Railway Budget 2022 : 3 વર્ષમાં 400 વંદેભારત ટ્રેન ચલાવવામાં આવશે

|

Feb 01, 2022 | 3:48 PM

Railway Budget 2022 : કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે આગામી 3 વર્ષમાં 400 વંદેભારત ટ્રેન ચલાવવામાં આવશે  કેન્દ્રીય નાણાપ્રધાન આજે નિર્મલા સિતારમણે 2022-2023નું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. આ બજેટ ઘણી રીતે ઐતિહાસિક છે કારણ કે કોરોનોનાના કારણે સતત બીજી વખત બજેટ પેપર પર છપાયું નથી

Railway Budget 2022 : 3 વર્ષમાં 400 વંદેભારત ટ્રેન ચલાવવામાં આવશે
Railway Budget 2022 (File Image)

Follow us on

Railway Budget 2022 : કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે(nirmala sitharaman)  જણાવ્યું કે આગામી 3 વર્ષમાં 400 વંદેભારત ટ્રેન(Vande Bharat Train)  ચલાવવામાં આવશે કેન્દ્રીય નાણાપ્રધાન આજે નિર્મલા સિતારમણે 2022-2023નું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. આ બજેટ ઘણી રીતે ઐતિહાસિક છે કારણ કે કોરોનોનાના કારણે સતત બીજી વખત બજેટ પેપર પર છપાયું નથી. કોરોના મહામારીના કારણે પાટા પરથી ઉતરી ગયેલી ઈકોનોમીને મજબૂત કરવા ઘણી મહત્વની જાહેરાત થઈ શકે છે. આ બજેટ એટલા માટે પણ ખાસ હશે કેમ કે, પાંચ રાજ્યની ચૂંટણી પહેલા બજેટમાં અનેક બુસ્ટર રાહત આપવામાં આવી શકે છે. આ વખતે ખેડૂતોમાં બુસ્ટર પેકેજ જાહેર કરવામાં આવી શકે છે. તો બજેટમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાને લંબાવી શકે છે.

લક્ઝરી ટ્રેન છે વંદે ભારત 

વંદે ભારત એક વૈભવી એરકન્ડિશન્ડ ચેર-કાર ટ્રેન છે. તે હાઇ સ્પીડ ટ્રેનો જેવી જ લાગે છે. વંદે ભારતની રચના 160 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ માટે કરવામાં આવી છે. તે જ સમયે, તેનો ટ્રાયલ રન 180 કિમી પ્રતિ કલાકની ઝડપે કરવામાં આવ્યો હતો. વંદે ભારત ઓટોમેટિક એન્જિન ધરાવતી ટ્રેન છે. તેની ઊંચી ઝડપને કારણે મુસાફરીનો સમય ઓછો થાય છે.

શાનદાર સુવિધાઓ બનાવે છે ટ્રેનને વિશેષ 

યુરોપીયન ટ્રેન સ્ટાઇલ સીટ, રીડિંગ લાઇટ, જીપીએસ આધારિત ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, મોડ્યુલર બાયો-ટોઇલેટ્સ અને અન્ય ઘણી સુવિધાઓ આ ટ્રેનને મુસાફરો માટે ખાસ બનાવે છે. ટેન્ડર મુજબ, આઇસીએફ ચેન્નાઇમાં 30 રેક અને એમસીએફ રાયબરેલી અને આરસીએફ કપૂરથલામાં 14 રેક બનાવવામાં આવશે. દિલ્હી-વારાણસી અને દિલ્હી-કટરા રૂટ પર દોડનારી પ્રથમ બે વંદે ભારત ટ્રેનો આઈસીએફ ચેન્નઈમાં બનાવવામાં આવી છે.

ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો
રાહુ મીન રાશિમાં સ્થિત છે,આ રાશિના જાતકોને આગામી 376 દિવસમાં ફાયદો થશે
હજારો રોગોનો રામબાણ ઈલાજ કરતી ગિલોય ઘરે જ ઉગાડો, આ રીત અપનાવો
શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?
ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ

નેટવર્ક પર 66,687 રૂટ કિલોમીટર્સ પર ટ્રેન ચલાવે

ભારતીય રેલ્વે  66622   માલવાહક  અને 13313  પેસેન્જર ટ્રેનો તેના નેટવર્ક પર 66,687 રૂટ કિલોમીટર્સ પર ટ્રેન ચલાવે  છે અને દર વર્ષે 1000 મિલિયન ટનથી વધુ માલસામાન વહન કરે છે. તેમજ  દરરોજ લગભગ બે કરોડ 20 લાખ  મુસાફરોને પરિવહન કરાવે છે. . રેલ્વે મંત્રાલયે રેલ્વે પ્રોજેક્ટ્સની ગતિ ઝડપી બનાવવા માટે નવી પહેલ કરી છે. ભારતીય રેલ્વે તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારે રોકાણ કરી રહી છે. ભારતીય રેલ્વે આગામી 12 વર્ષમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા અને દેશના સૌથી દૂરના ખૂણા સુધી પહોંચવા માટે ભાગીદારી, સંયુક્ત સાહસો અને સહયોગ દ્વારા 700 અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના ધરાવે છે.

આ  પણ વાંચી : Budget 2022 Share Market Updates : નિર્મલા સીતારામણના બજેટને શેરબજારનો હકારાત્મક આવકાર, Sensex માં 800 અને Nifty 225 અંકનો ઉછાળો

આ  પણ વાંચી : Railway Budget 2022 : દેશની લાઇફ લાઇન ગણાતી રેલ્વેના બજેટમાં આ જાહેરાતોની સંભાવના

Published On - 11:14 am, Tue, 1 February 22

Next Article