Gujarat Information and Broadcasting Budget 2023-2024 : ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન, માહિતી અને પ્રસારણ વિભાગને 257 કરોડ, સામાન્ય વહીવટ વિભાગ માટે 1,980 કરોડની જોગવાઇ

|

Feb 24, 2023 | 1:51 PM

Gujarat Information and Broadcasting Budget 2023-2024 : નાણા પ્રધાન કનુ દેસાઇએ ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ કરતા જ જણાવ્યું હતું કે સમતોલ વિકાસના લક્ષ્યને પ્રાપ્ત કરવા સરકાર કટીબદ્ધ છે. ગુજરાતે દેશના ગ્રોથ એન્જીન તરીકેનું બીરુદ મેળવ્યું છે.

Gujarat Information and Broadcasting Budget 2023-2024 : ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન, માહિતી અને પ્રસારણ વિભાગને 257 કરોડ, સામાન્ય વહીવટ વિભાગ માટે 1,980 કરોડની જોગવાઇ
Gujarat Information and Broadcasting Budget 2023-2024

Follow us on

Gujarat Education Budget 2023-2024 : ગુજરાતનું બજેટ 5 સ્થંભ પર તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં કુલ 3 લાખ 1 હજાર 22 કરોડનું બજેટ રજુ કરાયું છે. જેમાં કુલ 4 વર્ષનો રોડ મેપ તૈયાર કરાયો છે.

  • ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગની પાયાની સુવિધા માટે અંદાજે 2 લાખ કરોડની ફાળવણી
  • માનવ સંસાધન વિકાસ માટે 4 લાખ કરોડની ફાળવણી
  • વિશ્વ કક્ષાની આંતરાષ્ટ્રીય સવલતો માટે અંદાજે 5 લાખ કરોડની ફાળવણી
  • કૃષિ ઉદ્યોગ સેવાક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિઓના વિકાસ માટે અંદાજે 2 લાખ કરોડ
  • ગ્રીનગ્રોથ માટે 2 લાખ કરોડની ફાળવણી

આ પણ વાંચો : Gujarat Budget 2023-24 : કૃષિક્ષેત્રે હરિયાળી ! ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 21,605 કરોડની જોગવાઈ

માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ રુપિયા 257 કરોડની જોગવાઇ

રાજ્ય સરકારની વિવિધ જનહિતલક્ષી યોજનાઓ, મહત્વના નિર્ણયો તથા ફ્લેગશીપ કાર્યક્રમોની જાણકારી જનતાને ઝડપથી અને વિશ્વસનીય રીતે પ્રાપ્ત થાય તે જરૂરી છે. સરકારી યોજનાઓનો લાભ લોકો મેળવી શકે એ માટે સરકાર પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મીડિયાનો સમુચિત ઉપયોગ કરીને પ્રચાર-પ્રસારનું કાર્ય
કરે છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

કનુ દેસાઈએ કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા અમારી સરકારે વર્ષ 2016થી ગુજરાતી ચલચિત્રો માટે ગુણવતા સમન્‍વિત પ્રોત્સાહન નીતિ જાહેર કરેલી છે. ગુજરાતી ફિલ્મોના પ્રોત્સાહન માટે 20 કરોડની જોગવાઇ, પ્રચાર અને પ્રસાર માટે બનાવવામાં આવેલા વિવિધ સાહિત્યનું રાજ્યકક્ષાનું આર્કાઇવ ઊભું કરવા માટે 2 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ રુપિયા 1,980 કરોડની જોગવાઇ

ઇ-ગવર્નન્સના ઉપયોગથી પ્રશાસનમાં ટોચથી લઈને પાયાના સ્તર સુધી પારદર્શિતા લાવવા અને સરળીકરણ કરવા સરકાર કાર્યરત છે. કર્મયોગીઓને તાલીમબદ્ધ કરી લોકાભિમુખ વહીવટ અને પ્રોએક્ટિવ ગવર્નન્‍સની ભાવનાને સાકાર કરવાના ધ્યેય સાથે સરકાર આગળ વધી રહી છે. રાજ્યની વહીવટી કાર્યપદ્ધતિમાં ઇ-ગવર્નન્સના ભાગરૂપે વહીવટી વિભાગોથી શરૂ કરીને તાલુકા કક્ષાની કચેરીઓ સુધી વ્યાપ ધરાવતી ઇ-સરકાર એપ્લિકેશન શરૂ કરવામાં આવેલી છે. સસ્ટેનેબલ ડેવલપમેન્‍ટ ગોલ (SDG) અને નીતિ આયોગ દ્વારા વર્ષ 2030 સુધીમાં નક્કી કરેલા લક્ષ્યાંકોને હાંસલ કરી રાજ્યના લોકોની સુખાકારી અને માનવ સૂચકાંકમાં વૃદ્ધિ માટે એકશન પ્લાનનો સમયબદ્ધ રીતે અમલ કરવા રાજ્ય સરકાર કૃતસંકલ્પ છે.

આ હેતુસર નીતિ આયોગની પેટર્ન પર રાજ્યમાં સરકારી યોજનાઓના આયોજન, અમલીકરણ અને આઉટકમના મૂલ્યાંકનની પ્રક્રિયા હાથ ધરવા રાજ્ય આયોગ (નીતિ ગુજરાત)ની સ્થાપના કરવામાં આવશે. ઇ-ગવર્નન્‍સના ક્ષેત્રે વૈશ્વિક કક્ષાએ ઉપલબ્ધ તકોના મહત્તમ ઉપયોગ દ્વારા રાજ્ય વહીવટને આધુનિક સ્વરૂપ આપવા અને કર્મયોગીઓની ક્ષમતાને સુદ્રઢ કરવા માટે આઇ.ટી. એનેબલ્ડ એચ.આર.નું આયોજન કરવામાં આવ્યું છે. વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ, એ.ટી.વી.ટી અને અન્ય યોજનાઓ હેઠળ સ્થાનિક જરૂરિયાતોના વિકાસના કામો માટે 1310 કરોડની જોગવાઇ, સમતોલ વિકાસ કરવા માટે નીતિ આયોગ દ્વારા નિયત કરેલા એસ્પિરેશનલ તાલુકાઓના વિકાસ માટે 13 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

કાયદા વિભાગ માટે કુલ રુપિયા 2014 કરોડની જોગવાઇ

કાયદા વિભાગ માટે કુલ રુપિયા 2014 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જુદા-જુદા સ્તરે કોર્ટ બિલ્ડિંગના બાંધકામો તેમજ જાળવણી માટે 211 કરોડની જોગવાઇ છે. ન્યાયિક અધિકારીઓ અને સ્ટાફના રહેણાંકોના મકાનો માટે રુપિયા 179 કરોડની જોગવાઇ, ઇ-કોર્ટ મિશન પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત હાઇકોર્ટ અને બીજી અદાલતોમાં કોમ્પ્યુટરાઇઝેશન અને ડિજિટાઇઝેશનથી વ્યવસ્થામાં સરળીકરણ અને પારદર્શિતા લાવવા તેમજ પક્ષકારોને ઓનલાઇન સગવડ આપવા માટે 28 કરોડની જોગવાઇ, વકીલોના કલ્યાણ માટેના વેલફેર ફંડ અંતર્ગત 5 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

Published On - 1:51 pm, Fri, 24 February 23

Next Article