રિટાયર્મેન્ટ (Retirement Schemes) વિશે લોકોમાં જાગૃતિ વધી રહી છે. પેન્શન ફંડ રેગ્યુલેટર (PFRDA) અનુસાર, નેશનલ પેન્શન સિસ્ટમ અને અટલ પેન્શન યોજના હેઠળ એસેટ (National Pension System) અંડર મેનેજમેન્ટમાં વાર્ષિક ધોરણે 28 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ફેબ્રુઆરીના અંતમાં બંને પેન્શન યોજનાઓની કુલ સંપત્તિ માત્ર એક વર્ષ અગાઉ રૂ. 5.59 લાખ કરોડથી વધીને 7.17 લાખ કરોડ રૂપિયા થઈ છે. તે જ સમયે વાર્ષિક ધોરણે ગ્રાહકોની સંખ્યામાં લગભગ 23 ટકાનો ઉછાળો આવ્યો છે. એનપીએસ સબસ્ક્રાઈબર્સની સંખ્યા વાર્ષિક ધોરણે 22.31 ટકા વધીને 5.07 કરોડે પહોંચી છે. અટલ પેન્શન યોજનાના ગ્રાહકો વાર્ષિક ધોરણે 29 ટકા વધીને રૂ. 3.52 લાખ કરોડ સુધી પહોંચી ગયા છે.
આર્થિક સર્વેક્ષણ 2021-22 અનુસાર યુવાનોમાં નાણાકીય જાગૃતિ વધી છે. અટલ પેન્શન યોજના હેઠળ 18-25 વર્ષના યુવાનોમાં સૌથી વધુ વૃદ્ધિ નોંધાઈ છે. સપ્ટેમ્બર 2021ના ડેટા અનુસાર અટલ પેન્શન યોજનામાં યુવાનોની ભાગીદારી માર્ચ 2016માં 29 ટકાની સામે 43 ટકા હતી. રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ કેન્દ્રીય અને રાજ્ય કર્મચારીઓ બંનેને લાગુ પડે છે. કેન્દ્રીય કર્મચારીઓના એનપીએસમાં 4.94 ટકા અને રાજ્ય કર્મચારીઓના એનપીએસમાં 9.22 ટકાનો ઉછાળો આવ્યો છે. PFRDA અનુસાર તેમની સંખ્યા વધીને 22.75 લાખ અને 55.44 લાખ થઈ ગઈ છે.
પેન્શન યોજનામાં જોડાવા માટેની લઘુત્તમ ઉંમર 18 વર્ષ રાખવામાં આવી છે, જેથી કરીને લોકો નાની ઉંમરમાં જ પૈસા જમા કરાવવાનું શરૂ કરી દે. આનાથી APYમાં પૈસા જમા કરાવવાની અવધિમાં વધારો થશે. તેથી તેઓ વધુ પેન્શન માટે હકદાર બનશે. જો ખાતાધારક મોટી ઉંમરે આ સ્કીમ લે છે, તો તેણે વધુ પૈસા જમા કરવા પડશે. આનો અર્થ એ છે કે જો તમે અટલ પેન્શન યોજનાનો વધુ લાભ લેવા માંગતા હો તો તમારે 18 વર્ષથી પૈસા જમા કરાવવા જોઈએ. વધુમાં વધુ વય મર્યાદા પણ 40 વર્ષ રાખવામાં આવી છે. 40 વર્ષથી વધુ ઉંમરના લોકો આ યોજનાનો લાભ લઈ શકતા નથી.
સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ મુખ્યત્વે NPS સાથે સંકળાયેલા છે. આમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોના કર્મચારીઓ, સ્વાયત્ત સંસ્થાઓ, ખાનગી કંપનીઓના કર્મચારીઓ અને અન્યનો સમાવેશ થાય છે. તે જ સમયે, અટલ પેન્શન યોજનાનો ધ્યેય મુખ્યત્વે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓને પેન્શન યોજનાના દાયરામાં લાવવાનો છે.
PFRDAએ રાષ્ટ્રીય પેન્શન યોજનાને વધુ આકર્ષક બનાવવા માટે તેના કેટલાક નિયમો હળવા કર્યા છે. એનપીએસમાં જોડાવાની ઉંમર 65થી વધારીને 70 વર્ષ કરવામાં આવી છે. આ સાથે PFRDAએ NPS સ્કીમમાં એન્ટ્રી અને એક્ઝિટના નિયમોમાં સુધારો કર્યો છે. એનપીએસમાં પ્રવેશની ઉંમર 18-65થી વધારીને 18-70 કરવામાં આવી છે. અગાઉ 18 વર્ષથી 65 વર્ષ સુધીના લોકો NPSમાં જોડાઈ શકતા હતા. હવે આ વય મર્યાદા 18 થી વધારીને 70 વર્ષ કરવામાં આવી છે. 70 વર્ષમાં NPSમાં જોડાવાથી એકાઉન્ટ ધારક 75 વર્ષ સુધી રહી શકે છે.
65 વર્ષથી વધુ ઉંમરના સબ્સ્ક્રાઈબર્સ હવે NPS હેઠળ પેન્શન ફંડના 50 ટકા સુધી ઈક્વિટી અથવા શેરમાં જમા કરાવી શકશે. તેનાથી પેન્શનની રકમમાં વધારો થશે અને નિવૃત્તિ પછી વધુ પૈસા મળશે.
આ પણ વાંચો : Maharashtra: ફોન ટેપિંગ કેસમાં પૂર્વ CM ફડણવીસની આજે થશે પૂછપરછ, જાણો શું છે મામલો
આ પણ વાંચો :વડાપ્રધાન મોદીએ તમામ મંત્રાલયો પાસે માંગ્યુ સોશિયલ વેલફેર સ્કીમોનું લિસ્ટ, દેશભરમાં કરવામાં આવશે પ્રચાર