4 મિનિટમાં અને 5 સરળ સ્ટેપ્સથી… તમે ફ્રીમાં તમારું ITR ફાઇલ કરી શકો છો, આ ઓનલાઈન પોર્ટલ પર ઉપલબ્ધ છે સુવિધા

|

Dec 09, 2021 | 7:50 AM

Tax2Win લોકોને નાણાકીય વર્ષ 2020-21 માટે ITR ફાઇલ કરવાની સુવિધા વિનામૂલ્યે આપી રહી છે. Tax2Win કહે છે કે તે ગ્રાહકોને 5 સરળ પગલામાં ટેક્સ ફાઈલ કરવાની મંજૂરી આપે છે અને આ કામ માત્ર 4 મિનિટમાં થઈ જાય છે.

4 મિનિટમાં અને 5 સરળ સ્ટેપ્સથી… તમે ફ્રીમાં તમારું ITR ફાઇલ કરી શકો છો, આ ઓનલાઈન પોર્ટલ પર ઉપલબ્ધ છે સુવિધા
ITR Filing

Follow us on

ઇન્કમ ટેક્સ ફાઇલિંગ(income tax filing)ની છેલ્લી તારીખ નજીક આવી રહી છે. સરકારે તેની સમયમર્યાદા 31 ડિસેમ્બર નક્કી કરી છે. સમયસર આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવું અને આરામથી જીવવું મહત્વપૂર્ણ છે. ઓનલાઈન પ્લેટફોર્મ પર એવી ઘણી રીતો છે જ્યાંથી તમે સરળતાથી ITR ફાઈલ કરી શકો છો. Tax2Win નામની એક સંસ્થા છે જે લોકોને ફ્રીમાં ITR ફાઇલ કરવાની સુવિધા આપી રહી છે. કરદાતાઓ તેના સેલ્ફ-ફાઈલિંગ પ્લેટફોર્મની મુલાકાત લઈને ટેક્સ ફાઈલ કરી શકે છે.

Tax2Win લોકોને નાણાકીય વર્ષ 2020-21 માટે ITR ફાઇલ કરવાની સુવિધા વિનામૂલ્યે આપી રહી છે. ‘PTI’ દ્વારા ટાંકવામાં આવેલઅહેવાલમાં Tax2Win કહે છે કે તે ગ્રાહકોને 5 સરળ પગલામાં ટેક્સ ફાઈલ કરવાની મંજૂરી આપે છે અને આ કામ માત્ર 4 મિનિટમાં થઈ જાય છે. આ કંપનીએ કહ્યું છે કે ફાઇલિંગના કામને ઝડપી અને સરળ બનાવવા માટે સેલ્ફ ટેક્સ ફાઇલિંગ પ્લેટફોર્મમાં વિવિધ સુધારા કરવામાં આવ્યા છે. પગારદાર, પ્રોફેશનલ, ફ્રીલાન્સર અને બિઝનેસ-સંબંધિત કરદાતાઓ માટે ટેક્સ ફાઇલિંગ પહેલા કરતાં વધુ સરળ બનાવવામાં આવ્યું છે. ગ્રાહકો Form 16 અપલોડ કરી શકે છે આનાથી તેમના માટે નવી અને જૂની ટેક્સ સિસ્ટમની તુલના કરવાનું સરળ બનશે. આને લગતી અન્ય ઘણી સુવિધાઓ ટેક્સ ફાઇલિંગ પ્લેટફોર્મ પર આપવામાં આવી રહી છે.

જો તમારે ઝડપી રિફંડ જોઈતું હોય તો તરત જ આ કામ કરો
ગ્રાહકોની સગવડતામાં વધારો કરીને, Tax2Win કરદાતાઓને ITR વહેલા ફાઈલ કરવા પ્રોત્સાહિત કરી રહ્યું છે. જો અંતિમ તારીખ પહેલા ફાઇલિંગ કરવામાં આવશે, તો કરદાતાઓને ટૂંક સમયમાં ટેક્સ રિફંડનો લાભ મળશે. ITR ફાઈલ કરવામાં જેટલો વિલંબ થશે, તેટલો સમય રિફંડ આવવામાં લાગશે. ગ્રાહકો Tax2Win ના સેલ્ફ-ફાઈલિંગ પ્લેટફોર્મ પર ITR ઝડપથી ઈ-વેરિફાઈ કરી શકશે. તમારી કમાણીની ગણતરી સરળતાથી કરી શકાય છે અને ITR V તમારા ઈમેલ આઈડી પર મોકલી શકાય છે. ITR ની ચકાસણી કરવી એ એક આવશ્યક કાર્ય છે કારણ કે તેના વિના રિટર્ન ફાઇલિંગ માન્ય ન હોઈ શકે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

