BUDGET 2022 : શું કર્મચારીઓ ઉપર સરકાર થશે મહેરબાન? PF ઉપર ટેક્સમાં છૂટની મર્યાદા વધારવા ઘણા સમયથી કરાઈ રહી છે માંગ

|

Jan 25, 2022 | 8:45 AM

નાણા પ્રધાન નિર્મલા સીતારમણ(finance minister of india nirmala sitharaman) 1 ફેબ્રુઆરીએ 2022-23 માટેનું બજેટ (union budget 2022-23)રજૂ કરશે

BUDGET 2022 : શું કર્મચારીઓ ઉપર સરકાર થશે મહેરબાન? PF ઉપર ટેક્સમાં છૂટની મર્યાદા વધારવા ઘણા સમયથી કરાઈ રહી છે માંગ
Government Employees Expectations for Budget 2022

Follow us on

નાણા પ્રધાન નિર્મલા સીતારમણ(finance minister of india nirmala sitharaman) 1 ફેબ્રુઆરીએ 2022-23 માટેનું બજેટ (union budget 2022-23)રજૂ કરશે ત્યારે તમામની નજર નોકરીયાતો(Employee)ને મળતી રાહતો પર રહેશે. આશા છે કે સરકાર આ વર્ગને આવકવેરામાં મોટી છૂટ આપી શકે છે અને પીએફ પર કર મુક્તિ બમણી કરી શકે છે.

હાલમાં Provident Fund (PF) માં કર મુક્તિ રૂ 2.5 લાખ સુધીના યોગદાન પર ઉપલબ્ધ છે. કર્મચારીઓ માટે આ સૌથી મહત્વપૂર્ણ સામાજિક સુરક્ષા વિકલ્પ માનવામાં આવતો હોવાથી સરકાર આ મર્યાદા વધારવાનું વિચારી શકે છે. બજેટ પહેલા આયોજિત ચર્ચામાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે સરકારી કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રની નોકરીયાત વર્ગ માટે 5 લાખ સુધીના PF યોગદાન પર કર મુક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિવિધ મંત્રાલયો અને વિભાગો સાથે યોજાયેલી બેઠકમાં એવું જણાવવામાં આવ્યું હતું કે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓનું સંપૂર્ણ PF યોગદાન તેમના cost-to-company (CTC) નો એક ભાગ છે. તેમાં એમ્પ્લોયર દ્વારા જમા કરવામાં આવેલા નાણાંનો પણ સમાવેશ થાય છે. તેથી રૂ. 5સુધીની કરમુક્તિની રાહત આપવી જોઈએ. ખાનગી ક્ષેત્રની નોકરી કર્મચારીઓ માટે પણ 5 લાખ છુટની માંગ કરવામાં આવી છે.

ગયા વર્ષે આ મર્યાદા નક્કી કરવામાં આવી હતી

સરકારે બજેટ 2021માં પીએફ યોગદાન પર આવકવેરા મુક્તિની મર્યાદા 2.5 લાખ રૂપિયા નક્કી કરી હતી. જો કે, બાદમાં તે વધારીને 5 લાખ કરવામાં આવી હતી પરંતુ તેનો લાભ માત્ર GPF યોગદાન પર એટલે કે સરકારી કર્મચારીઓને જ મળવાનો હતો. સરકારના પગલાની નિષ્ણાતો દ્વારા સમાનતાના અધિકારોના ઉલ્લંઘન તરીકે વ્યાપક ટીકા કરવામાં આવી હતી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ટેક્સ બાબતોના નિષ્ણાત બળવંત જૈનનું કહેવું છે કે સરકાર બજેટમાં પીએફ પર ટેક્સ છૂટની મર્યાદા વધારી શકે છે અને શરત પણ નક્કી કરી શકે છે. આ હેઠળ જો એમ્પ્લોયર વતી યોગદાન ન આપ્યું હોય તો જ 5 લાખ સુધીના યોગદાન પર આવકવેરામાં છૂટ આપવામાં આવશે. જો એમ્પ્લોયર વતી કર્મચારીના પીએફમાં પણ યોગદાન આપવામાં આવે છે, તો આવકવેરા મુક્તિની મર્યાદા માત્ર રૂ. 2.5 લાખ રહેશે. આ એટલા માટે થશે કારણ કે જો કર્મચારી 2.5 લાખનું યોગદાન આપી રહ્યો છે તો તેના એમ્પ્લોયર પણ તે જ રકમ પીએફ ખાતામાં જમા કરશે અને બંનેને જોડીને 5 લાખની મર્યાદા પૂર્ણ થાય છે.

 

આ પણ વાંચો :  RBI એ સુરત અને રાજકોટની 3 બેંકો સામે દંડાત્મક કાર્યવાહી કરી, કેન્દ્રીય બેંકના નિર્દેશોનું પાલન ન થતાં લગાવાઈ ફટકાર

આ પણ વાંચો : Petrol Diesel Price Today : આજે તમારા શહેરમાં 1 લીટર પેટ્રોલ – ડીઝલની કિંમત શું છે? જાણો અહેવાલ દ્વારા

Published On - 8:41 am, Tue, 25 January 22

Next Article