દરેક વ્યક્તિની પોતાની અલગ પ્રતિભા હોય છે અને તે પ્રતિભાને સારી તક મળે તો તેની સફળતા આકાશને આંબી શકે છે. આજે અમે એવા જ એક યુવક વિશે વાત કરીએ છીએ જે ખૂબ જ ધ્યાનાકર્ષક સ્ટાર્ટઅપ ચલાવી રહ્યો છે. આશય ભાવે(Ashay Bhave) 23 વર્ષનો છે, જેણે કચરામાંથી શૂઝ બનાવવાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. આ પ્રતિભા જોઈને ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા(Anand mahindra) ખૂબ જ પ્રભાવિત થયા. આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કરીને ભાવેની પ્રશંસા કરી અને આ સ્ટાર્ટઅપને ફંડ આપવાની ઓફર કરી છે.
સ્ટાર્ટઅપ વિશે કઈ રીતે ખબર પડી
આનંદ મહિન્દ્રાને આશયની આ સર્જનાત્મકતા વિશે નોર્વેના પૂર્વ ડિપ્લોમેટ અને મંત્રી તેમજ યુએનના પૂર્વ એન્વાયરમેન્ટ ચીફ એરિક સોલહેમ(Erik Solheim )ના ટ્વીટ પરથી ખબર પડી. એરિક સોલહેમે પોતાના ટ્વીટમાં આશયનો વીડિયો શેર કર્યો છે સાથે જ આ સ્ટાર્ટઅપના વખાણ કર્યા છે.
આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કર્યું કે ‘આ એવા પ્રકારનું સ્ટાર્ટઅપ્સ છે જેને પણ પ્રોત્સાહિત કરવા જોઈએ નહિ કે આપણે માત્ર મોટા યુનિકોર્નને જ સપોર્ટ કરવો જોઈએ, તેમણે સાથે કહ્યું કે તે જૂતાની જોડી ખરીદવા જઈ રહ્યા છે. શું કોઈ તેમને ખરીદવાની શ્રેષ્ઠ રીત કહી શકે છે.આ સાથે, તેમણે કહ્યું કે તેઓ ભંડોળ એકત્ર કરે ત્યારે તેમને પણ સામેલ કરે….
Embarrassed I didn’t know about this inspiring startup. These are the kinds of startups we need to cheer on—not just the obvious unicorns. I’m going to buy a pair today. (Can someone tell me the best way to get them?) And when he raises funds-count me in! https://t.co/nFY3GEyWRY
— anand mahindra (@anandmahindra) November 17, 2021
આશય ભાવેએ જુલાઈ 2021માં સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું
આશય ભાવેએ જુલાઈ 2021માં આ સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. તેણે તેનું નામ થેલે રાખ્યું હતું. કંપનીએ 50 હજારથી વધુ પ્લાસ્ટિકની થેલીઓ અને 35 હજાર પ્લાસ્ટિક બોટલમાંથી સામગ્રીનો ફરીથી ઉપયોગ કર્યો છે. ભાવેના મનમાં આ વિચાર આવ્યો જ્યારે તે વર્ષ 2017માં બેચલર ઑફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (BBA)નો અભ્યાસ કરી રહ્યો હતો. તેને આ પ્રોજેક્ટ કૉલેજમાં મળ્યો હતો જેના પર તેણે કામ કર્યું હતું
તેનો વિચાર તેને આજે ખૂબ જ સારી સ્થિતિમાં લઈ ગયો છે. એટલે કે હવે તે ખૂબ જ સારો અને સફળ બિઝનેસ મોડલ બની ગયો છે. જો કે કંપની શૂ માર્કેટમાં નાઈકી અને પુમા જેવી બ્રાન્ડ્સને હરાવી શકી નથી પરંતુ આ પ્રતિભાને આગળ લઈ જવા માટે કંપની ટૂંક સમયમાં યુરોપ અને અમેરિકાના બજારોમાં તેના ઉત્પાદનો વેચવાની મોટી યોજના ધરાવે છે.
આ પણ વાંચો: Stock Market: બજારમાં સતત ત્રીજા દિવસે પણ મંદી, Paytm માં રોકાણકારોનું 35,000 કરોડ રૂપિયાનું નુકશાન