Budget 2023: સરકાર માછીમારો પર મહેરબાન, ઉત્પાદન વધારવા માટે 6 હજાર કરોડ રૂપિયા ફાળવશે

|

Feb 01, 2023 | 3:16 PM

નાણામંત્રી નિર્મલા સિતારમણે આજે બજેટ રજૂ કર્યું હતું જેમા માછીમારો માટે 6 હજાર કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે કૃષિ લોન વધારીને 20 લાખ કરોડ રૂપિયા કરવામાં આવી છે. તેનાથી ખેડૂતોને લોન લેવામાં સરળતા રહેશે.

Budget 2023: સરકાર માછીમારો પર મહેરબાન, ઉત્પાદન વધારવા માટે 6 હજાર કરોડ રૂપિયા ફાળવશે
સરકાર માછીમારો માટે 6 હજાર કરોડ રૂપિયા ફાળવશે
Image Credit source: Tv9 ભારતવર્ષ

Follow us on

સામાન્ય બજેટ રજૂ કરતાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, ખેડૂતોને પશુપાલન અને મત્સ્યપાલનને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. તેમણે કહ્યું કે 6000 કરોડ રૂપિયામાં પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના શરૂ કરવામાં આવી છે. તેનાથી માછલીના ઉત્પાદનમાં વધારો થશે. તેમણે કહ્યું કે આ યોજનાથી દેશના લાખો માછીમારોને ફાયદો થશે.

નાણામંત્રીએ કહ્યું કે, પીએમ વિશ્વકર્મા કૌશલ્ય વિકાસ યોજના શરૂ કરવામાં આવી છે. તેનાથી કારીગરોના કૌશલ્ય વિકાસમાં મદદ મળશે. સામાન્ય બજેટ 2023માં માછીમારી સાથે જોડાયેલા ખેડૂતો માટે સારા સમાચાર લઈને આવ્યું છે.  નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે કૃષિ લોન વધારીને 20 લાખ કરોડ રૂપિયા કરવામાં આવી છે. તેનાથી ખેડૂતોને લોન લેવામાં સરળતા રહેશે.

આ સાથે તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર હવે બરછટ અનાજને પ્રોત્સાહન આપશે. આ માટે શ્રીઅન્ન યોજના શરૂ કરવામાં આવી છે. આ ઉપજ વધારવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન થશે. તેનાથી ખેડૂતોની આવકમાં પણ વધારો થશે.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

આ પણ વાચો: Union Budget 2023 : ‘બજેટથી દરેક વર્ગનું સપનુ થશે સાકાર’, કેન્દ્રીય બજેટ પર વડાપ્રધાન મોદીની પ્રતિક્રિયા

14 કરોડથી વધુ ખેડૂતોને થયો ફાયદો

સામાન્ય બજેટ રજૂ કરવાની સાથે તેમણે કહ્યું કે 1 જાન્યુઆરી, 2024 સુધી આર્થિક રીતે નબળા લોકોને મફત રાશન આપવામાં આવશે, જેથી તેઓ પોતાનું પેટ ભરી શકે છે. નાણામંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર દરેક વર્ગના લોકોનું સંપૂર્ણ ધ્યાન રાખી રહી છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 2 લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા છે. નાણામંત્રીએ કહ્યું કે અમારા કાર્યકાળ દરમિયાન 47.8 કરોડ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે. આ સિવાય પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ 14 કરોડથી વધુ ખેડૂતોને મદદ આપવામાં આવી છે.

ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે

નાણામંત્રીએ કહ્યું કે પીએમ વિશ્વકર્મા કૌશલ્ય વિકાસ યોજના શરૂ કરવામાં આવી છે. આનાથી કારીગરોના કૌશલ્ય વિકાસમાં મદદ મળશે અને રોજગારીને વેગ મળશે. કૃષિ સ્ટાર્ટઅપ્સ ખોલવા માટે કૃષિવર્ધક નિધિની સ્થાપના કરવામાં આવશે. તેનાથી કૃષિ ઉત્પાદન વધારવામાં મદદ મળશે. સાથે જ ખેતી માટે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે.

ખેડૂતોની આવક વધારવામાં મદદ મળશે

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ખેડૂતોને હવે તેમના પાકના વળતરના ભાવ માટે ભટકવું પડશે નહીં. તેમણે કહ્યું કે હવે પાકને વાજબી ભાવ મળશે. આ સાથે પીપીપીના આધારે ખેડૂતોનું કલ્યાણ થશે. તેનાથી ખેડૂતોની આવક વધારવામાં મદદ મળશે.

વર્ષ 2023માં 10 રાજ્યમાં ચૂંટણી

મહત્વનું છે વર્ષ 2023માં 10 રાજ્યમાં ચૂંટણી યોજાવાની છે, જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, કર્ણાટક, તેલંગાણા, ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ અને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરનો સમાવેશ થાય છે. જેમાંથી કર્ણાટક અને ત્રિપુરા રાજ્ય દરિયાકીનારા સાથે જોડાયેલુ છે.

Next Article