Economic Survey 2022-23 : આજે બજેટ પહેલા ઇકોનોમિક સર્વે રજૂ થશે, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકાશે LIVE

Economic Survey 2022-23 : અર્થતંત્રની સ્થિતિની ઝાંખી આપવા અને નીતિગત પગલાં સૂચવવા માટે કેન્દ્રીય બજેટ પહેલાં આર્થિક સર્વે સંસદમાં રજૂ કરવામાં આવે છે. આર્થિક સર્વે એ દેશની અર્થવ્યવસ્થાના સ્વાસ્થ્યનો હિસાબ છે. તેના દ્વારા સરકારની યોજનાઓની સ્થિતિ, સમગ્ર વર્ષ દરમિયાનના વિકાસનું વલણ, કયા ક્ષેત્રમાં રોકાણની રકમ વગેરે વિશેની વિગતવાર માહિતીનું જ્ઞાન મળે છે.

Economic Survey 2022-23 : આજે બજેટ પહેલા ઇકોનોમિક સર્વે રજૂ થશે, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકાશે LIVE
Economic Survey 2022-23
| Edited By: | Updated on: Jan 31, 2023 | 8:54 AM

1 ફેબ્રુઆરીએ રજૂ થનારા સામાન્ય બજેટ પહેલા આજે સંસદમાં દેશનો ઇકોનોમિક સર્વે એટલે કે આર્થિક સમીક્ષા રજૂ કરવામાં આવશે. સંસદનું બજેટ સત્ર સવારે 11 વાગ્યાથી શરૂ થશે અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સેન્ટ્રલ હોલમાં બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. આ પછી ટૂંક સમયમાં આર્થિક સમીક્ષા 2022-23 રજૂ કરવામાં આવશે. Economic Survey દ્વારા સરકારની યોજનાઓની સ્થિતિ, સમગ્ર વર્ષ દરમિયાનના વિકાસનું વલણ, કયા ક્ષેત્રમાં રોકાણની રકમ વગેરે જાણી શકાય છે. બજેટના એક દિવસ પહેલા આવનારી આર્થિક સમીક્ષામાં દરેકની નજર ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટના અંદાજ પર છે.

ઇકોનોમિક સર્વે શું છે?

અર્થતંત્રની સ્થિતિની ઝાંખી આપવા અને નીતિગત પગલાં સૂચવવા માટે કેન્દ્રીય બજેટ પહેલાં આર્થિક સર્વે સંસદમાં રજૂ કરવામાં આવે છે. આર્થિક સર્વે એ દેશની અર્થવ્યવસ્થાના સ્વાસ્થ્યનો હિસાબ છે. તેના દ્વારા સરકારની યોજનાઓની સ્થિતિ, સમગ્ર વર્ષ દરમિયાનના વિકાસનું વલણ, કયા ક્ષેત્રમાં રોકાણની રકમ વગેરે વિશેની વિગતવાર માહિતીનું જ્ઞાન મળે છે. બજેટના એક દિવસ પહેલા આવનારી આર્થિક સમીક્ષામાં દરેકની નજર ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટના અંદાજ પર મહત્વનો આધાર રાખે છે.

મુખ્ય આર્થિક સલાહકારની આગેવાની હેઠળની ટીમ દ્વારા આર્થિક સર્વે તૈયાર કરવામાં આવે છે. CEAની સાથે આ ટીમમાં નાણાં અને આર્થિક બાબતોના નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરકારે તાજેતરમાં અર્થશાસ્ત્રી વી અનંત નાગેશ્વરનને નવા CEA તરીકે નિયુક્ત કર્યા છે. તેમણે કેવી સુબ્રમણ્યમની જગ્યા લીધી છે.

અહીં એક ક્લિક દ્વારા જોઈ શકાશે ઇકોનોમિક સર્વે લાઇવ

તમે કદાચ સંસદમાં ન જઈ શકો પણ તમે ઘરે બેઠા બેઠા ઇકોનોમિક સર્વે લાઈવ જોઈ શકો છો. તેનું લાઈવ સ્ટ્રીમ સરકારની તમામ સત્તાવાર ચેનલો, સંસદ ટીવી, પીઆઈબી ઈન્ડિયા વગેરે પર કરવામાં આવશે.

Union Budget Mobile App બજેટ વિશેની દરેક માહિતી આપશે

નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2023ના રોજ બજેટ 2023 રજૂ કરવા જઈ રહ્યા છે. આપની જાણકારી માટે જણાવી દઈએ કે બજેટ 2023ની રજૂઆત બાદ તમે આ એપ દ્વારા અંગ્રેજી અને હિન્દી બંને ભાષામાં બજેટ સાથે જોડાયેલી દરેક મહત્વપૂર્ણ માહિતી વાંચી શકશો.આ એપ લાવવા પાછળ સરકારનો હેતુ એ હતો કે બજેટ સાથે જોડાયેલી દરેક મહત્વની માહિતી સામાન્ય લોકો સુધી પહોંચવી જોઈએ. જણાવી દઈએ કે આ એપ નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા વિકસાવવામાં આવી છે.

Published On - 8:53 am, Tue, 31 January 23