Economic Survey 2022-23 : એક ક્લિકમાં જાણી શકાશે દેશની અર્થવ્યવસ્થાના રોડમેપના લેખાજોખા, આ રીતે મળશે આર્થિક સર્વેક્ષણની હાર્ડ અને સોફ્ટ કોપી

|

Jan 28, 2023 | 7:00 AM

Economic Survey 2022-23 ની સોફ્ટ કોપી માટે તમારે ઘણી દોડધામ કરવાની જરૂર નથી. તમે https://www.indiabudget.gov.in પર જઈને ઈકોનોમિક સર્વેની વર્ષ-દર-વર્ષની સોફ્ટ કોપી સરળતાથી ડાઉનલોડ કરી શકો છો અથવા પ્રિન્ટ આઉટ લઈ શકો છો. સર્વેની સોફ્ટ કોપી રાખવી ખૂબ જ સરળ રહેશે કારણ કે તે એક કે બે પાનાની નથી. રિપોર્ટ લગભગ 200 થી 250 પેજનો છે.

Economic Survey 2022-23 : એક ક્લિકમાં જાણી શકાશે દેશની અર્થવ્યવસ્થાના રોડમેપના લેખાજોખા, આ રીતે મળશે આર્થિક સર્વેક્ષણની હાર્ડ અને સોફ્ટ કોપી
Economic Survey 2022-23

Follow us on

Economic Survey 2022-23 : કેન્દ્રીય નાણામંત્રી દ્વારા સામાન્ય બજેટની રજૂઆતના એક દિવસ પહેલા જ આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવે છે. આ પ્રક્રિયા વર્ષોથી ચાલી રહી છે. આ વખતે પણ વર્ષોજૂની આ પ્રક્રિયા અનુસરવામાં આવશે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સંસદમાં સામાન્ય બજેટ રજૂ કરતા પહેલા આર્થિક સર્વે રજૂ કરશે. ઈકોનોમિક સર્વેને દેશની અર્થવ્યવસ્થાનો રોડમેપ પણ કહેવામાં આવે છે. જેના પરથી જાણી શકાય છે કે દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિ કેવી છે, તે બરાબર ચાલી રહી છે કે નહીં? જો તે બધું બરાબર ચાલી રહ્યું છે તો અંદાજિત વૃદ્ધિ દર શું છે? વગેરે  જેવા પ્રહ્સનોનો જવાબ મળે છે. આપણે આર્થિક સર્વેની હાર્ડ કોપી અને સોફ્ટ કોપી ક્યાંથી પણ શકીએ તે વિશે જાણો.

જો કે, આ સર્વે સંસદમાં રજૂ કરવામાં આવે છે. તે રજૂ થયા પછી તમામ સાંસદોને તેની ઍક્સેસ મળે છે અથવા તે તેમને ઉપલબ્ધ કરાવવામાં આવે છે. પરંતુ જો સામાન્ય માણસ અને તમને તેની જરૂર હોય તો તમે તેને ઘણી રીતે મેળવી શકો છો. તેની હાર્ડ કોપી કરતાં તેની સોફ્ટ કોપી મેળવવી સરળ છે. જો તમને સર્વેની હાર્ડ કોપી જોઈતી હોય તો તમે તેને નાણા મંત્રાલય પાસેથી મેળવી શકો છો. જોકે આ માટે ઘણી મહેનત કરવી પડી શકે છે.

જ્યારે સોફ્ટ કોપી માટે તમારે ઘણી દોડધામ કરવાની જરૂર નથી. તમે https://www.indiabudget.gov.in પર જઈને ઈકોનોમિક સર્વેની વર્ષ-દર-વર્ષની સોફ્ટ કોપી સરળતાથી ડાઉનલોડ કરી શકો છો અથવા પ્રિન્ટ આઉટ લઈ શકો છો. સર્વેની સોફ્ટ કોપી રાખવી ખૂબ જ સરળ રહેશે કારણ કે તે એક કે બે પાનાની નથી. રિપોર્ટ લગભગ 200 થી 250 પેજનો છે. આ સિવાય તમે PIB થી પણ મેળવી શકો છો. તમારે ફક્ત PIB ની આ લિંક પર ક્લિક કરવાનું રહેશે અને પછી તમે આર્થિક સર્વેક્ષણના વિભાગમાં જઈ શકો છો અને ત્યાંથી નકલ ડાઉનલોડ કરી શકો છો.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

Union Budget Mobile App બજેટ વિશેની દરેક માહિતી આપશે

નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2023ના રોજ બજેટ 2023 રજૂ કરવા જઈ રહ્યા છે. આપની જાણકારી માટે જણાવી દઈએ કે બજેટ 2023ની રજૂઆત બાદ તમે આ એપ દ્વારા અંગ્રેજી અને હિન્દી બંને ભાષામાં બજેટ સાથે જોડાયેલી દરેક મહત્વપૂર્ણ માહિતી વાંચી શકશો.આ એપ લાવવા પાછળ સરકારનો હેતુ એ હતો કે બજેટ સાથે જોડાયેલી દરેક મહત્વની માહિતી સામાન્ય લોકો સુધી પહોંચવી જોઈએ. જણાવી દઈએ કે આ એપ નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા વિકસાવવામાં આવી છે.

Published On - 7:00 am, Sat, 28 January 23

Next Article