Gujarat Budget 2022 : સામાજિક અને આર્થિક વિકાસ માટે વીજળી (Electricity)એક પાયાની આવશ્યકતા છે. દેશની સરેરાશ માથાદીઠ વીજ વપરાશ 1181 યુનિટ સામે ગુજરાતમાં માથાદીઠ વીજ વપરાશ 2143 યુનિટ છે, જે ગુજરાતના વિકાસને પ્રતિબિંબિત કરે છે. રાજ્યમાં અંદાજે 19 લાખ ઘરોને પાઇપ દ્વારા કુદરતી ગેસનું (Natural gas)જોડાણ આપવામાં આવેલ છે, જે ટકાવારીની દૃષ્ટિએ દેશમાં સૌથી વધારે છે. આ સાથે પાંચ હજાર જેટલા ઔદ્યોગિક એકમો અને આશરે 14 હજાર વ્યાપારી એકમોને કુદરતી ગેસના જોડાણ આપવામાં આવેલ છે. કુદરતી ગેસના આયાત, સ્ટોરેજ, વિતરણ તેમજ વપરાશના ક્ષેત્રે રાજ્ય દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે.
માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ રૂ. 199 કરોડની જોગવાઇ
રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ, વિકાસલક્ષી નીતિઓ અને કામગીરીની માહિતી જન-જન સુધી પહોંચાડી, લોકો તેનો મહત્તમ લાભ લે તે માટે વિભાગ કાર્યરત છે. ગુજરાતી ફિલ્મોના પ્રોત્સાહન માટે રૂ.20 કરોડની જોગવાઇ છે. અમરેલી, વલસાડ અને સુરત ખાતે માહિતી કચેરીના બાંધકામ અને સાધનો માટે રૂ. 3 કરોડની જોગવાઇ છે.
આ પણ વાંચો : Gujarat Budget 2022 : શહેરી વિકાસ માટે કુલ 14,297 કરોડની જોગવાઇ, 55 હજાર નવા આવાસો માટે સહાય અપાશે
આ પણ વાંચો : Gujarat Budget 2022 : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ માટે 517 કરોડની જોગવાઇ
Published On - 5:09 pm, Thu, 3 March 22