Budget 2025 : EV સેક્ટર માટે આ બજેટ કેમ ખાસ ? આ છે 5 મોટા કારણ

|

Jan 28, 2025 | 2:44 PM

EV કંપનીઓની મુખ્ય માંગ એ છે કે EV બેટરી પરનો GST દર વર્તમાન 18% થી ઘટાડીને 5% કરવામાં આવે. આનાથી EVsનો ખર્ચ ઘટશે અને ગ્રાહકોને વધુ પોસાય તેવા વિકલ્પો મળશે. આ ઉપરાંત EV લોન પરના વ્યાજ દર ઘટાડવાની પણ માંગ કરવામાં આવી છે.

Budget 2025 : EV સેક્ટર માટે આ બજેટ કેમ ખાસ ? આ છે 5 મોટા કારણ
Budget 2025

Follow us on

ભારતમાં ઇલેક્ટ્રિક વાહન (EV) સેક્ટર ઝડપથી વિકસી રહ્યું છે. દેશમાં ગ્રીન એનર્જી અને પર્યાવરણીય સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે EV ઉદ્યોગ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ત્યારે EV સેગમેન્ટને આગામી કેન્દ્રીય બજેટ 2025થી ઘણી અપેક્ષાઓ છે. આ ક્ષેત્રની કંપનીઓએ સરકાર સમક્ષ પોતાના સૂચનો અને માંગણીઓ મૂકી છે.

ટેક્સમાં છૂટછાટ અને GST ઘટાડવાની જરૂર

EV કંપનીઓની મુખ્ય માંગ એ છે કે EV બેટરી પરનો GST દર વર્તમાન 18% થી ઘટાડીને 5% કરવામાં આવે. આનાથી EVsનો ખર્ચ ઘટશે અને ગ્રાહકોને વધુ પોસાય તેવા વિકલ્પો મળશે. આ ઉપરાંત EV લોન પરના વ્યાજ દર ઘટાડવાની પણ માંગ કરવામાં આવી છે, જેથી EV ખરીદદારોને નાણાકીય સહાય મળી શકે.

ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ

ભારતમાં EVના વ્યાપક ઉપયોગ માટે મજબૂત ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરી છે. ઓબેન ઇલેક્ટ્રિક અને અન્ય કંપનીઓએ સરકારને આ દિશામાં પગલાં લેવા વિનંતી કરી છે. ચાર્જિંગ સ્ટેશનોના નિર્માણ અને સંચાલન માટે બજેટમાં ખાસ ભંડોળની જાહેરાત કરવામાં આવી શકે છે.

ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી ઉમરાહ માટે મક્કા પહોંચ્યો
પાકિસ્તાનના બધા ખેલાડીઓની મળીને પણ નથી કરી શકતા ભારતના કેપ્ટન રોહિત શર્માની બરાબરી
Jioનો 56 દિવસનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
સ્મૃતિ મંધાનાએ બોયફ્રેન્ડ સામે રમી ધમાકેદાર ઈનિંગ
પઠાણના ઘરમાં બ્રાહ્મણ પેદા થયો- બોલિવુડમાં આવુ કોના માટે કહેવાયુ?
પ્રિયંકા ચોપરાએ પિતાની બાઇકથી લઈને પ્રથમ મોડેલિંગ શૂટના ફોટો શેર કર્યા

ઘરેલું બેટરી ઉત્પાદન અને PLI યોજના

બેટરી ઉત્પાદન એ EV સેક્ટરનો એક મહત્વપૂર્ણ ભાગ છે. સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટેની PLI યોજના લાગુ કરવાની માંગ છે. મેક્સવોલ્ટ એનર્જી જેવી કંપનીઓ બેટરી ઉત્પાદન અને સંશોધન અને વિકાસ માટે વધારાના ભંડોળ અને ટેક્સમાં છૂટ માંગે છે.

FAME-II સબસિડી યોજનાનું વિસ્તરણ

FAME-II યોજના હેઠળ, EV ખરીદવા પર સબસિડી પણ મળે છે. અપેક્ષા છે કે તેનો વિસ્તાર કરવામાં આવશે અને બજેટમાં નવા લક્ષ્યો નક્કી કરવામાં આવશે. આનાથી ખાનગી અને વાણિજ્યિક EVના વેચાણમાં વધારો થશે.

ગ્રીન બોન્ડ્સ અને લાંબા ગાળાની સબસિડી

ક્રેડફિન લિમિટેડના સીઈઓ શલ્યા ગુપ્તા માને છે કે સરકાર ગ્રીન બોન્ડ જાહેર કરી શકે છે, જેનો ઉપયોગ EV ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે કરવામાં આવશે. આ સાથે લાંબા ગાળાની સબસિડી EV ઉત્પાદનને નવી ગતિ આપી શકે છે.

સરકાર પાસેથી EV સોક્ટરની અપેક્ષાઓ

સરકારે EV સેક્ટરને આત્મનિર્ભર અને ટકાઉ બનાવવા માટે નક્કર પગલાં લેવાની જરૂર છે. EV કંપનીઓએ R&Dમાં રોકાણ, સબસિડી વધારવા અને EV ઉત્પાદન પ્લાન્ટ માટે પ્રોત્સાહનોની માંગ કરી છે. આ ઉપરાંત GST માળખાને સરળ બનાવવાની અને EV લોન પર ટેક્સ છૂટ આપવાની જરૂર છે.

Published On - 1:49 pm, Tue, 28 January 25