અત્યાર સુધી કેન્દ્ર સરકાર એવા કર્મચારીઓને CTGનો એક તૃતીયાંશ ભાગ ચૂકવે છે જેઓ ફરજના છેલ્લા સ્ટેશન પર અથવા 20 કિલોમીટરથી વધુ દૂર રહેતા નથી.

 

આ પણ વાંચો : શું સરકારે ક્રિપ્ટોને કાનુની માન્ચતા આપી ? જાણો શું કહે છે નીતિ આયોગ

 

આ પણ વાંચો : vedant fashions ipo: માન્યવર બ્રાન્ડ કંપનીનો IPO આજથી લોન્ચ, જાણો શું છે ગ્રે માર્કેટ

Next Article