Budget 2023: ગ્રીન હાઇડ્રોજન એનર્જી મિશન માટે 19,700 કરોડની ફાળવણી, હરિત ઋણ કાર્યક્રમની થશે શરૂઆત

|

Feb 01, 2023 | 2:56 PM

Budget 2023: ગ્રીન એનર્જીને વેગ આપવા માટે હરિત ઋણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. ગ્રીન હાઇડ્રોજન એનર્જી મિશન માટે 19,700 કરોડની ફાળવણી - શૂન્ય કાર્બન ઉત્સર્જન લક્ષ્ય હાંસલ કરવામાં મદદ કરશે

Budget 2023: ગ્રીન હાઇડ્રોજન એનર્જી મિશન માટે 19,700 કરોડની ફાળવણી, હરિત ઋણ કાર્યક્રમની થશે શરૂઆત
green energy budget 2023

Follow us on

નાણામંત્રી નિર્મલા સીતારમણે અમૃત કાળમાં રજૂ કરેલા બજેટમાં સપ્તઋષિને ધ્યાનમાં રાખતા 7 સંકલ્પ સાથે બજેટની 7 પ્રાથમિકતાઓ રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકારે આ બજેટમાં સાત બાબતોમાં સૌના સાથે સૌના વિકાસ, સર્વાંગી વિકાસ, હરિત વિકાસ, યુવા શક્તિને વેગ, પ્રાથમિક માળખામાં સુધારો, માછીમારો માટે વિશેષ ફંડ જેવી તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. તો યુવાનો માટે કૃષિ વર્ધક નીતિ અંગે પણ આયોજન કરવામાં આવ્યું છે . સાથે સાથે ગ્રીન એનર્જીને વેગ આપવા માટે હરિત ઋણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. ગ્રીન હાઇડ્રોજન એનર્જી મિશન માટે 19,700 કરોડની ફાળવણી – શૂન્ય કાર્બન ઉત્સર્જન લક્ષ્ય હાંસલ કરવામાં મદદ કરશે. પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ કરશે. બજેટ ભાષણ દરમિયાન  નિર્મલા સીતારમણે કહ્યું હતું કે બજેટમાં ગ્રીન એનર્જી માટે નવી નીતિ  બનાવવામાં આવશે.

હરિત હાઇડ્રોજન મિશન માટે વર્ષ 2023 સુધી 5 MMTનું વાર્ષિક ઉત્પાદન રાખવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. સાથે જ ઉર્જા સુરક્ષામાં રૂપિયા 35,000 કરોડની મૂડીનું રોકાણ કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે. તેમજ વૈકલ્પિક ખાતરનો ઉપયોગ વધારવા માટે પીએમ પ્રણામ યોજના પણ શરૂ કરવામાં આવશે. સાથે સાથએ દેશમાં આબોહવાની ગુણવત્તા સુધારવા માટે ઇલેકટ્રિક વાહનોના ઉપયોગને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. બજેટ ભાષણમાં ભારતની આબોહવાને જાળવી રાખવા માટે ગ્રીન એનર્જી ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે સાથે સાથે જૂના વાહનોના પ્રદૂષણમાંથી છૂટકારો આપવા

ભારત અને અન્ય દેશો પર આબોહવા પરિવર્તનના જોખમોની નકારાત્મક અસરને પ્રકાશિત કરતી વખતે, ઊર્જા સંક્રમણ અને આબોહવા પગલાં પર ભાર મૂકતી વખતે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ગ્રીન એનર્જીને વેગ આપવાની બાબત જણાવી હતી.

First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
તાપમાં કાળી પડી ગઈ છે હાથ અને મોંની ત્વચા? અપનાવો આ ઘરેલુ ઉપચાર

સાથે સાથે ગોબરધન યોજના હેઠળ બાયો ગેસનો વપરાશ કરવામાં આવશે. તેના માટે કુલ રૂપિયા 10,000 કરોડ ફાળવવામાં આવશે. તેમજ બાયો ગેસ સાથે જોડાયેલી ચીજવસ્તુઓ સસ્તી થશે.

Published On - 2:46 pm, Wed, 1 February 23

Next Article