સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં 40 હજાર કરોડનું રોકાણ થયું, અર્થતંત્રમાં મજબૂત રિકવરીના સંકેત

|

Nov 07, 2021 | 1:25 PM

એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (Amfi)ના ડેટા અનુસાર આ પ્રવાહ સાથે સપ્ટેમ્બરના અંત સુધીમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડના સંચાલન હેઠળની સંપત્તિ વધીને રૂ 12.8 લાખ કરોડ થઈ હતી. જૂનના અંત સુધીમાં તે રૂ 11.1 લાખ કરોડ હતો.

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં 40 હજાર કરોડનું રોકાણ થયું, અર્થતંત્રમાં મજબૂત રિકવરીના સંકેત
Investment

Follow us on

સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટર દરમિયાન ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ(Equity Mutual Funds)માં આશરે રૂ. 40,000 કરોડનું રોકાણ થયું છે. ન્યુ ફંડ ઑફર્સ (NFOs)માં મજબૂત નાણાપ્રવાહ અને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIPs)માં સ્થિરતા વચ્ચે ક્વાર્ટર દરમિયાન ઇક્વિટી ફંડ્સને સારું એક્સપોઝર મળ્યું હતું.

એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (Amfi)ના ડેટા અનુસાર આ પ્રવાહ સાથે સપ્ટેમ્બરના અંત સુધીમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડના સંચાલન હેઠળની સંપત્તિ વધીને રૂ 12.8 લાખ કરોડ થઈ હતી. જૂનના અંત સુધીમાં તે રૂ 11.1 લાખ કરોડ હતો.

ડેટા અનુસાર સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઇક્વિટી ફંડ્સમાં રૂ 39,927 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું. જૂન ક્વાર્ટરમાં આ આંકડો 19,508 કરોડ રૂપિયા હતો. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં માર્ચ મહિનાથી રોકાણનો પ્રવાહ સતત વધી રહ્યો છે. અગાઉ જુલાઈ 2020 થી ફેબ્રુઆરી 2021 સુધી સતત આઠ મહિના સુધી આ ભંડોળમાંથી ઉપાડ કરવામાં આવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કેમ વધ્યું?
મોહિત નિગમ, પ્રમુખ – હેમ સિક્યોરિટીઝ જણાવ્યું હતું કે, “ઇક્વિટી ફંડ્સનો સતત પ્રવાહ ભારતીય શેરબજારો તરફ રોકાણકારોની હકારાત્મક લાગણીને પ્રતિબિંબિત કરે છે. અર્થવ્યવસ્થાની રિકવરી સાથે અર્થતંત્ર ઝડપી પુનરુત્થાનના માર્ગ પર છે કંપનીઓ રિકવરી કરી રહી છે.

મ્યુચ્યુઅલ ફંડ નિષ્ણાતો કહે છે કે ઇક્વિટીમાં નાણાપ્રવાહમાં NFOsનો મોટો ફાળો છે. એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (AMCs) સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ના સ્કીમ વર્ગીકરણ નિયમો હેઠળ તેમની ઓફરિંગ પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહી છે. સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ્સ (ELSS) અને વેલ્યુ ફંડ્સ સિવાય તમામ કેટેગરીમાં રોકાણપ્રવાહ જોવા મળ્યો છે.

ઇક્વિટી ફંડ્સની શ્રેણીઓમાં ફ્લેક્સી-કેપ સેગમેન્ટમાં સૌથી વધુ રૂ 18,258 કરોડનું એક્સપોઝર જોવા મળ્યું હતું. આ પછી સેક્ટરલ ફંડ્સમાં રૂ. 10,232 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું અને રૂ. 4,197 કરોડને આકર્ષતા ફંડ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મલ્ટિ-કેપ અને મિડ-કેપ ફંડ્સમાં અનુક્રમે રૂ. 3,716 કરોડ અને રૂ. 3,000 કરોડનો ચોખ્ખો પ્રવાહ મળ્યો હતો.

SIP દ્વારા રોકાણમાં વધારો
SIP માર્ગ દ્વારા રોકાણ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વધીને રૂ. 29,883 કરોડ થયું હતું જે જૂન ક્વાર્ટરમાં રૂ. 26,571 કરોડ હતું. વધુમાં SIPમાં માસિક યોગદાન એપ્રિલમાં થયેલા રૂ 8,596 કરોડથી વધીને સપ્ટેમ્બરમાં રૂ. 10,351 કરોડ થયું છે.

સપ્ટેમ્બરમાં માસિક ઇનપુટ મૂલ્ય રૂ. 10,000 કરોડને પાર કરીને SIP મોરચે સારા સમાચાર ચાલુ છે. આ ખુશીની વાત છે કારણ કે એક વર્ષ અગાઉના રૂ. 8,000 કરોડથી ઘટીને SIP બુકમાં નોંધપાત્ર ઉછાળો છે.

આ પણ વાંચો :  તમારા e-SHRAM Card ની તસ્વીર પસંદ નથી? આ રીતે કરો પોર્ટલ ઉપર ફોટો અપડેટ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

આ પણ વાંચો : 900 વર્ષ જુના મહેલની ઠાઠને ફરી જીવંત કરી રહ્યા છે Mukesh Ambani, મહેલની ભવ્યતા જોઈ તમે અવાચક થઈ જશો

Next Article