Budget 2023 Halwa Ceremony : બજેટ પહેલા અધિકારીઓ અને મંત્રીઓનું મોં મીઠું કરાવાયું, નાણાં મંત્રી બજેટ રજૂ કરે ત્યાર સુધી 100 થી વધુ લોકોને લોક ઈન કરવામાં આવ્યા

|

Jan 27, 2023 | 7:27 AM

નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા બે નાણાકીય વર્ષની જેમ 2023-24નું બજેટ પણ ડિજિટલ સ્વરૂપમાં આપવામાં આવશે. અગાઉ આ સમારોહથી બજેટની પ્રિન્ટીંગની કામગીરી શરૂ થતી હતી. કોરોના મહામારીને કારણે નાણાકીય વર્ષ 22 થી બજેટ ડિજિટલ સ્વરૂપમાં રહે છે.

Budget 2023 Halwa Ceremony : બજેટ પહેલા અધિકારીઓ અને મંત્રીઓનું મોં મીઠું કરાવાયું, નાણાં મંત્રી બજેટ રજૂ કરે ત્યાર સુધી 100 થી વધુ લોકોને લોક ઈન કરવામાં આવ્યા
Halwa Ceremony

Follow us on

નાણા મંત્રાલયમાં બજેટ પહેલા આયોજિત પરંપરાગત હલવા સેરેમની ગુરુવારે યોજાયો હતો. વર્ષ 2023-24ના સામાન્ય બજેટ સાથે સંબંધિત દસ્તાવેજોની પ્રિન્ટિંગની શરૂઆતને ચિહ્નિત કરવા નોર્થ બ્લોકની અંદર નાણા મંત્રાલયના બજેટ પ્રેસમાં આ ‘હલવા સેરેમની’નું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ, કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી ભાગવત કિશનરાવ કરાડ અને પંકજ ચૌધરી નાણા મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા. વર્ષોથી બજેટની રજૂઆત પહેલા હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવે છે. કર્મચારીઓને તેમના પરિવારોથી દૂર રાખવાનું અને બજેટ દસ્તાવેજોની પ્રિન્ટિંગનું કામ પરંપરાગત ‘હલવા સેરેમની’થી શરૂ થાય છે.

હલવા સેરેમની શા માટે ઉજવવામાં આવે છે?

ભારતીય સંસ્કૃતિમાં કોઈપણ શુભ કાર્યની શરૂઆત મીઠાઈ ખાવાથી થાય છે. આ કારણોસર, તે બજેટનું કામ પૂર્ણ થવા પર ઉજવવામાં આવે છે. જેના કારણે મંત્રાલયના કર્મચારીઓની મહેનતને ટેકો મળ્યો છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

હલવા સેરેમની ક્યાં ઉજવાય છે?

નાણા મંત્રાલયના 10 નોર્થ બ્લોક સ્થિત પરિસરમાં હલવા સેરેમની ઉજવવામાં આવે છે. હલવા સેરેમની પછી, બજેટ છાપનાર કર્મચારીઓ બજેટ રજૂ થાય ત્યાં સુધી પરિસરમાં જ રહે છે.

હલવા સેરેમની  પછી લોક-ઇન પીરિયડ શરૂ થાય છે

બજેટ બનાવવા અને તેની પ્રિન્ટિંગ સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓનો લોક-ઇન પિરિયડ દર વર્ષે હલવા સેરેમની પછી શરૂ થાય છે. જો કે, ગયા વર્ષે કોવિડ-19 પ્રોટોકોલને અનુસરીને યુનિયન બજેટ પ્રથમ વખત પેપરલેસ રજૂ કરવામાં આવ્યું હતું અને લોક-ઈનમાં મોકલતા પહેલા બજેટ ટીમમાં સામેલ કોર સ્ટાફને મીઠાઈઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. એકવાર લૉક-ઇન પિરિયડ શરૂ થઈ જાય પછી કોઈ બહારની વ્યક્તિ નાણા મંત્રાલયમાં પ્રવેશી શકતા નહીં. મોબાઇલ નેટવર્ક કામ કરતું નથી. ઇન્ટરનેટના ઉપયોગ પર પ્રતિબંધ છે. લેન્ડલાઈન દ્વારા જ વાતચીત શક્ય છે.

બજેટ ડિજિટલ સ્વરૂપમાં હશે

નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા બે નાણાકીય વર્ષની જેમ 2023-24નું બજેટ પણ ડિજિટલ સ્વરૂપમાં આપવામાં આવશે. અગાઉ આ સમારોહથી બજેટની પ્રિન્ટીંગની કામગીરી શરૂ થતી હતી. કોરોના મહામારીને કારણે નાણાકીય વર્ષ 22 થી બજેટ ડિજિટલ સ્વરૂપમાં રહે છે. આઝાદી પછી આ પહેલો પ્રસંગ હતો જ્યારે બજેટને કાગળના દસ્તાવેજનું સ્વરૂપ આપવામાં આવ્યું ન હતું અને તેને છાપવામાં આવ્યું ન હતું. નાણામંત્રીનું બજેટ ભાષણ પૂરું થયા બાદ બજેટ દસ્તાવેજ ‘યુનિયન બજેટ મોબાઈલ એપ’ પર ઉપલબ્ધ થશે. આ એપ એન્ડ્રોઇડ અને એપલ ઓએસ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.

Published On - 7:22 am, Fri, 27 January 23

Next Article