Railway Budget 2022 : દેશની લાઇફ લાઇન ગણાતી રેલ્વેના બજેટમાં આ જાહેરાતોની સંભાવના

પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી નજીક હોવાથી કેન્દ્ર સામાન્ય મુસાફરો માટે નવી રેલવે સુવિધાઓની જાહેરાત કરી શકે છે. જો કે છેલ્લા એક વર્ષમાં રેલ્વેને રૂ. 26,338 કરોડનું નુકસાન થયું હતું, પરંતુ આ વખતે રેલ બજેટ વધારીને રૂ. 2.5 લાખ કરોડની આસપાસ થવાની ધારણા છે.

Railway Budget 2022 : દેશની લાઇફ લાઇન ગણાતી રેલ્વેના બજેટમાં આ જાહેરાતોની સંભાવના
Railway Budget 2022 Announcment
| Edited By: | Updated on: Feb 01, 2022 | 8:44 AM

રેલ્વે બજેટ 2022માં( Railway Budget 2022)લાંબા અંતરની મુસાફરીને આરામદાયક બનાવવા માટે જાહેરાતોથી ભરપૂર હશે. તેમજ તેની સાથે જે રાજ્યોમાં ઇલેક્શન છે તે રાજ્યોના રેલ્વે નેટવર્કને સઘન બનાવવા અને મેટ્રો શહેરો(Metro City)તેમજ પૂર્વોત્તર પ્રદેશોમાં કનેક્ટિવિટી વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ(Nirmala Sitaraman)મંગળવાર 1 ફેબ્રુઆરી તેમનું ચોથું બજેટ રજૂ કરશે.

2017 માં રેલ બજેટને કેન્દ્રીય બજેટ સાથે મર્જ કર્યા પછી આ છઠ્ઠું સંયુક્ત બજેટ હશે. માહિતી મુજબ, એવી અપેક્ષા છે કે કેન્દ્ર આ વર્ષે રેલ્વે બજેટમાં 15 થી 20 ટકાનો વધારો કરશે.

પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી નજીક હોવાથી કેન્દ્ર સામાન્ય મુસાફરો માટે નવી રેલવે સુવિધાઓની જાહેરાત કરી શકે છે. જો કે છેલ્લા એક વર્ષમાં રેલ્વેને રૂ. 26,338 કરોડનું નુકસાન થયું હતું, પરંતુ આ વખતે રેલ બજેટ વધારીને રૂ. 2.5 લાખ કરોડની આસપાસ થવાની ધારણા છે. ગયા વર્ષે કેન્દ્રએ રેલવે માટે 1,10,055 કરોડ રૂપિયાનું વિક્રમી બજેટ ફાળવ્યું હતું.

2023 ના અંત સુધીમાં બ્રોડ-ગેજ રેલ્વે લાઈનોનું સંપૂર્ણ વિદ્યુતીકરણ હાંસલ કરવાના તેના પ્રયાસોના ભાગરૂપે કેન્દ્ર આ વખતે રેકોર્ડ 7,000 કિલોમીટરના રેલ્વે ટ્રેકના વિદ્યુતીકરણની દરખાસ્ત પણ કરી શકે છે. નીચલા અને મધ્યમ વર્ગના લોકો રેલ્વેની જોગવાઇ પર વિશેષ ધ્યાન આપે છે. દેશની લાઈફલાઈન ગણાતી રેલ્વેના બજેટમાં હાઈ-સ્પીડ ટ્રેનોની પણ જાહેરાત થવાની સંભાવના છે.

જે રાજ્યોમાં ઇલેક્શન છે તે રાજ્યો અને મેટ્રો સિટીમાં રેલ કનેક્ટિવિટી મજબૂત કરવાની યોજનાઓ બનાવવામાં આવી રહી છે. આ માટે સરકાર કેટલાક ખાનગી ભાગીદારોને સામેલ કરી શકે છે. નવી દિલ્હી અને વારાણસી વચ્ચે બુલેટ ટ્રેનની પણ બજેટમાં જાહેરાત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ-મુંબઈ વચ્ચે પ્રથમ બુલેટ ટ્રેનનું કામ ચાલી રહ્યું છે.

તેવી જ રીતે દિલ્હી-હાવડા રૂટ પર બુલેટ ટ્રેનની જાહેરાત પણ બજેટમાં અપેક્ષિત છે. સુવર્ણ ચતુર્ભુજ માર્ગ પર અર્ધ-હાઈ સ્પીડ ટ્રેનો, વંદે ભારત એક્સપ્રેસનું વિસ્તરણ અને નવા સમર્પિત ફ્રેટ કોરિડોર અંગેની જાહેરાતો પણ અપેક્ષિત છે.

આ પણ વાંચો : Budget 2022 : સ્વતંત્ર ભારતમાં 7 બજેટ એવા રજૂ થયા જે દેશની પ્રગતિના ગ્રોથ એન્જિન તરીકે ઓળખાયા

આ પણ વાંચો : Budget 2022 : કોરોનાકાળના બીજા બજેટમાં શેરબજારની કેવી રહેશે ચાલ? જાણો છેલ્લા 10 વર્ષના બજેટ સમયે શેરબજારનો કેવો હતો મૂડ

Published On - 8:41 am, Tue, 1 February 22