2000 રૂપિયાની નોટ બંધ થવાના આ છે 5 મોટા કારણો, જાણો સંપૂર્ણ વિગતો
આરબીઆઈ આ ગુલાબી નોટ કેમ બંધ કરવા જઈ રહી છે તેની પાછળ ઘણા કારણો સામે આવી રહ્યા છે. જો આપણે તાજેતરની ઘટનાઓ પર નજર કરીએ તો, લોકો હવે કાળું નાણું રાખવા માટે 2,000 રૂપિયાની નોટનો ઉપયોગ કરવા લાગ્યા છે.
ભારતીય રિઝર્વ બેંકે (RBI) 2000 રૂપિયાની ગુલાબી નોટ પર મોટો નિર્ણય લીધો છે. આરબીઆઈ ટૂંક સમયમાં દેશભરમાં સામાન્ય લોકોમાં ચાલી રહેલી 2000 રૂપિયાની ગુલાબી નોટો પાછી ખેંચી લેશે. આરબીઆઈ આ ગુલાબી નોટ કેમ બંધ કરવા જઈ રહી છે તેની પાછળ ઘણા કારણો સામે આવી રહ્યા છે. જો આપણે તાજેતરની ઘટનાઓ પર નજર કરીએ તો, લોકો હવે કાળું નાણું રાખવા માટે 2,000 રૂપિયાની નોટનો ઉપયોગ કરવા લાગ્યા છે. સરકાર પણ તેને સ્વીકારે છે. 2018-19થી જ આરબીઆઈએ બે હજારની નોટ છાપવાનું બંધ કરી દીધું હતું.
અત્યારે દેશભરમાં સામાન્ય લોકો પાસે 2000ની ગુલાબી નોટો બહુ ઓછી બચી હતી, પરંતુ મોટી સંખ્યામાં એવા લોકો હતા જેમણે આ બે હજારની ગુલાબી નોટનો ઉપયોગ કાળું નાણું રાખવા માટે શરૂ કર્યું હતું. હવે જ્યારે આરબીઆઈએ આ ગુલાબી નોટો બંધ કરવાની જાહેરાત કરી છે, તે સ્પષ્ટ છે કે ફરી એકવાર કાળું નાણું મોટાપાયે બહાર આવવાની આશા છે.
આરબીઆઈના જણાવ્યા અનુસાર જે લોકો બેંકમાં 2000 રૂપિયાની આ ગુલાબી નોટો બદલવા જશે, સરકાર તેમના પર કડક નજર રાખશે. જો કોઈની પાસે 2000 રૂપિયાની નોટ મોટી માત્રામાં જોવા મળે છે તો તે સીધો ED અને RBIના નિશાના હેઠળ આવશે.
2016માં જ્યારે 500 અને 1000 રૂપિયાની નોટો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. ત્યારે મની લોન્ડરિંગ પણ બંધ થઈ ગયું હતું, પરંતુ ધીરે ધીરે આ કામમાં 2000 રૂપિયાની નોટોનો ઉપયોગ થવા લાગ્યો હતો. હવે આ દ્વારા સરકારે ફરી એકવાર મની લોન્ડરિંગ પર જોરદાર પ્રહારો કર્યા છે. હવે પ્રોપર્ટીની લેવડ-દેવડમાં પણ કાળું નાણું અટકશે.
2000 રૂપિયાની નકલી નોટોનું પ્રિન્ટિંગ પણ તેજ ગતિએ થઈ રહ્યું હતું, તેના પર પ્રતિબંધના કારણે એ સ્પષ્ટ થઈ ગયું છે કે બજારમાં 2000 રૂપિયાની તમામ નકલી નોટો પણ સંપૂર્ણપણે નાશ પામશે. આ સિવાય નકલી નોટોની પ્રિન્ટિંગ પર સંપૂર્ણ બ્રેક લાગશે.
જે લોકોના ઘરમાં કાળા નાણાંના રૂપમાં મોટી રકમ જમા છે જેના પર ટેક્સ ભર્યો નથી. આવી સ્થિતિમાં નોટો ઘરની બહાર આવવાની અપેક્ષા છે.