જાતે ભરો રિટર્ન 
Tax2win.in ના કો – ફાઉન્ડર અને CEO અભિષેક સોની કહે છે “અમે અમારા ટેક્સ ફાઇલિંગ પ્લેટફોર્મને નવા આવકવેરા પોર્ટલ સાથે સંકલિત કરી છે. અમારું સેલ્ફ ટેક્સ ફાઇલિંગ પ્લેટફોર્મ દરેક કરદાતાને વધુ સારી ITR ફાઇલિંગની સુવિધા પ્રદાન કરશે. સમગ્ર પ્રક્રિયાને ઓટોમેટિક બનાવવાથી ગ્રાહકોને ફાયદો થશે. ટેક્સ ફાઇલિંગ હંમેશા એક બોજારૂપ કાર્ય રહ્યું છે કારણ કે પ્રક્રિયા શરૂઆતથી જ બોજારૂપ છે જ્યાં ગ્રાહકે રિફંડ મેળવવાની પ્રક્રિયા સુધી ટેક્સ-ફાઇલિંગ ફોર્મમાંથી પસાર થવું પડે છે. Tax2Win ગ્રાહકોને આ કરવામાં સરળતા આપે છે. દેશના કરદાતાઓને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા તેમની જાતે ITR ફાઇલ કરવા સક્ષમ બનાવે છે.

નિષ્ણાતોની સલાહ મળશે
Tax2Win (https://tax2win.in/) એક આવકવેરા સાથે સંકળાયેલી સંસ્થા છે જે ડિજિટલ ટેક્સ ફાઇલિંગ સુવિધા પૂરી પાડે છે. તેની મદદથી ગ્રાહકો તેમના ટેક્સ રિટર્ન મફતમાં ફાઇલ કરી શકે છે. તેનું પ્લેટફોર્મ સરળ અને ઉપયોગમાં સરળ છે. Tax2win એ ‘ફિસ્ડમ’ની પેટાકંપની છે. Fisdom એ દેશની સંપત્તિ વ્યવસ્થાપન કંપની છે જે રોકાણ, બચત વગેરેની સેવાઓ પૂરી પાડે છે. Tax2win એ તેની સેવાઓ SBI YONO, ICICI ડાયરેક્ટ, IndusInd બેંક અને G2C પ્લેટફોર્મ્સ જેમ કે CSC, E-Mitra અને Sahaj સુધી વિસ્તારી છે. ભૂતકાળમાં આ કંપનીઓના પોર્ટલ પર ગ્રાહકોને ITR ભરવાની સુવિધા આપવામાં આવી છે. Tax2Win ગ્રાહકોને e-CA ની સુવિધા પણ પ્રદાન કરે છે જ્યાં લોકો ચાર્જ ચૂકવીને CA ની મદદ લઈ શકે છે અને માહિતી અથવા સલાહ મેળવી શકે છે.

 

આ પણ વાંચો :  Gold Hallmarking : દેશમાં 5 મહિનામાં 4.29 કરોડ સોનાના દાગીના હોલમાર્ક થયા, સવા લાખ જવેલર્સ રજીસ્ટ્રેશન સાથે શુદ્ધતાથી ખાતરી આપી રહ્યા છે

 

આ પણ વાંચો : Petrol Diesel Price Today: તમારા શહેરમાં 1 લીટર પેટ્રોલ – ડીઝલ ની કિંમત શું છે ? જાણો અહેવાલ દ્વારા

Published On - 7:48 am, Thu, 9 December 21

Next Article