Employment Budget 2023: 157 નર્સિંગ કોલેજ, 38,800 શિક્ષકની ભરતી…બજેટ 2023માં શિક્ષણ-નોકરી સેક્ટરને શું મળ્યું?

|

Feb 01, 2023 | 3:20 PM

Employment Budget 2023 : નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2023 રજૂ કર્યું છે. જાણો આ વખતે સામાન્ય બજેટમાં શિક્ષણ અને રોજગાર ક્ષેત્રને શું મળ્યું છે?

Employment Budget 2023: 157 નર્સિંગ કોલેજ, 38,800 શિક્ષકની ભરતી...બજેટ 2023માં શિક્ષણ-નોકરી સેક્ટરને શું મળ્યું?
Employment Budget 2023

Follow us on

દેશનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે 2023નું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે. કેન્દ્રીય બજેટ 2023માં શિક્ષણને અત્યાર સુધીનો સૌથી મોટો હિસ્સો મળ્યો છે. આ વર્ષે શિક્ષણનું બજેટ 1.12 લાખ કરોડ રૂપિયા છે. Nirmala Sitharaman પોતાના બજેટ સ્પીચમાં યુવાનો માટે ઘણી જાહેરાતો કરી છે. તેમણે કહ્યું કે તેમનું આ બજેટ રોજગાર આપનારી યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. શિક્ષણ અને નોકરી ક્ષેત્રને કેન્દ્રીય બજેટ 2023માં કંઈકને કંઈક મળ્યું છે.

Union Budget 2023માં દેશમાં 157 નવી નર્સિંગ કોલેજો ખોલવા અંગે શિક્ષણ ક્ષેત્રે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ રોજગાર ક્ષેત્રે સૌથી મોટી જાહેરાત 38,800 શિક્ષકોની ભરતીને લઈને કરવામાં આવી છે.

 આ પણ વાંચો : Union Budget 2023 LIVE : ‘બજેટ મજબૂત પાયો બનાવશે, દરેક વર્ગના સપના સાકાર થશે’ PM મોદી

BSNLનો માત્ર 58 રૂપિયાનો શાનદાર પ્લાન, દરરોજ 2GB ડેટા મળશે
Papaya : આ લોકોએ ભૂલથી પણ પપૈયું ન ખાવું જોઈએ, થઈ શકે છે નુકસાન
અમદાવાદની સૌથી ઊંચી બિલ્ડિંગ કઈ છે? જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
Phone Cover: અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક

શિક્ષણ, જોબ સેક્ટર બજેટ 2023 હાઇલાઇટ્સ

  1. સરકાર પ્રવાસનને પ્રોત્સાહન આપવાનું આયોજન કરી રહી છે. આ માટે ‘દેખો અપના દેશ’ કાર્યક્રમ શરૂ કરવામાં આવી રહ્યો છે. નાણામંત્રીએ કહ્યું કે, આના દ્વારા પ્રવાસન ક્ષેત્રે યુવાનોને રોજગારી (Tourism Jobs) આપવાની યોજના છે.
  2. મોદી સરકાર પ્રવાસન ઉપરાંત કૃષિને પ્રોત્સાહન આપી રહી છે. બજેટ ભાષણમાં નાણામંત્રીએ કહ્યું કે, ભારતમાં કૃષિ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવામાં આવશે. આ ક્ષેત્રમાં સંશોધન અને નોકરીઓને પણ પ્રોત્સાહન મળશે.
  3. મેડિકલમાં કરિયર બનાવવા માંગતા લોકો માટે સારા સમાચાર – દેશમાં 157 નવી નર્સિંગ કોલેજો ખોલવામાં આવશે. આ 157 મેડિકલ કોલેજો સાથે સંચાલિત કરવામાં આવશે. જેની સ્થાપના 2014થી શરૂ થઈ ગઈ છે.
  4. ICMR લેબના દરવાજા લોકો માટે ખોલવામાં આવશે. જાહેર અને ખાનગી ક્ષેત્રની મેડિકલ ફેકલ્ટી, પ્રાઈવેટ સેક્ટરની સંશોધન ટીમને ICMR લેબ્સમાં સંશોધન માટે જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.
  5. રિસર્ચમાં ઈનવેસ્ટમેન્ટ વધશે. જો તમે રિસર્ચ સેક્ટરમાં જવાનું વિચારી રહ્યા છો, તો નવી તકો અને લાભ મળી શકે છે.
  6. મેડિકલ ડિવાઈસિસ વિકસાવવા પ્રોત્સાહિત કરવામાં આવશે. આ માટે એન્જિનિયરિંગ અને મેડિકલ સેક્ટરમાં સમર્પિત મલ્ટિડિસિપ્લિનરી કોર્સ શરૂ કરવામાં આવશે.
  7. શિક્ષકોને તાલીમ આપવાની રીત બદલાશે. નવીન શિક્ષણ શાસ્ત્ર, ICT, ટેકનોલોજી વગેરેની મદદથી ભારતમાં શિક્ષકોની તાલીમમાં સુધારો કરવામાં આવશે. આ માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ સંસ્થાને સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે.
  8. બાળકો અને કિશોરો માટે નેશનલ ડિજિટલ લાઇબ્રેરીને સમૃદ્ધ બનાવવામાં આવશે. રાજ્યોને પંચાયત સ્તરે ફિઝિકલ લાઈબ્રેરી રાખવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવશે. જ્યાં National Digital Libraryના સંસાધનો ઉપલબ્ધ કરાવવામાં આવશે.
  9. એકલવ્ય આદર્શ નિવાસી શાળાઓમાં આગામી 3 વર્ષમાં 38,800 શિક્ષકો અને કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. આ ભરતીઓ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે. દેશભરમાં કુલ Eklavya Model Residential Schools છે, જ્યાં લગભગ 3.5 લાખ આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
  10. 3 સેન્ટર ફોર એક્સેલન્સ બનાવવામાં આવશે. આ ખાસ કરીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) માટે હશે. દેશની ટોચની શૈક્ષણિક સંસ્થાઓમાં આની સ્થાપના કરવામાં આવશે.
  11. 5G નો ઉપયોગ કરીને એપ્સ વિકસાવવા માટે એન્જિનિયરિંગ કોલેજોમાં 100 લેબની સ્થાપના કરવામાં આવશે.
  12. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 4.0 શરૂ કરવામાં આવશે. ઉદ્યોગ ભાગીદારી સાથે આગામી 3 વર્ષમાં લાખો યુવાનોને સ્કિલ ટ્રેનિંગ આપવામાં આવશે. નોકરીની તાલીમ પણ મળશે. નવા યુગના અભ્યાસક્રમો જેમ કે કોડિંગ, AI, રોબોટિક્સ, મેકાટ્રોનિક્સ, IoT, 3D પ્રિન્ટિંગ, ડ્રોન અને અન્ય સોફ્ટ સ્કીલ્સ આ યોજનામાં આવરી લેવામાં આવશે.
  13. યુવાનોને આંતરરાષ્ટ્રીય તકો માટે તૈયાર કરવા માટે વિવિધ રાજ્યોમાં 30 સ્કીલ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે.
Next Article