Union Budget 2023 : બજેટને લઈ પિતા પુત્ર આમને-સામને, પુત્રએ કહ્યું સારૂ તો પિતાએ કહ્યું અસંવેદનશીલ બજેટ

સાત લાખ સુધીની આવક વાળા લોકો માટે સરકારે ટેક્સ ફ્રી જાહેર કર્યા બાદ કોંગ્રેસના લોકસભા સાંસદ કાર્તિ ચિદમ્બરમે કહ્યું કે ટેક્સમાં કોઈપણ રાહત સારી છે.

Union Budget 2023 : બજેટને લઈ પિતા પુત્ર આમને-સામને, પુત્રએ કહ્યું સારૂ તો પિતાએ કહ્યું અસંવેદનશીલ બજેટ
બજેટને લઈ પિતા પુત્ર આમને-સામને
Image Credit source: Google
| Edited By: | Updated on: Feb 02, 2023 | 9:51 AM

Union Budget 2023: કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ મોદી સરકારની કર મુક્તિ યોજના પર આમને સામને આવ્યા છે. કાર્તિ ખુશ હતો, તો પિતા પી ચિદમ્બરમ બજેટથી નાખુશ દેખાતા હતા. કોંગ્રેસના લોકસભા સાંસદ કાર્તિ ચિદમ્બરમે કહ્યું કે ટેક્સમાં કોઈપણ રાહત પાર્ટી લાવે તો તે સારી જ છે.

કોઈપણ પ્રકારનો ઘટાડો આવકાર્ય

કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમે કહ્યું કે, બજેટનો મોટો હિસ્સો રાષ્ટ્રપતિના સંબોધન અને આર્થિક સર્વે રિપોર્ટનું પુનરાવર્તન છે. ટેક્સમાં કોઈપણ પ્રકારનો ઘટાડો આવકાર્ય છે. તેમણે કહ્યું કે લોકોના હાથમાં પૈસા મુકવા એ અર્થવ્યવસ્થાને વેગ આપવાનો શ્રેષ્ઠ માર્ગ છે. બીજી તરફ સાંજે 5 વાગે મીડિયાને સંબોધતા કાર્તિના પિતા પી. ચિદમ્બરમે આ બજેટ પર મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું.

આ પણ વાચો: Union Budget 2023: વિશ્વના અર્થતંત્રમાં ભારત સૌથી આગળ રહેવાનું અનુમાન, 7 ટકા રહેશે દેશનો GDP, માથાદીઠ આવક થઈ બે ગણી

પી ચિદમ્બરમે બજેટને અસંવેદનશીલ ગણાવ્યું

કાર્તિના પિતા અને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે બજેટને અસંવેદનશીલ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ બજેટે મોટાભાગના લોકોની અપેક્ષાઓને ઠેસ પહોંચાડી છે. તેમણે કહ્યું કે નાણાકીય વર્ષ 2023-24નું બજેટ દર્શાવે છે કે આ સરકાર લોકોની ચિંતાઓ અને તેમના જીવન અને આજીવિકાથી કેટલી દૂર છે. પી ચિદમ્બરમે કહ્યું કે બજેટે મોટાભાગના લોકોની અપેક્ષાઓ સાથે દગો કર્યો છે.

 

 

ચિદમ્બરમે દાવો કર્યો કે, નાણામંત્રીએ તેમના બજેટ ભાષણમાં ક્યાંય પણ બેરોજગારી, ગરીબી અને અસમાનતા જેવા શબ્દોનો ઉલ્લેખ કર્યો નથી. તેમણે કહ્યું કે સારૂ છે તેમને બે વાર ગરીબ શબ્દનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, મને ખાતરી છે કે ભારતના લોકો એ વાતનું ધ્યાન રાખશે કે સરકાર કોની ચિંતા કરે છે અને કોની ચિંતા કરતી નથી.

પરોક્ષ વેરામાં કોઈ ઘટાડો કર્યો નથી

તેમણે દાવો કર્યો કે, નવી ટેક્સ સિસ્ટમ અપનાવનારા લોકો સિવાય અન્ય લોકો માટે ટેક્સમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. પરોક્ષ વેરામાં કોઈ ઘટાડો કર્યો નથી. વધારાના GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)ના દરોમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. પેટ્રોલ, ડીઝલ, સિમેન્ટ, ખાતરના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. ઘણા સરચાર્જ અને સેસમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી.